By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    6 days ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 week ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    1 week ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    1 week ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશમાંથી વાદળો અદ્રશ્ય!
    13 minutes ago
    વનતારા દ્વારા ગવર્નિંગ કાઉન્સિલની રચના: વન્યજીવ સંરક્ષણ અને આયાત અંગે આખરી નિર્ણય લેશે
    36 minutes ago
    ખડે હનુમાન દાદાનો સાક્ષાત્કાર : ઉજ્જૈનમાં દાદાની મૂર્તિ હટાવવાના તંત્રના તમામ પ્રયાસો નિષ્ફળ
    1 hour ago
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    6 days ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મંગલ પાંડે ટાઉનશિપમાં RMCનાં ડઝનબંધ અધિકારીઓએ આવાસ લઈ ભાડે ચડાવી દીધાં!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > મંગલ પાંડે ટાઉનશિપમાં RMCનાં ડઝનબંધ અધિકારીઓએ આવાસ લઈ ભાડે ચડાવી દીધાં!
રાજકોટ

મંગલ પાંડે ટાઉનશિપમાં RMCનાં ડઝનબંધ અધિકારીઓએ આવાસ લઈ ભાડે ચડાવી દીધાં!

Khaskhabar Editor
Last updated: 2026/09/08 at 2:51 PM
Khaskhabar Editor 2 minutes ago
Share
4 Min Read
SHARE

આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ફ્લેટ વેંચી નાંખ્યો!

રાજકોટમાં આવેલી વિવિધ આવાસ યોજનાઓમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાની એક પછી એક ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે. મનપા આવાસ યોજના વતી સત્તાવાર દસ્તાવેજ કરી આપનાર ક્લાર્ક અજય
મનુભાઈ પરમારે પોતે જ આવાસ યોજનામાં ફ્લેટ મેળવી લીધો હોવાનો પર્દાફાશ થયા બાદ આ અંગેની વધુ સ્ફોટક વિગતો પ્રકાશમાં આવી છે.
શહેરના વિમલનગર વિસ્તારમાં વસંત મારવેલ પાસે આવેલી ક્રાંતિવીર મંગલપાંડે ટાઉનશિપના સી-૪૦૮માં અજય મનુભાઈ પરમારે મેળવેલો ૩ બીએચકે વેચી નાખ્યો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર સરકારી
યોજનાના ફ્લેટ ચોક્કસ મુદત સુધી વેચી શકાતા ન હોવાના કડક નિયમોના ખુલ્લેઆમ લીરેલીરા ઉડાવીને અજય પરમારે મેળવેલો ક્રાંતિવીર મંગલપાંડે ટાઉનશિપનો સી-૪૦૮ ફ્લેટ અન્ય વ્યક્તિને વેચી પણ નાખ્યો છે.
જરૂરિયાતમંદ અને મધ્યમવર્ગીય પરિવારો વર્ષો સુધી પોતાના આશિયાના માટે રાહ જોતા હોય છે, ત્યારે સરકારી તંત્રના જ જવાબદાર કર્મી દ્વારા આ રીતે મોંઘાદાટ ફ્લેટ મેળવીને તેનું ગેરકાયદે વેચાણ કરી આર્થિક લાભ
ખાટવાની આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. આ સમગ્ર મામલે ઉચ્ચ
કક્ષાએથી તટસ્થ તપાસ હાથ ધરીને જવાબદારો સામે કડક કાનૂની પગલાં ભરવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજનાઓમાં ચાલતી ગેરરીતિઓનો વ્યાપ માત્ર નીચલા સ્તરના કર્મચારીઓ પૂરતો સીમિત ન હોવાનો વધુ એક મોટો પર્દાફાશ થયો છે. શહેરના વિમલનગર વિસ્તારમાં
વસંત મારવેલ પાસે આવેલી ક્રાંતિવીર મંગલપાંડે ટાઉનશિપમાં કોર્પોરેશનના ડઝનેક જેટલા ઉચ્ચ અધિકારીઓના પણ આવાસો આવેલા હોવાની વિગતો સામે આવી છે. અત્યંત ચોંકાવનારી બાબત એ છે કે સરકારી યોજનાના
લાભાર્થી બનેલા આ મનપા બાબુઓ પૈકીના મોટાભાગના અધિકારીઓ ત્યાં રહેવા જવાને બદલે આ ફ્લેટ અન્ય લોકોને ભાડે આપીને નિયમિત કમાણી કરી રહ્યા છે.
વાસ્તવમાં આવાસ યોજના જરૂરિયાતમંદ અને ઘરવિહોણા પરિવારો માટે અમલમાં મૂકવામાં આવતી હોય છે, જેમાં ચોક્કસ સમય સુધી મકાન મેળવ્યા બાદ તેને ભાડે આપવા પર કે વેચવા પર સ્પષ્ટ સરકારી પ્રતિબંધ હોય છે.
આમ છતાં, મનપાના જ અધિકારીઓએ પોતાના પદ અને વગનો દુરુપયોગ કરી ક્રાંતિવીર મંગલપાંડે ટાઉનશિપમાં મકાનો મેળવી લીધા અને ત્યારબાદ નિયમોને ઘોળીને પી જઈ તેને ભાડે ચડાવી દીધા છે. આ અંગે વધુ વિગતો
મેળવાઈ રહી છે.

- Advertisement -

સામાન્ય નાગરિકો માટે વેઈટિંગ અને ડ્રો, બાબુઓ-નેતાઓ-મળતિયાઓને ઘરબેઠાં ફલેટની લ્હાણી!
રાજકોટમાં આવેલી વિવિધ આવાસ યોજનાઓ હવે ગરીબ કે મધ્યમવર્ગીય પરિવારોના આશિયાના માટે નહીં પરંતુ તંત્રના મળતિયાઓ અને વગદારોના રોકાણનું સાધન બની ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે. શહેરમાં ચર્ચાતી
વાસ્તવિકતા મુજબ સરકારી આવાસ યોજનામાં ફ્લેટ મેળવવો હોય તો પાત્રતા કે જરૂરિયાત નહીં, પરંતુ અરજદાર કાં તો મનપાના અધિકારી કે પદાધિકારી હોવા જોઈએ અથવા તેમના મળતિયા હોવા અનિવાર્ય બની ગયું છે.
સામાન્ય અને જરૂરિયાતમંદ નાગરિકો વર્ષો સુધી ફોર્મ ભરીને પોતાના એક પાકા મકાનની આશાએ ડ્રોની રાહ જોતા આંખો પથરાવી બેઠા હોય છે અને આખરે તેમના હાથમાં નિરાશા જ આવે છે જ્યારે બીજી તરફ સત્તા અને
હોદ્દાના જોરે મનપાના બાબુઓ, ચૂંટાયેલા પદાધિકારીઓ અને તેમના સગાં-સંબંધીઓ નિયમોની ઐસીતૈસી કરીને ઘરબેઠાં ફ્લેટ મેળવી લે છે. અધૂરામાં પૂરું આવાસ યોજના માત્ર જરૂરિયાત પૂરતી હોવા છતાં આ વગદાર વર્ગ
આવા ફ્લેટ માત્ર ‘ઈન્વેસ્ટમેન્ટ’ સમજીને મેળવે છે અને પછીથી તેને ઊંચા ભાડે ચડાવી કે બારોબાર વેચીને અઢળક કમાણી કરે છે. સામાન્ય જનતા માટે કડક નિયમોનું પાલન કરાવતું તંત્ર પોતાના જ પદાધિકારીઓ અને
અધિકારીઓના આ ‘નેપોટિઝમ અને સેટિંગ’ સામે આંખ આડા કાન કરી રહ્યું હોવાથી રોષ ભભૂકી ઉઠ્યો છે.

You Might Also Like

ગિરિરાજ હોસ્પિટલનું 7થી 30 સપ્ટેમ્બર સુધી વિશેષ આરોગ્ય અભિયાન

રાજકોટની હવા સ્વચ્છ થઇ : દેશમાં ૭મું સ્થાન, ગત વર્ષે ૧૫મો ક્રમ હતો

સાતમ-આઠમના તહેવારના માત્ર છ દિવસમાં 984 નવા વાહનોની ખરીદી

પવિત્ર શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે રામનાથ મહાદેવની 103મી વરણાગી નીકળી

અકસ્માતથી ગર્ભાવસ્થા સુધીની સ્થિતિમાં ૬ દિવસમાં ૧,૮૫૨ વખત દોડી ૧૦૮ ઈમરજન્સી સેવા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વિધાનસભાના સત્રમાં 5 કાયદાને આવરી લેતું મહાવિધેયક મુકાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

વિધાનસભાના સત્રમાં 5 કાયદાને આવરી લેતું મહાવિધેયક મુકાશે

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
દેશમાંથી વાદળો અદ્રશ્ય!
વડોદરામાં PM મોદીનું રેમ્પ વૉક : GEN-Zનો જોશ હાઈ
ટંકારાના નાના જડેશ્વર મહાદેવ મંદિરે વિશ્વવિખ્યાત બજરંગ ભવાઈ મંડળની ભવ્ય રજૂઆત
ગિરિરાજ હોસ્પિટલનું 7થી 30 સપ્ટેમ્બર સુધી વિશેષ આરોગ્ય અભિયાન
વનતારા દ્વારા ગવર્નિંગ કાઉન્સિલની રચના: વન્યજીવ સંરક્ષણ અને આયાત અંગે આખરી નિર્ણય લેશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ગિરિરાજ હોસ્પિટલનું 7થી 30 સપ્ટેમ્બર સુધી વિશેષ આરોગ્ય અભિયાન

Khaskhabar Editor Khaskhabar Editor 31 minutes ago
રાજકોટ

રાજકોટની હવા સ્વચ્છ થઇ : દેશમાં ૭મું સ્થાન, ગત વર્ષે ૧૫મો ક્રમ હતો

Khaskhabar Editor Khaskhabar Editor 43 minutes ago
રાજકોટ

સાતમ-આઠમના તહેવારના માત્ર છ દિવસમાં 984 નવા વાહનોની ખરીદી

Khaskhabar Editor Khaskhabar Editor 48 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?