સમજાવટ બાદ બોલવા, ચાલવા અને સાંભળવામાં અશક્ત વૃદ્ધાને રાખવા તેમના પુત્રો તૈયાર થયા
માબાપ તેમના સંતાન માટે જાત ઘસી નાખી તેમનો ઉછેર કરતા હોઈ છે. સંતાન મોટુ થઈ વૃધ્ધાવસ્થામાં તેમની કાળજી લેશે તે અપેક્ષા દરેક સંતાન પાસે તેમના માતાપિતાની રહેવાની. પરંતુ કેટલાક કિસ્સામાં પુત્ર ભૂલી જઈ ઘરડા માબાપને તરછોડી દેતા કે અવગણના કરતા જોવા મળે છે. આવા એક કિસ્સામાં વૃદ્ધાની મદદે આવી ૧૮૧ અભ્યામની ટીમ.
રાજકોટ ૧૮૧ મહિલા હેલ્પ લાઈન ટીમને એક વ્યકતીએ જાણ કરેલ કે એક વૃદ્ધ માજી છે. જેને ચાર દિકરા છે અને એક દિકરી છે. માજી પથારીવશ છે પરંતુ દિકરાઓ રાખવાની ના પાડે છે.
- Advertisement -
કોલ આવ્યાના તુરંત બાદ ફરજ ઉપર ના હાજર કાઉન્સેલર ચંદ્રીકાબેન મકવાણા અને મહીલા કોન્સ્ટેબલ પુષ્પાબેન બાબરીયા તથા ચાંચીયા કૌશીકભાઈ ગણતરીની મીનીટોમા પિડિતાની મદદ માટે તેમના નિવાસ સ્થાને પહોંચી ગયા હતાં.
પિડિતા માજી પાસે પહોંચી કાઉન્સેલર દ્વારા કાઉન્સેલીંગ કરતા જાણવા મળેલ કે, માજી સાંભળી, બોલી શકતા નથી કે ખાટલા માંથી ઉભા પણ થઈ શકતા નહોતા. પિડિતા માજીને તેમનો સૌથી નાનો દિકરો સાચવતો હતો જે પોતે બીમાર રહે છે. હદયની બીમારી હોય માજીની સંભાળ લેવામાં તકલીફ પડતી હતી, પરંતુ માજીના બીજા ત્રણ દિકરા પણ ધ્યાન નહોતા આપતા.
૧૮૧ ટીમે માજીના બન્ને પુત્રોને બોલાવી તે બંને દિકરાઓનુ કાઉન્સેલીંગ કરેલ હતું. દિકરાઓને કાયદાકીય અને સામાજિક જવાદારી અંગે માહિતગાર કરી પરિસ્થિતિની ગંભીરતા સમજાવતા સંતાનો તેમની વૃદ્ધ માતાની સારસંભાળ માટે તૈયાર થયા હોવાનું ૧૮૧ ટીમના કો-ઓર્ડિનેટરની યાદીમાં જણાવાયું છે.
- Advertisement -



