અકિલા ચોકથી મહિલા અંડરબ્રિજ સુધી સૂત્રોચ્ચાર સાથે માર્ચ યોજી કોંગ્રેસ સામે આક્રોશ વ્યક્ત કરાયો
રાષ્ટ્રીય કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રગીતનું અપમાન થયાના આક્ષેપ સાથે રાજકોટ શહેર ભાજપ યુવા મોરચા દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. રાષ્ટ્રગીતના સન્માન અને અસ્મિતાના રક્ષણ
માટે શહેર ભાજપ યુવા મોરચા દ્વારા અકિલા ચોકથી કિસાનપરા ચોક થઈ મહિલા અંડરબ્રિજ સુધી વિશાળ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું
હતું.આ કેન્ડલ માર્ચમાં યુવા મોરચાના હોદ્દેદારો, કાર્યકરો અને નાગરિકો હાથમાં મીણબત્તીઓ તેમજ રાષ્ટ્રધ્વજ સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા. માર્ચ દરમિયાન કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ભારે રોષ વ્યક્ત કરાયો હતો. યુવા
મોરચાના નેતાઓએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રગીત દરમિયાન અશિસ્ત અને અનાદર દાખવવો એ કરોડો દેશવાસીઓની લાગણી સાથે ખિલવાડ સમાન છે અને આ કૃત્ય બદલ કોંગ્રેસે દેશની જનતાની માફી
માંગવી જોઈએ. કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ યુવા મોરચાના મહામંત્રી ડો. દેવાંગીબેન મૈયડ, પ્રદેશ મંત્રી જયભાઈ શાહ, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, મેયર ડો. નેહલકુમાર શુકલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા,
દંડક સંજયસિંહ રાણા, શહેર યુવા મોરચાના પ્રમુખ મિલનભાઈ લીંબાસીયા, મહામંત્રી જયકિશનભાઈ ઝાલા અને હિમાંશુભાઈ રાજ્યગુરુ સહિતના આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.




