પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે રાજકોટમાં આજી નદીના કાંઠે આવેલા રામનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. પૂજા-અર્ચના અને ભક્તિમય માહોલ વચ્ચે વહેલી સવારથી ભક્તો
અહીં દાદાના દર્શને પહોંચ્યા હતા. મંગલા આરતીથી જ ભક્તોની લાંબી કતારો લાગી હતી. શ્રદ્ધાળુઓએ જલાભિષેક, દુગ્ધાભિષેક અને બિલીપત્ર અર્પણ કરી પૂજા-અર્ચના કરી હતી. સમગ્ર મંદિર પરિસર “હર હર મહાદેવ” અને
“બમ બમ ભોલે”ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. શ્રાવણ મહિના દરમિયાન, ખાસ કરીને સોમવારના દિવસે અહીં ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે, જેનાથી પરિસરમાં મેળા જેવો ઉત્સાહભર્યો માહોલ જોવા મળે છે.
શ્રાવણના પ્રથમ સોમવારે સ્વંભૂ રામનાથ મહાદેવ મંદિરે ભક્તોનો ઘોડાપૂર




