By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયાથી તેલ ખરીદવું ભારતને મોંઘુ પડશે : USની 100% ટેરિફની તૈયારી
    13 hours ago
    અંતે META ઝૂક્યું : ચાઈલ્ડ અબ્યુઝ કન્ટેન્ટની હવે સીધી પોલીસ ફરિયાદ થશે!
    13 hours ago
    ચીને LAC પર સૈનિકોની સંખ્યા ઘટાડીઃ રક્ષા મંત્રાલયનો રિપોર્ટ
    2 days ago
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    4 days ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    2000થી વધુના UPI ટ્રાન્સઝેકશન પર હવે ચાર્જ
    12 hours ago
    દિલ્હી એરપોર્ટ પર ગંભીર સુરક્ષા ચૂક : ઇમિગ્રેશન વગર ૩ લોકો મ્યુનિક પહોંચી ગયા
    13 hours ago
    3300 કરોડના માલિકે રસ્તા પર ભીખ માગી!
    13 hours ago
    કોરા ધાકોડ કચ્છમાં મેઘો મહેરબાન : માંડવીમાં 7 ઈંચ
    13 hours ago
    બિહારના 15 જિલ્લામાં પૂર : 50 લાખ લોકો પ્રભાવિત
    14 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    2 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ધર્મયાત્રાના અધ્યક્ષ તરીકે ધર્મેંદ્રસિંહ ગજેંદ્રસિંહ વાળાની વરણી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ધર્મયાત્રાના અધ્યક્ષ તરીકે ધર્મેંદ્રસિંહ ગજેંદ્રસિંહ વાળાની વરણી
રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ધર્મયાત્રાના અધ્યક્ષ તરીકે ધર્મેંદ્રસિંહ ગજેંદ્રસિંહ વાળાની વરણી

Khaskhabar Editor
Last updated: 2026/08/19 at 2:29 PM
Khaskhabar Editor 4 weeks ago
Share
6 Min Read
SHARE

આજે રાત્રે ૯ વાગ્યે સર્વે મંડળોની બેઠક અને કાલે સાંજે ૭ વાગ્યે ટ્રાન્સપોર્ટરોની બેઠક નાગર બોર્ડીંગ ખાતે યોજાશે

ઉપાધ્યક્ષ તરીકે ડો. હેમાંગ વસાવડા, પ્રફુલભાઇ નડીયાપરા, એન. જી. પરમાર અને ડો. હિરેન વિસાણીની નિમણૂક

- Advertisement -

સમીતીના સહ ઇનચાર્જ તરીકે મનોજભાઇ ડોડીયા, કૌશીકભાઇ સરધારા અને વિનયભાઇ કારીયાની નિમણૂક

સમીતીના ઉપાધ્યક્ષ અને સહ ઇનચાર્જની પણ નિમણુક કરાઇ : આગામી કાર્યક્રમોની તારીખ જાહેર કરાઇ

વિહિપ પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં કૃષ્ણ જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી સાથે શહેરને ભગવામય અને કૃષ્ણમય બનાવવાના સંકલ્પ સાથે વિવિધ ધાર્મીક, સામાજીક અને સાંસ્કૃતીક કાર્યક્રમોનુ
આયોજન કરવામા આવ્યુ છે. માર્ગદર્શન સમીતીના સભ્યો માવજીભાઈ ડોડિયા, નરેન્દ્રભાઈ દવે, ભુપતભાઇ ગોવાણી, હસુભાઈ ભગદેવ, હસુભાઈ ચંદારાણા, શાંતુંભાઈ રૂપારેલીયા, પ્રતાપભાઇ કોટક, વનરાજભાઈ ગરૈયા,
નીતેશભાઈ કથિરિયા અને અશોકભાઇ મકવાણા ઉપરાંત સમીતીના અધ્યક્ષ રાજાભાઇ (વાવડી), કાર્યકારી અધ્યક્ષ તિર્થરાજસિંહ ગોહિલ તથા સમીતીના ઇનચાર્જ પરેશભાઇ રુપારેલીયા તમામના સર્વાનુમતે ધર્મ યાત્રાને વધુ
ભવ્ય, દિવ્ય અને શિસ્તબદ્ધ રીતે સમ્પન્ન કરવા માટે ધર્મયાત્રાના અધ્યક્ષ તરીકે ધર્મેંદ્રસિંહ ગજેંદ્રસિંહ વાળાની વરણી કરવામા આવી હતી. તેમની આગેવાનીમા ધર્મયાત્રામા મોટી સંખ્યામા સંતો મહંતો, ધાર્મીક આગેવાનો,
સામાજીક સંસ્થાઓ, વિવિધ મંડળો અને તમામ ધર્મપ્રેમી નાગરીકો જોડાય તેવા પ્રયત્નો કરવામા આવશે. આ ઉપરાંત સમીતીના ઉપાધ્યક્ષ તરીકે ડો. હેમાંગ વસાવડા, પ્રફુલભાઇ નડીયાપરા, એન. જી. પરમાર તથા ડો. હિરેન
વિસાણી ની નિમણૂક કરાઇ હતી અને સમીતીના સહ ઇનચાર્જ તરીકે મનોજભાઇ ડોડીયા, કૌશીકભાઇ સરધારા અને વિનયભાઇ કારીયાની નિમણૂક કરાઇ હતી.

- Advertisement -

ધર્મયત્રા અધ્યક્ષ ધર્મેંદ્રસિંહ વાળા જેઓ સમર્પણ હોસ્પીટલના માલીક હોવા ઉપરાંત ધર્મનીષ્ઠ અને કર્મનિષ્ઠ વ્યક્તિત્વ ધરાવે છે. રાષ્ટ્ર પ્રેમ અને ભક્તી ના રંગે રંગાયેલા તેઓ “બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજના અંતર્ગત
૨૦૧૬થી તેમની હોસ્પીટલમા દિકરીના જન્મ સમયે સોનાની ચુક, ચાંદીની ગાય અથવા તુલસી ક્યારો અને ગીતાજી આપીને વધાવે છે. 60થી વધુ જન્મ વખતે નેગેટીવ ગ્રુપની બાળાઓને ઇંજેક્શન નિઃશુક્લ આપવામા આવ્યુ
છે. જાન્યુઆરી ૨૦૧૯થી નિઃશુલ્ક નિદાન કેમ્પનુ આયોજન કરવામા આવે છે. જેમા તપાસ, દવા, ફ્રી ઉપરાંત બ્લડ રિપોર્ટમા 50% રાહત આપવામા આવે છે. અપંગ લોકો માટે ઘોડી, વ્હીલચેર, વોકર વગેરે ફ્રી મા આપવામા
આવે છે. આ ઉપરાંત આર્થીક રિતે નબળા દર્દીઓને વધુ રાહત ભાવે સેવા આપવામા આવે છે. કોરોના સમયે ત્રણ મહીના સુધી રોજ રાત્રે ભોજન ની સુંદર વ્યવસ્થા કરીને અનેક જરુરીયાતમંદોને સહાય રૂપ થયા છે. તેમની નિધી
સ્કુલમા પણ ધોરણ 1 થી 5ના વિધ્યાર્થીને અભ્યાસમા 50% ફી માફી આપીને તથા છેલ્લા 15 વર્ષોથી સમુહ લગ્નમાં યોગદાન આપીને તન મન ધનથી સમાજ માટે સમર્પીત છે.

સમીતીના ઉપાધ્યક્ષ ડો. હેમાંગ વસાવડા જેઓ ગુજરાત રાજ્યના જાણીતા ન્યુરોસર્જન છે તેમની મધુરમ હોસ્પીટલ દ્વારા અનેક વર્ષોથી આરોગ્ય ક્ષેત્રે સમાજની સેવા કરી રહ્યા છે. રાજકીય ક્ષેત્રે તેઓ ગુજરત કોંગ્રેસના વાઇસ
પ્રેસિંડેંટ તરીકે ફરજ નિભાવી રહ્યા છે. પ્રખર હિંદુ વાદી વિચાર સાથે તેઓ જન્માષ્ટમી મહોત્સવમાં વર્ષોથી મહત્વનુ યોગદાન આપી રહ્યા છે.

સમીતીના ઉપાધ્યક્ષ પ્રફુલભાઇ નડીયાપરા જેઓ અમૃત બિલ્ડર્સના માલિક હોવા ઉપરાંત અસંખ્ય જરૂરીયાત મંદો માટે ભોજનની વ્યવસ્થા પુરી પાડે છે. કર્ણાવતી ઇંટરનેશનલ સ્કુલના ટ્રસ્ટી તરીકે શિક્ષણ ક્ષેત્રે સમાજને બહુમુલ્ય
યોગદાન આપી રહ્યા છે. પ્રખર ગૌભક્ત અને ગૌ પ્રેમી એવા પ્રફુલભાઇ રાધેશ્યામ ગૌશાળાના ટ્રસ્ટી તરીકે 400થી વધુ ગૌમાતાની નિરંતર જાળવણી અને સેવા કરે છે.

અન્ય સમીતીના ઉપાધ્યક્ષ એન. જી. પરમાર બિએસએનએલના “રિટાયર્ડમેન યુનીયન વાઇસ પ્રેસીડંટ” તરીકે સેવા આપી રહ્યા છે. સંઘના પાયાના કાર્યકર્તા ઉપરાંત ભાજપમા વોર્ડ 4માં શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ રહેલા, શહેર ભાજપ
કારોબારી સદસ્ય, પુજીત રુપાણી મેમોરીયલ ટ્રસ્ટના કાર્યકર્તા, શિવ શક્તી સમુહલગ્ન સમીતી બેડીપરાના સલાહકાર મેમ્બર, રાજકોટ મેઘવાર સમાજ મંડળના કાર્યકર્તા તરીકે અલગ અલગ ક્ષેત્રમા સમાજને બહુમુલ્ય યોગદાન
આપ્યુ છે.

સમીતીના ઉપાધ્યક્ષ ડો. હિરેન વિસાણી બાળરોગના નિષ્ણાંત હોવા ઉપરાંત પ્રખર હિંદુત્વવાદી અને સાચા રાષ્ટ્ર ભક્ત વિશ્વ હિંદુ પરીષદમાં અલગ અલગ સમયે અનેક જવાબદારીઓનુ નિર્વહન કરી ચુકેલા હાલ વિહિપ પશ્ચિમ
જિલ્લામા કાર્યરત છે. તેમની અનેક સામાજીક આગેવાનો સાથે સંકલન ક્ષમતા અને જન્માષ્ટમી મહોત્સવમા મહત્વનુ યોગદાન હોઇ તેમને ઉપાધ્યક્ષનું દાયીત્વ આપવામા આવ્યુ છે.

સમીતીના સહ ઇનચાર્જ તરીકે મનોજભાઇ ડોડીયા જેઓ સંઘ અને વિશ્વ હિંદુ પરીષદના પાયાના કાર્યકર્તા તરીકે અનેક વર્ષોથી ધર્મ રક્ષા અને રાષ્ટ્ર સેવા માટે મહત્વનુ યોગદાન આપી રહ્યા છે. વિશ્વ હિંદુ પરીષદના અગ્રણી અને
મોભી એવા હરીભાઇ ડોડીયાના પુત્ર અને માવજીભાઇ ડોડીયાના ભત્રીજા મનોજભાઇ વિશ્વ હિંદુ પરીષદમા હાલ રાજકોટ વિભાગમા વિશેષ સંપર્કની જવાબદારી ઉપરાંત જન્માષ્ટમી મહોત્સવના આયોજન અને સંકલનમા વર્ષોથી
સિંહ ફાળો હોય છે.

કૌશીકભાઇ સરધારા જેઓ વિશ્વ હિંદુ પરીષદમા સૌરાષ્ટ્ર પ્રાંત ધર્મ પ્રસાર સહ પ્રમુખ હોવા ઉપરાંત જન્માષ્ટમી મહોત્સવને સફળ બનાવવા માટે અનેક નવીન પ્રયાસો કરી રહ્યા છે. વિનયભાઇ કારીયા જેઓ વિશ્વ હિંદુ પરીષદમા
જીલ્લા મંત્રીનું દાયિત્વ નિભાવતા હોવા ઉપરાંત જન્માષ્ટમી મહોત્સવમાં પ્રેસ મિડીયા, મંડળો, સંસ્થાઓ, ધાર્મીક અને સામાજીક સંગઠનો સાથે સુચારુ સંકલન કરીને મહોત્સવને યથાર્થ બનાવવામા મહત્વનું યોગદાન આપી રહ્યા
છે.
સમીતીના અધ્યક્ષ રાજાભાઇ (વાવડી) એ તમામ ધર્મપ્રેમી નાગરીકો, સંતો મહંતો, સાંસ્થાઓ, મંડળો અને યુવાનોને પરીવાર સાથે મહોત્સવના તમામ કાર્યક્રમોમા મોટી સંખ્યામા જોડાઇને મહોત્સવને ઐતીહાસીક સફળતા
અપાવવા આહવાન કર્યુ હતુ. આ ઉપરાંત ધર્મયાત્રા અધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ એ કહ્યુ હતુ કે ભગવાન શ્રીકૃષ્ણના આદર્શોને જન જન સુધી પહોચાડવાના હેતુથી આ વર્ષની ઉજવણીને વધુ ભવ્ય અને લોક ભાગીદારીસભર બનાવવામા
આવશે.

ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો
કાર્યક્રમની વિગત તારીખ સમય
સર્વે મંડળોની બેઠક ૧૯ ઓગસ્ટ રાત્રે ૯ વાગ્યે, નાગર બોર્ડીંગ ખાતે
ટ્રાંસ્પોર્ટરોની બેઠક ૨૦ ઓગસ્ટ સાંજે ૭ વાગ્યે, નાગર બોર્ડીંગ ખાતે
તાવા પ્રસાદ, શીલ્ડ વિતરણ ૨૨ ઓગસ્ટ સાંજે 7 વાગ્યે
ગોપી કિશન સ્પર્ધા ૨૭ ઓગસ્ટ
ભવ્ય રાષ્ટ્ર ભક્તીનો ડાયરો ૩૧ ઓગસ્ટ
ધર્મ સભા-યાત્રા પ્રસ્થાન ૪ સપ્ટેમ્બર સવારે 8 વાગ્યે, મવડી ચોકથી

You Might Also Like

રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ ૭ ગોલ્ડ મેડલ મેળવ્યા : હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધામાં જોડાશે

કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમમાં ગણેશ સ્થાપન : ગણપતિજીને સ્કૂલ ડ્રેસ અને આઈ-કાર્ડ પહેરાવાયા!

રેસકોર્સ સિદ્ધિ વિનાયક ધામમાં ગણપતિ મહોત્સવ : પ્રથમ દિવસે અગ્રણીઓએ આરતીનો લાભ લીધો

ડૉ. યાજ્ઞિક રોડ પર ‘રાજકોટ કા મહારાજા’ ગણેશ મહોત્સવનો પ્રારંભ

‘સર્વેશ્વર ચોક કા રાજા’ની સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય મહાઆરતી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઝેરમુક્ત ભારત કૃષિનો સંકલ્પ : સંસ્કૃતિ વાડીના પ્રયોગોથી પ્રાકૃતિક ખેતીને નવી દિશા
Next Article રાજકોટ સિવિલમાં દવાનો સ્ટોક ખૂટ્યો, 300થી વધુ ઓર્થોપેડિકના દર્દીઓએ બહારથી દવા ખરીદવી પડી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ ૭ ગોલ્ડ મેડલ મેળવ્યા : હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધામાં જોડાશે

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
અમદાવાદથી ઉજજૈન હવે માત્ર 6 કલાકમાં!
2000થી વધુના UPI ટ્રાન્સઝેકશન પર હવે ચાર્જ
દિલ્હી એરપોર્ટ પર ગંભીર સુરક્ષા ચૂક : ઇમિગ્રેશન વગર ૩ લોકો મ્યુનિક પહોંચી ગયા
3300 કરોડના માલિકે રસ્તા પર ભીખ માગી!
રશિયાથી તેલ ખરીદવું ભારતને મોંઘુ પડશે : USની 100% ટેરિફની તૈયારી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ ૭ ગોલ્ડ મેડલ મેળવ્યા : હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધામાં જોડાશે

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાજકોટ

કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમમાં ગણેશ સ્થાપન : ગણપતિજીને સ્કૂલ ડ્રેસ અને આઈ-કાર્ડ પહેરાવાયા!

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

રેસકોર્સ સિદ્ધિ વિનાયક ધામમાં ગણપતિ મહોત્સવ : પ્રથમ દિવસે અગ્રણીઓએ આરતીનો લાભ લીધો

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?