એક દેશ-એક ચૂંટણી: એજન્ડા પૂરો કરવામાં લાગ્યું NDA, રાજ્યો લેશે નિર્ણય
રામ મંદિર નિર્માણ અને જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ ૩૭૦ હટાવવાના મોટા નિર્ણયો જમીન પર ઉતાર્યા બાદ ભાજપ પોતાના બાકીના ત્રણ મોટા એજન્ડા – એક દેશ-એક ચૂંટણી, મહિલા અનામત અને સમાન નાગરિક સંહિતા (UCC) ને પૂરા કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. સંસદમાં પેન્ડિંગ બંધારણ સુધારા વિધેયક પસાર થવાની સ્થિતિમાં સરકાર ‘એક દેશ-એક ચૂંટણી’ની વ્યવસ્થા ૨૦૩૪ થી લાગું કરવાની છે. પરંતુ સૂત્રોનું કહેવું છે કે આના કારણે ૨૦૨૯-૨૦૩૪ ની વચ્ચે વિધાસભાઓના કાર્યકાળમાં વધઘટને જોતા ગઉઅ શાસિત રાજ્યોમાં લોકસભા ચૂંટણી-૨૦૨૯ ની સાથે જ વિધાનસભા ચૂંટણી કરાવવામાં આવી શકે છે. એવામાં દેશમાં પરોક્ષ રીતે એક દેશ-એક ચૂંટણીની વ્યવસ્થા ૨૦૨૯ થી જ લાગું થઈ જશે.
સૂત્રોએ જણાવ્યું કે જોકે આ સામાન્ય ચૂંટણી-૨૦૨૯ ના સમયની રાજકીય પરિસ્થિતિ પર નિર્ભર કરશે, પરંતુ જો એવું થાય છે તો ડિસેમ્બર ૨૦૨૮ ના અંતમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ જેવા રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણીઓ થોડો સમય રાષ્ટ્રપતિ શાસન લગાવીને લોકસભા ચૂંટણીની સાથે જ કરાવવામાં આવી શકે છે. જણાવ્યું કે દેશમાં જેન-ઝી આંદોલનથી વિપક્ષી દળો જયાં સરકારને તેનાં કામકાજ પર ઘેરી રહ્યાં છે, ત્યાં ભાજપની આગેવાની હેઠળનું ગઉઅ પોતાનો એજન્ડા પૂરો થવા અને ‘જે કહ્યું, તે કર્યું” ના દાવા સાથે ચૂંટણી મેદાનમાં ઉતરવાનો ઈરાદો બનાવી રહ્યું છે. સૂત્રોનાં જણાવ્યાં અનુસાર ભાજપમાં ઉચ્ચ સ્તરે એવું માનવામાં આવી રહ્યું છે કે પાર્ટીનાં એજન્ડાના બચેલા ત્રણ પ્રમુખ કામોને આગામી લોકસભા ચૂંટણી પહેલાં જ લાગું કરી દેવા જોઈએ. એક દેશ-એક ચૂંટણી વિધેયક પર ભાજપ સાંસદ પી.પી. ચૌધરીની અધ્યક્ષતામાં બનેલી સંયુક્ત સંસદીય સમિતિ (JPC) રાજ્યો, મુખ્યમંત્રીઓ, નિષ્ણાતો અને અન્ય હિતધારકો સાથે ચર્ચા કરી રહી છે. JPC નવેમ્બરમાં સંસદના શિયાળુ સત્રમાં રિપોર્ટ સોંપી શકે છે. વિધેયક પસાર થવા પર આની જોગવાઈઓ ૨૦૩૪ માં લાગું થશે. એવામાં ૨૦૨૯ પછી થનારી તમામ ચૂંટણીઓથી ચૂંટાયેલા ગૃહોનો સમયગાળો ૨૦૩૪ સુધીનો જ રહેશે અને તે મુજબ વિધાનસભાઓનો કાર્યકાળ ઘટી જશે. એટલે કે તેમની આગામી ચૂંટણી ૨૦૩૪ માં જ થશે.
આનાથી ૨૦૨૯ પછી ગઠિત વિધાનસભાઓનો કાર્યકાળ તે મુજબ નાનો થતો જશે. એવામાં કાર્યકાળને પછીથી નાનો કરવાના બદલે વર્તમાન રાજ્ય સરકારો પહેલાથી જ વિધાનસભા ભંગ કરીને ૨૦૨૯ ની લોકસભા ચૂંટણીની સાથે જ ચૂંટાઈ આવે, તો તેમનો કાર્યકાળ ૨૦૩૪ સુધી ચાલશે અને આ રીતે પાંચ વર્ષ પહેલા જ ‘એક દેશ એક ચૂંટણી’ મોડેલ લાગુ થઈ જશે. પી.પી. ચૌધરીએ કહ્યું કે ‘JPC સતત વિધેયક પર હિતધારકો સાથે ચર્ચા કરી રહી છે. વિધેયકમાં ૨૦૩૪માં પૂરા દેશમાં ચૂંટણી એકસાથે કરાવવાની જોગવાઈ છે.
કાયદો પસાર થવા પર ૨૦૨૯ પછી જે પણ ચૂંટણીઓ થશે તેનાં ગૃહોનો કાર્યકાળ ૨૦૩૪ માં પૂરો થશે, એટલે કે પાંચ વર્ષથી ઓછો થતો જશે. આ જનતાને પણ સ્પષ્ટ હશે કે તેઓ પૂરી નહીં પરંતુ ઓછી મર્યાદા માટે સરકાર ચૂંટી રહ્યા છે. બંધારણના અનુચ્છેદ 174 (2) (B) હેઠળ સ્ટેટ કેબિનેટની સલાહ પર રાજ્યપાલ પાસે વિધાનસભા ભંગ કરવાની સત્તા છે. સમય પૂર્વે ચૂંટણી થાય છે તો નવી વ્યવસ્થા NDA શાસિત રાજ્યોમાં પરોક્ષ રીતે ૨૦૨૯ માં જ લાગુ થઈ જશે. આ રાજ્યોના સ્તર પર રાજકીય નિર્ણય હોઈ શકે છે.”
- Advertisement -
રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની વર્તમાન વિધાનસભાઓનો કાર્યકાળ ડિસેમ્બર ૨૦૨૮ સુધીનો છે.
સંભાવના-૧ : આ વિધાનસભાઓની ચૂંટણીને રાષ્ટ્રપતિ શાસન દ્વારા આગળ વધારીને લોકસભા ચૂંટણી-૨૦૨૯ ની સાથે માર્ચ-એપ્રિલમાં કરાવવામાં આવી શકે છે.
સંભાવના-૨ : નવી સરકારોની રચનાના છ મહિના બાદ જ વિધાનસભા ભંગ કરીને લોકસભા ચૂંટણીની સાથે ફરીથી ચૂંટણી કરાવી લેવાય.
- Advertisement -
સંભાવના-૩ : ૨૦૨૮ માં નક્કી સમયે જ ચૂંટણી થાય. ૨૦૩૩ માં વિધાનસભા કાર્યકાળ પૂરો થવા પર એક વર્ષ રાષ્ટ્રપતિ શાસન બાદ ૨૦૩૪ માં લોકસભાની સાથે ચૂંટણી થાય.




