દિવાળીના તહેવારોના દિવસોમાં મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત માટે આવતા મુલાકાતીઓ માટે જાહેર રજાના દિવસોમાં પણ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મજા મળી શકે તે માટે રાબેતા મુજબ ખુલ્લું રાખવામાં આવશે તેમ મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.
મહાત્મા ગાંધી મ્યુઝીયમ જાહેર જનતા માટે સવારે ૧૦:૦૦ થી સાંજના ૬:૦૦ વાગ્યા સુધી મુલાકાત માટે ચાલુ રહેશે. જેની શહેરીજનોએ નોંધ લેવા વિનંતી.
- Advertisement -



