મોટી ખડોલના અમરતબાપા મેલડીધામ મંદિર સંચાલિત ટ્રસ્ટનો સેવાયજ્ઞ
અત્યાર સુધીમાં ૧૦ હજારથી વધુ વિદ્યાર્થીઓને અભ્યાસ કીટનું વિતરણ
- Advertisement -
અમરતબાપા મેલડીધામ મંદિર, મોટી ખડોલ દ્વારા સંચાલિત જય માડી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજસેવા સાથે બાળકોના શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી સતત સેવાકાર્ય કરવામાં આવી રહ્યું છે. આ સેવાકાર્યના ભાગરૂપે
પ્રાથમિક શાળા ધોરાનીમુવાડીના ૧૦૫ બાળકોને અભ્યાસ માટે જરૂરી કીટ અર્પણ કરવામાં આવી હતી. બાળકોને અભ્યાસની સામગ્રી મળી રહે અને આર્થિક પરિસ્થિતિને કારણે તેમના શિક્ષણમાં કોઈ અડચણ ન આવે તેવા હેતુથી
ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી આ પહેલને શાળા પરિવાર અને વાલીઓ દ્વારા આવકારવામાં આવી હતી. અભ્યાસની કીટ મેળવી બાળકોમાં પણ આનંદ જોવા મળ્યો હતો.
જય માડી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માત્ર એક વખત નહીં પરંતુ નિયમિત રીતે શિક્ષણ ક્ષેત્રે સેવાકાર્ય કરવામાં આવી રહ્યું છે. દર રવિવારે અમરતબાપા મેલડીધામ ખાતે અલગ-અલગ શાળાના બાળકોને અભ્યાસની કીટ અર્પણ
કરવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં ૧૦,૦૦૦થી વધુ શાળામાં અભ્યાસ કરતા બાળકોને અભ્યાસ કીટનું વિતરણ કરીને તેમના શિક્ષણને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ટ્રસ્ટના આ સેવાયજ્ઞનો મુખ્ય
ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ અને અભ્યાસ કરતા બાળકોને શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ કરાવી તેમના અભ્યાસને સરળ બનાવવાનો છે. શિક્ષણ એ સમાજના વિકાસનું મુખ્ય સાધન છે ત્યારે બાળકોને પ્રોત્સાહન મળે અને તેઓ વધુ
ઉત્સાહપૂર્વક અભ્યાસ કરે તે માટે ટ્રસ્ટ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
આગામી સમયમાં પણ જય માડી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વધુમાં વધુ બાળકો સુધી પહોંચીને તેમને અભ્યાસની કીટ અર્પણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. શિક્ષણક્ષેત્રે શરૂ કરાયેલા આ સેવાયજ્ઞને વધુ વ્યાપક બનાવવાની ટ્રસ્ટની
ભાવના છે. આ રીતે ધર્મસ્થળ સાથે જોડાયેલી સેવા પ્રવૃત્તિને શિક્ષણના ક્ષેત્ર સાથે સાંકળી જય માડી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે કરવામાં આવતો આ પ્રયાસ સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યો છે.




