By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    1 day ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    5 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    5 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    6 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં
    6 minutes ago
    ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
    7 minutes ago
    વિદ્યાર્થીના સમર્થનમાં અન્ના હજારેનું મૌન વ્રત
    8 minutes ago
    દેશને નેપાળ બનાવવા વિરોધ પક્ષનાં હવાતિયાં
    9 minutes ago
    No.1, RC, XXX, એન્ટિક્વિટી, બેગપાઈપર સહિત 6 દારૂ બ્રાન્ડના નમૂના ફેઈલ
    10 minutes ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    3 hours ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    2 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    3 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    3 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    6 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જંક્શન પ્લોટમાંથી 9.61 લાખના એમડી, ચરસ, હાઈબ્રીડ અને સાદા ગાંજા સાથે હિસ્ટ્રીશીટરની ધરપકડ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > જંક્શન પ્લોટમાંથી 9.61 લાખના એમડી, ચરસ, હાઈબ્રીડ અને સાદા ગાંજા સાથે હિસ્ટ્રીશીટરની ધરપકડ
CRIME

જંક્શન પ્લોટમાંથી 9.61 લાખના એમડી, ચરસ, હાઈબ્રીડ અને સાદા ગાંજા સાથે હિસ્ટ્રીશીટરની ધરપકડ

Khaskhabar Editor
Last updated: 2026/07/23 at 1:40 PM
Khaskhabar Editor 2 hours ago
Share
36 Min Read
SHARE

રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર

રાજકોટ શહેર એસઓજીની પેડલરો ઉપર સર્જીકલ સ્ટ્રાઈક, સતત ત્રીજા દિવસે દરોડો

- Advertisement -

રાજકોટમાં માદક પદાર્થોની હેરાફેરી ઉપર એસઓજી સતત ધોંસ બોલાવી રહી છે શહેર એસઓજીએ આજે સતત ત્રીજા દિવસે હેટ્રિક કરી માદક પદાર્થો સાથે એક હિસ્ટ્રીશીટરને દબોચી લીધો છે એસઓજીએ જંક્શનમાં બાતમી આધારે દરોડો પાડી 9.68 લાખના એમડી, ચરસ, હાઈબ્રીડ ગાંજો અને સૂકા ગાંજા સાથે એક શખ્સની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા તથા એસીપી ક્રાઇમ ભરત બી. બસીયા તરફથી યુવાધન નશાના રવાડે ન ચડે તે માટે હાથ ધરાયેલ ‘સે નો ટુ ડ્રગ્‍સ’ મિશન અંતર્ગત કડક કાર્યવાહી કરવા મળેલી સૂચના અન્વયે પીઆઇ એન.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.વી. જાડેજાની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના હરદેવસિંહ જાડેજા, ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, યોગરાજસિંહ ગોહિલ તથા અનોપસિંહ ઝાલાને બાતમી મળી હતી કે અગાઉ ખૂનના ગુન્‍હામાં પકડાયેલ આરોપી રમેશ ઉર્ફે મુન્નો સિંધી, હાલ રાજકોટના જંક્શન પ્લોટ ખાતે આવેલ પારસ એપાર્ટમેન્‍ટમાં હાજર છે અને પોતાના કબજામાં માદક પદાર્થનો જથ્‍થો રાખી છૂટક વેચાણ કરવાની તૈયારી કરી રહ્યો છે આ બાતમી આધારે પોલીસે દરોડો પાડી મૂળ ફુટનો વેપાર કરતા આરોપી રમેશભાઇ ઉર્ફે મુન્નો કેવડામલ શીવનદાસ ગુલવાણી ઉ.46ની અટકાયત કરી સ્‍થળ પરથી રૂ. ૫,૭૦,૭૭૦નો ૧૬૦.૫૬૦ ગ્રામ મેફેડ્રોન (એમડી), રૂ. ૨૪,૫૦૭નો ૯૮.૦૩ ગ્રામ ચરસ, રૂ. ૨,૮૦,૪૫૫નો ૮૦.૧૩૦ ગ્રામ હાઇબ્રિડ ગાંજો, રૂ. ૮૬,૫૦૦નો ૧.૭૩૦ કિ.ગ્રામ સુકો ગાંજો તેમજ રૂ. ૫,૫૦૦ ના બે મોબાઈલ ફોન, ૩ વજનકાંટા અને ૧૧૧ વેકયુમ પેક કોથળીઓ મળી કુલ 9,68,032નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે રાજકોટના પ્રદ્યુમન નગર પોલીસ સ્‍ટેશનમાં એન.ડી.પી.એસ. એક્‍ટ હેઠળ ગુન્‍હો રજીસ્‍ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે આરોપી રમેશ ઉર્ફે મુન્નો અગાઉ પણ જુનાગઢ બી ડીવીઝનમાં માદક પદાર્થના ગુનામાં, રાજકોટના ગાંધીગ્રામ, પ્રદ્યુમનનગર અને મહિલા પોલીસ સ્‍ટેશનમાં મારપીટ, પ્રોહિબિશન અને શારીરિક માનસિક ત્રાસ જેવા કુલ 8 જેટલા ગુન્‍હાઓમાં પકડાઈ ચૂકયો છે.

નિઃસંતાન પણાના મેણા મારી સાસુ કહેતા અમે અમારા દીકરાને ચાર વખત ઘોડીએ ચડાવશું : પરિણીતાની સાસરિયા સામે ફરિયાદ

રાજકોટના પરસાણાનગરમાં સાતેક મહિનાથી માવતરે રહેતા પુષ્પાબેન મનિષભાઈ મેરાણ ઉ.40એ પરસાણાનગરમાં જ રહેતા પતિ મનીષ કવાભાઇ મેરાણ, સસરા કવાભાઇ ચનાભાઈ મેરાણ, સાસુ સોનાબેન, જેઠ પ્રવીણભાઈ અને જેઠાણી બેનાબેન સામે શારીરિક માનસિક ત્રાસ આપવા અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે અમારા પ્રેમ લગ્ન તા. ૩૦/૦૮/૨૦૦૫ના રોજ રાજકોટ થયા હતા બાદ મારા પિયર અને સાસરી પક્ષની સહમતીથી તા-૦૩/૦૫/૨૦૦૭ ના અમારા સમાજના રીતરીવાજ મુજબ લગ્ન કર્યા હતા બારેક વર્ષ બાદ મારા પતિને બીજી સ્ત્રી સાથે વાત ચીત કરતા પકડાતા મેં મારા પતિને આ બાબતે પુછતા કહેવા લાગેલ કે હવે પછી આવુ નહિ કરું જેથી મેં મારા પતિ પર વિશ્વાસ કરેલ. બાદ મારે પ્રેગ્નેશી ના રહેતા મેં મારું મેડીકલ ચેકઅપ કરાવ્યુ હતું જે રિપોર્ટ નોર્મલ આવ્યા બાદ મારા પતિને અવાર નવાર રીપોર્ટ કરાવવાનુ કહેતા મારા પતિ તેનો મેડીકલ રીપોર્ટ કરાવતા નહી. અને નાની નાની વાતમા ઘરખર્ચ બાબતે માથાકુંટ કરતા અને બધા મારી સાથે બોલાચાલી કરતા તો મારા જેઠ મારા પર હાથ ઉપાડી લેતા. અને મારા સાસુ સસરા કહેતા કે તારે આ ઘરમા રહેવું હોય તો આ બધુ સહન કરવું પડશે. બાદ ૨૦૧૫મા અમો પતિ-પત્ની મારા સસરાના બીજા મકાનમાં રહેવા ગયા હતા મારા જેઠ અને જેઠાણી ત્યાં અવાર નવાર આવી કહેતા આ તમારુ ઘર નથી અને તમારે રહેવું હોય તો બીજે ભાડાનુ મકાન ગોતી લો એમ કહી આ બન્ને મારી સાથે ઝઘડો કરતા અને મને જેમ ફાવે તેમ બોલી ગાળા ગાળી કરતા અને મને ઘરેથી કાઢી મુકવા અવાર નવાર દબાણ કરતા બાદ મારા પતિએ 2020માં કોઈ સ્ત્રી સાથે મારી જાણ બહાર મારા પતિએ મૈત્રી કરાર કરી અને ઘરે આવેલ નહી. જેથી હું મારા સાસુ સસરા સાથે રહેવા જતી રહેલ. અને મારા સાસુ સ સરા મારા પતિને સમજાવવા બદલે મારા પતિનો સાથે આપતા. અને મને જેમ ફાવે બોલતા. હું ત્યારે પ્રાઇવેટ નોકરી કરતી. જેથી આ મૈત્રી કાર રદ કરાવવા વિકલની અડધી ફી મેં ભરેલ.અને ત્યારે મારા સસરાએ સમાધાન પેટે આ સ્ત્રીને પૈસા આપેલ મને અવાર નવાર મારા પતિ અને સાસુ સસરા મને ફોસલાવી લેતા.બાદ આ મૈત્રી કરાર રદ થયા બાદ અમારે એકાદ વર્ષ સારુ ચાલેલ. બાદ મારા પતિએ ફરીથી બીજી સ્ત્રી સાથે મૈત્રી કરાર કરી પછી અને ફરીથી રદ કરાવેલ ત્યારે તેઓ માટે મારા સાસુ-સસરા તમામ વસ્તુઓ અને રાશન મોકલતા.આમ મારા સસરા આ બધામાં મારા પતિ નો સપોર્ટ કરતા.બાદ આ બન્ને મૈત્રી કાર વાળાના ઘરવાળાએ પ્ર.નગર પોલીસ સ્ટેશન ખાતે મારા પતિ વિરુધ્ધ ફરીયાદ કરતા મારા સસરાએ સમાધાન પેટે તે બન્ને સ્ત્રીઓને પૈસા આપેલ. અને હું તેમની પુત્રવધુ હોવા છતા. મારી અવગણના કરતા. હું ત્યારે પ્રાઇવેટ નોકરી કરતી.જેથી મારો જે પગાર આવતો તેમાથી હું ઘરમા ઘરખર્ચ માટે પૈસા આપતી.અને મારા પતિએ મારા પર લોન લિધેલ હતી. જે લોનાના તમામ હપ્તા પણ મેં ભરેલ છે. અને મારા પતિએ જે જગ્યાએ પૈસા ઉછીના લિધેલ હોય તેઓ ઉઘરાણી માટે અમારા ઘરે આવતા જે પૈસા મારા પગારમાંથી મારા સાસરીવાળા અપાવતા. અને મારે સંતાન ન હોવાથી મારા સસરા મને મમ્હેણા મારતા કે મારા દિકરાને તો ચાર વખત ઘોડે ચડાવશુ. જેથી મારા પતિ અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ રાખતા. હું રસોડામા રસોઇ બનાવવા જાવ તો મારા જેઠાણી મને રસોડામા જવા દેતા નહી.જેથી અમારે બન્ને વચ્ચે બોલાચાલી થતી તો મારા જેઠ પ્રવિણભાઈ આવી મને ગાળા ગાળી કરવા લાગતા હું શાકાહારી હોય જેથી મારા જમવા બાબતે પણ રોક ટોક કરતા. અને હું બિમાર પડતી તો મને સારવાર કરાવાના બદલે મારા સાસરીવાળા અંધશ્રધ્ધામાં માનતા હોવાથી મને ભુવા પા સે લઇ જઇ અને દોરા ધાગા કરાવતા હતા અંતે સમાધાન નહિ થતા ફરિયાદ નોંધાવી હતી.

- Advertisement -

તને બહુ હવા આવી ગઈ છે, તારા હાથ-પગ ભાંગી નાખવાની છે કહી ધમકી

રાજકોટના કોઠારીયા સોલ્વન્ટમાં શીતળાધારમાં રહેતા અને મજૂરી કરતા મયુરભાઇ કેશુભાઇ દાફડા ઉ.40એ ભરત તથા તેની સા થેના બે અજાણ્યા માણસો સામે આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 15 તારીખે બપોરે હું ઘરે હતો ત્યારે ભરતભાઈ પોપટભાઇ પરમાર જેનુ હુ જોયે ઓળખુ છુ તે તથા તેની સાથે તેના બે મિત્રો મારા ઘરની સામે ઉભા હતા અને જેમ ફાવે તેમ ગાળો બોલતા હોય જેથી ઘરની બહાર જોવા નિકળેલ તેવામા આ ભરતભાઇએ મારી સામે આંગળી ચીંધી કહેવા લાગેલ કે તું ધ્યાનમા જ છો મને પચાસ હજાર રુપીયા આપ જેથી મે તેને પુછેલ કે શેના પચાસ હજાર મે તમારી સાથે કોઈ વ્યવહાર કરેલ નથી મારે તમારી સાથે કોઇ લેવા દેવા નથી જેથી આ ભરત તથા તેના બીજા બે મિત્રો મને ગાળો દેવા લાગેલ આથી મે તેમને કહેલ કે તમે મને વગર કારણે શુ કામ હેરાન કરો છો તેમ કહી ગાળો દેવાની ના પાડતા આ ભરતે છરી કાઢી મારી તરફ ઉગામી કહેલ કે તને બહુ હવા આવી ગઇ છે તારા હાથ-પગ ભાંગી તને જાનથી મારી નાખવાનો થાય છે આમ કહી મારી સાથે બોલાચાલી ઝઘડો કરવા લાગેલ બાદ હુ ડરી ગયેલ અને મારા ઘરમા જતો રહેલ બાદ તેઓ ત્યાથી નીકળી ગયેલ બાદ મને ડર લાગતા થોડીવાર પછી હુ આજીડેમ પો.સ્ટે ખાતે આ બાબતેની અરજી આપવા ગયેલ હતો અને બાદમાં ફરિયાદ નોંધાવી હતી.

પરિણીતા વિષે ખરાબ કોમેન્ટ કરી, સતામણી કરતા શખ્સ સામે પ્રનગરમાં ગુનો

રાજકોટના રેલનગરમાં રહેતા 38 વર્ષીય મહિલાએ રેલનગરના સાધુ વાસવાણી કુંજ રોડ ઉપર આવેલ દ્વારકા વીલેજમાં રશેતા હાર્દિક રમેશભાઈ પોપટ સામે છેડતી કરી ધમકી આપવા અંગે પ્રનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે મારે બે સંતાન છે મારાં પતિ નોકરી કરે છે ગઇ તા.૨૭/૦૫ના રોજ બપોરે હુ મારા ઘરે હતી ત્યારે હાર્દીકભાઈ પોપટએ મારો તથા મારા પતીનો મોબાઇલ નંબર લખી ખરાબ કોમેંટ લખી પોસ્ટર બનાવી સોસાયટીના નાકા ઉપર લગાડેલ હોઇ જેથી મે જે તે વખતે મારા પતીએ પો.સ્ટે.મા લેખીત જાણ કરેલ અને ત્યાર બાદ આ હાર્દીકભાઇ અવાર નવાર હુ મારા દીકરાઓને નિશાળે જવા બસમા બેસાડવા અથવા તો બજારમા ખરીદી કરવા જાવ ત્યારે તે મારો પીછો કરી મારા તથા મારા પતી તેમજ મારા બાળકોના ફોટા પાડી બીભત્સ ટીપણીવાળા ફોટા શેર કરી હેરાન કરતો હોઇ અને અવાર નવાર તે મારી છેડતી કરતો હોઇ મે તેને આવુ ન કરવા કહેતા તે મારી ઉપર ઉશકેરાય ગયેલ અને કહેવા લાગેલ કે જો આ બાબતે કોઇને જાણ કરીશ તો તને તથા તારા પતી તેમજ બાળકોને જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપતો હતો તેમજ તેણે આજરોજ પણ સોસાયટીના ગ્રુપમા ફરી ખરાબ કોમેંટ કરી હોવાથી અંતે ફરીયાદ નોંધાવતા પીએસઆઇ ભગોરાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મઘરવાડામાં ચોરીનો આરોપ મૂકી શ્રમિકને ખાટલે બાંધી તાલિબાની સજા આપી મોતને ઘાટ ઉતારી દીધો : કાવ્યા એલોય કંપનીના માલિકના પુત્ર, મેનેજર સહીત 9 સામે ગુનો

રાજકોટમાં તાલીબાની સજા શ્રમિકનું ઢીમ ઢાળી દેતા ચકચાર મચી ગઈ છે મઘરવાડામાં આવેલ કાવ્યા એલોય કંપનીમાં કામ કરતો 40 વર્ષીય ઉત્તરપ્રદેશનો યુવક કોપરનો વાયર ચોરી કરી ભાગવા જતાં રંગેહાથ પકડાઈ જતાં કંપનીના મેનેજર, માલિકનો પુત્ર સહિત 9 જેટલા શખ્સોએ યુવકને ખાટલા પર બાંધી બહેરેમીથી માર મારી મોતને ઘાટ ઉતારી દિધો હતો કુવાડવા રોડ પોલીસની ટીમે મૃતદેહને ફોરેન્સીક પીએમમાં ખસેડી નવ શખ્સો સામે હત્યા, રાયોટીંગ સહિતની ગંભીર કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને ઉપાડી લઈ સઘન પુછતાછ હાથ ધરી છે. રાજકોટની ભાગોળે આવેલ મઘરવાડા ગામમાં આવેલ કાવ્યા એલોય નામની કંપનીમાં રહેતાં સર્વેશ સુશીલકુમાર ચૌહાણ ઉ.20એ શેઠ ભાવેશભાઈ લીંબાસીયાનો દિકરો સાહિલ તથા મેનેજર શની રૈયાણી, પાર્થ હાપલીયા, ડેનીશ હાપલીયા, સત્યમ ડોબરીયા, રમેશ સિધ્ધાર્થ, વિશાલ જાટપ, રાજુ ઠાકોર, મુના વર્મા તથા બીજા અજાણ્યા શખ્સો સામે નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તે ભઠ્ઠીમાં માટી ઉપાડવાનુ મજુરીકામ કરે છે તેઓ આઠ ભાઈ બહેન છે. તે અહી કંપનીમાં એક મહીના પહેલા કામ ઉપર આવેલ તે અને તેમના મોટા બાપુનો દિકરો ચંદ્રવીર સાથે રહે છે, જે ચંદ્રવીર ભગવતી ચૌહાણ અહીં બે મહીનાથી કામ કરે છે ગઇ તા.21ના રાત્રીના કામ પુરૂ કરી અને ત્યા રહેવાની ઓરડીએ ગયો હતો રાત્રીના દોઢેક વાગ્યાના અરસામાં કારખાનાના મેનેજર શનીભાઈ તથા પાર્થભાઈ બંને આવેલ અને તેને જગાડી તેની સાથે ચાલવાનુ કહેતા તેઓ એક બાઈક લઇને આવેલ તેમા બેસી ગયેલ અને તેઓ કુવાડવા ગામ બાજુ લઇ ગયેલ જયા રસ્તામાં રોડ ઉપર એક દુકાન આવેલ ત્યા ઉભા રહેલ જયા બે માણસો તથા ભાઈ ચંદ્રવીર ત્રણેય બેઠેલ હતા. ત્યા શનીભાઇએ જણાવેલ કે, તારો ભાઈ ચંદ્રવીર આપણા કારખાનામાંથી માલ ચોરીને જતો હતો અને તેને પકડેલ છે બાદ શનીભાઈ સહિતના શખ્સોએ ભાઈ ચંદ્રવીર પાસે રહેલ પ્લાસ્ટીકનો કોથળો ખોલી જોયેલ તો તેમા કોપરનો તાર હતો જેનુ વજન આશરે પાત્રીસ કીલો જેટલુ હતુ. જેથી બધા તે પ્લાસ્ટીકનો કોથળો તથા ભાઇ ચંદ્રવીરને લઇ કારખાને પરત આવેલ અને ભાઈ ચંદ્રવીરને ગાભા ખાતામાં મુકી યુવક રૂમે પરત આવી ગયેલ હતો. બાદ ગઈકાલે સવારે આઠેક વાગ્યે તે કામે આવેલ ત્યારે કારખાનાના ગેઇટ પાસે રોડ પર શેઠ ભાવેશભાઈ લીંબાસીયાનો દિકરો સાહિલભાઈ તથા મેનેજર શનીભાઇ રૈયાણી, પાર્થભાઈ હાપલીયા, ડેનીશભાઇ હાપલીયા, સત્યમભાઈ ડોબરીયા, રમેશ સિધ્ધાર્થ, વિશાલ જાપ, રાજુ ઠાકોર, મુના વર્મા તથા બીજા અજાણ્યા માણસોએ તેમના ભાઈને ત્યા ખાટલા ઉપર ઉંધો સુવડાવી દોરી વડે બાંધીને રાખેલ હતો તેઓ બધા ભાઈ ચંદ્રવીરને મારતા હતા અને ભાઇને પુછતા હતા કે, તારી સાથે ચોરી કરવામાં મદદમાં કોણ હતુ? બાદ તેઓ યુવકને જોઇ ગયેલ જેથી તેમને બોલાવી કહેલ કે, તુ આમના ભેગો ચોરીમાં સાથે હતો નહી ને? જેથી યુવકે ના પાડેલ કે મને નથી ખબર કે, તે કયારે ચોરી કરીને ગયેલ છે, તે રાત્રીના રાજકોટ જવાનુ કહીને નીકળેલ હતો. બાદ આ બધા વારા ફરતી વારા ભાઈ ચંદ્રવીર જેને ખાટલા ઉપર ઉંધો સુવડાવી દોરી વડે બાંધેલ હોય તેને પાછળના ભાગે પ્લાસ્ટીકની નળી વડે તથા મશીનના પટ્ટા વડે માર મારતા હતા. બાદ આ બધા આશરે એકાદ કલાક મારા ભાઇ ચંદ્રવીરને વારા ફરતી વારા થોડી થોડી વારે માર મારતાં ભાઇ ચંદ્રવીર બેભાન થઇ જતા આ લોકોને કહેલ કે, વધુ ના મારશો નહીતર મારો ભાઈ મરી જશે, તેમ કહેતા સાહિલએ કહેલ કે, આજ તો આને ચોરીની સજા આપવાની જ છે, તેમ કહી આ લોકોએ ભાઈને મારવાનુ ચાલુ રાખેલ હતું. ત્યારબાદ યુવક અને મેનેજર શની, પાર્થભાઈ ભાઈ ચંદ્રવીરને ઉચકીને તેઓ જ્યાં રહે છે તે ઓરડીમાં સુવડાવી દીધેલ. બાદ આશરે એકાદ કલાક બાદ શેઠના દિકરા સાહિલ, મેનેજર તથા બીજા તેની સાથેના લોકોએ ફરીયાદી યુવકને ભાઈ ચંદ્રવીરને પાણી પીવડાવવા માટે મોકલતા તે ભાઇ પાસે ગયેલ અને જોયેલ તો ભાઈ બેભાન હાલતમાં હોય કશુ બોલતો ન હતો. જે વાતની જાણ શેઠના દિકરા તથા મેનેજરને કરતા તેઓ ઓરડી ખાતે આવી અને જોયેલ તો ચંદ્રવીર કાઇ બોલતો ન હતો. બાદ તેઓએ શેઠ ભાવેશભાઇને જાણ કરતા શેઠ દોડી આવેલ અને ભાઈ ચંદ્રવીરને જોયેલ બાદ તેઓએ 108 ને બોલાવતા દોડી આવેલ 108 ની ટીમના તબીબોએ ચંદ્રવીરને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો.જે બાદ પોલીસને જાણ થતાં કુવાડવા રોડ પોલીસ પણ દોડી આવેલ અને ચંદ્રવીરની લાશને પીએમ અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ સઘન પૂછતાછ હાથ ધરી છે.

મોરબી-બોટાદના મત્સ્યઉદ્યોગ અધિકારી રાજકોટમાં 50 હજારની લાંચ લેતા ઝડપાયા

રાજકોટના સિવિલ હોસ્પિટલ ચોક નજીક ભાવનગર એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ એક મોટી સફળ ટ્રેપ ગોઠવીને બોટાદ મત્સ્ય ઉદ્યોગના ઇન્ચાર્જ અધિક્ષકને રૂ. ૫૦,૦૦૦ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. સરકારી કામકાજ માટે ટેન્ડરના વર્ક ઓર્ડર આપવા અને રિજેક્ટ થયેલા ટેન્ડરના ડિમાન્ડ ડ્રાફ્ટ (DD) પરત કરવાના બહાને ક્લાસ-૨ અધિકારી દ્વારા આ રકમની માંગણી કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદીએ ચાલુ વર્ષ દરમિયાન મત્સ્યઉદ્યોગ ખાતામાં કુલ ૭ ટેન્ડર ભર્યા હતા. જેમાંથી 3 ટેન્ડર મંજૂર (પાસ) થયા હતા અને 4 ટેન્ડર રિજેક્ટ થયા હતા. મંજૂર થયેલા ટેન્ડરના વર્ક ઓર્ડર આપવા તેમજ રિજેક્ટ થયેલા ટેન્ડરના ડિમાન્ડ ડ્રાફ્ટ પરત આપવાની અવેજીમાં મત્સ્યઉદ્યોગ વિભાગના અધિક્ષક ખોડાભાઈ વલ્લભભાઈ રામાણી દ્વારા શરૂઆતમાં 1 લાખની લાંચની માંગણી કરવામાં આવી હતી. જોકે, ફરિયાદી સાથે રકઝકના અંતે 50,000 આપવાનું નક્કી થયું હતું. ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે તુરંત ભાવનગર એસીબીનો સંપર્ક કરીને સમગ્ર મામલે લેખિત ફરિયાદ નોંધાવી હતી ફરિયાદીની કાયદેસરની ફરિયાદના આધારે ભાવનગર એસીબી પીઆઇ આઇ.જે.ગીડા, પીઆઇ ટી એસ રઝવી સહિતની ટીમે બુધવારે સાંજે રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલ ચોક નજીક આવેલી એસબીઆઈ (SBI) બેંક પાસે લાંચનું છટકું ગોઠવ્યું હતું. આરોપી ખોડા રામાણી ત્યાં આવી પહોંચ્યા હતા અને ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી 50,000ની લાંચની રકમ સ્વીકારી હતી. તેમણે પૈસા હાથમાં લીધા કે તરત જ પૂર્વ આયોજિત ગોઠવણ મુજબ એસીબીની ટીમે તેમને રંગે હાથ ઝડપી લીધા હતા. એસીબીએ લાંચની રકમ કબ્જે કરી આરોપી સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપી ખોડાભાઇ વલ્લભભાઇ રામાણી મૂળ મોરબી ખાતે મત્સ્યઉદ્યોગના અધિક્ષક (ક્લાસ-2) તરીકે ફરજ બજાવે છે. પરંતુ, તેમની પાસે બોટાદ કચેરીનો પણ વધારાનો (ઇન્ચાર્જ) હવાલો હતો. બોટાદ વિભાગનો ચાર્જ હોવાનો ગેરફાયદો ઉઠાવીને તેમણે કોન્ટ્રાક્ટર પાસે વર્ક ઓર્ડર અને ડિમાન્ડ ડ્રાફ્ટ પરત મેળવવા માટે લાંચની માંગણી કરી હતી, જે અંતે તેમને જેલના સળિયા પાછળ ધકેલી ગઈ છે.

ગોંડલના અમૃત ગેસ્ટ હાઉસમાં ચાલતા કૂટણખાના પર દરોડો : સંચાલક સહિત ત્રણ ઝડપાયા

ગોંડલના મધ્યસ્થ એસ.ટી. બસ સ્ટેશન સામે આવેલા અમૃત ગેસ્ટ હાઉસમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓનો રાજકોટ ગ્રામ્ય એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે દરોડા દરમિયાન ગેસ્ટ હાઉસમાંથી કુટણખાનું ચલાવતા સંચાલક સહિત ત્રણ ઇસમોને ઝડપી પાડયા છે. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ ગ્રામ્ય એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન. એચ. શુકલ અને તેમની ટીમને બાતમી મળી હતી કે ગોંડલ બસ સ્ટેશન સામે આવેલ ‘અમૃત ગેસ્ટ હાઉસ’ના બીજા માળે કેટલાક શખ્સો પોતાના આર્થિક લાભ માટે બહારથી આવતા ગ્રાહકોને દેહસુખ ભોગવવા માટે પુરતી સુવિધા પૂરી પાડી રહ્યા છે આ બાતમી આધારે પોલીસે દરોડો પાડયો હતો. તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપીઓ દ્વારા બહારથી અલગ-અલગ મહિલાઓને બોલાવી, તેમને ગ્રાહકો સાથે શારીરિક સુખ ભોગવવા માટે ગેસ્ટ હાઉસના રૂમોમાં મોકલવામાં આવતી હતી. આ બદલામાં ગ્રાહકો પાસેથી રોકડ રકમ લેવામાં આવતી અને સંચાલકો પોતાનું કમિશન રાખી દેહવ્યાપારનો ધંધો ચલાવતા હતા પોલીસે સ્થળ પરથી ગોંડલનાં હરેશ હનિક લિંબાસિયા દશરથલાલ દિલીપલાલ રાઠોડ તથા સંચાલક ધર્મેશભાઈ મયાભાઈ ટોલીયા સામે ગુનો નોંધી ઘટનાસ્થળેથી દેહવ્યાપારના ધંધામાં ઉપયોગમાં લેવાયેલ રોકડ રકમ તથા અન્ય મુદામાલ મળી કુલ રૂા. ૧૫,૪૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે.આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી સિટી પોલીસ સ્ટેશન ખાતે આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.

રાજકોટ શહેરના 49 પોલીસ કર્મીને હેડ-ક્વાર્ટરમાં મુકાયા

રાજકોટ જિલ્લા પોલીસ બેડામાં મોટા પાયે ફેરફાર બાદ શહેર પોલીસમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા ગઈકાલે(22 જુલાઈ) રાતે એક સાથે 49 પોલીસ કર્મચારીઓની પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બદલીઓ કરવામાં આવી છે. જેમાં મોટાભાગે મહિલા પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે. એક જ સ્થળે 3 વર્ષ કે તેથી વધુ સમય સુધી ફરજ બજાવતા હોય તેવા મોટા ભાગના તમામ પોલીસ કર્મીઓની બદલી કરવા માટે નિર્ણય કર્યા બાદ ઉચ્ચ અધિકારીઓ દ્વારા યાદી તૈયાર કરી આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં આજે પ્રથમ યાદી જાહેર થયા બાદ આવતા દિવસોમાં બાકી રહેલ 150 જેટલા પોલીસ કર્મીઓની બદલી પણ નજીકના દિવસોમાં કરવામાં આવે તેવી પુરી શક્યતા સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આજરોજ બદલી પામેલા તમામ પોલીસ કર્મીઓને તાત્કાલિક અસરથી છુટા કરી બદલીના સ્થળે હાજર થવા માટે ફરમાન કરવામાં આવ્યું છે.રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા તાજેતરમાં એક યાદી તૈયાર કરવામાં આવી હતી. જેમાં એક સ્થળ પર 3 કે તેથી વધુ વર્ષથી ફરજ બજાવતા હોય તેવા પોલીસ કર્મચારીઓની યાદી બનાવવામાં આવી હતી. આ પછી તૈયાર કરવામાં આવેલ યાદી મુજબ ગઈકાલે 22 જુલાઈ પ્રથમ યાદીમાં એક સાથે 49 પોલીસ કર્મચારીઓની બદલી કરી દેવામાં આવી છે. જેમાં શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમા તેમજ ટ્રાફિક શાખા કે એટેચમે ફરજ બજાવતા પોલીસ કર્મીઓની બદલી શહેર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે કરવામાં આવી છે.

જસદણના પાંચવડા ગામ પાસે સૂટકેસમાંથી મૃતદેહ મળ્યો

જસદણ તાલુકાના પાંચવડા ગામ નજીક નદી કાંઠેથી એક બંધ સૂટકેસમાંથી અજાણ્યા શખ્સનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. પ્રાથમિક દ્રષ્ટિએ હત્યા બાદ પુરાવાનો નાશ કરવાના ઇરાદાથી લાશને સૂટકેસમાં ભરી ફેંકી દેવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક લોકોના ધ્યાનમાં આવ્યું કે પાંચવડા ગામ નજીક નદીના કાંઠે એક બિનવારસી અને શંકાસ્પદ સૂટકેસ પડ્યો હતો. આટકોટ પોલીસને જાણ થતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે સૂટકેસ ખોલતા અંદરથી અત્યંત કોહવાયેલી હાલતમાં માનવ મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકે જીન્સનું પેન્ટ અને શર્ટ પહેરેલું હતું.ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી રાજકોટ ગ્રામ્ય LCB, SOG તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કરી જરૂરી પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને ફોરેન્સિક તપાસ અને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.હાલ પોલીસે મૃતકની ઓળખ મેળવવા માટે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. મૃતક કોણ છે, તેની હત્યા ક્યાં અને કયા કારણોસર કરવામાં આવી હતી તેમજ મૃતદેહને અહીં કોણ ફેંકી ગયું તે સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખી અલગ-અલગ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને ચર્ચાનો માહોલ સર્જ્યો છે. પોલીસ દ્વારા ટૂંક સમયમાં મહત્વની વિગતો બહાર આવે તેવી શક્યતા છે.

તરઘડીની સીમમાં જુગાર રમતા રાજકોટના વેપારી સહીત છ ઝડપાયા

રાજકોટના તરઘડી ગામની સીમમાં આવેલી કેસરધાણી હોટલની પાછળ ગોલ્ડન એંકર સોસાયટીમાં ચાલતા જુગારધામ પર એલસીબીની ટીમે દરોડો પાડી અને જુગાર રમતા રાજકોટના સોની વેપારી, બાંધકામ ધંધાર્થી સહિત છ શખ્સોને ઝડપી લઇ રોકડ રૂપિયા 1.46 લાખ, મોબાઈલ, કાર સહિત 6.36 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં દારૂ-જુગારની પ્રવૃત્તિ પર કડક કાર્યવાહી કરવા આપેલી સૂચના અન્વયે એલસીબી પીઆઇ જે.પી.રાવની રાહબરીમાં પીએસઆઇ એચ.સી. ગોહિલ તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સ્ટાફને મળેલી બાતમી આધારે પડધરી તાલુકાના તરઘડી ગામની સીમમાં કેસરધાણી હોટલની પાછળ ગોલ્ડન એંકર સોસાયટીમાં ગિરીશ કાનજી ફળદુના મકાનમાં દરોડો પાડતા અહીં જુગાર રમતા છ શખસોને ઝડપી લીધા હતા પોલીસે રાજકોટના ગિરીશ કાનજી ફળદુ, મનસુખ હીરાભાઈ વોરા, સોની નિલેશ મણીલાલ પાટડીયા, નિતીન ગોવિંદ રામાણી, બાંધકામ ધંધાર્થી નરશી બાબુ ગઢીયા અને નિકુંજ બાવાલાલ પરસાણાની ધરપકડ કરી રોકડ રૂપિયા 1.46 લાખ 7 મોબાઈલ, કાર સહિત રૂ. 6,36,600 નો મુદામાલ કબજે કરી આ શખસો સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.

રાજકોટના ડબલ મર્ડરની ઘટનાની તપાસમાં પિસ્તોલ અને છ કાર્ટિસ કબજે

રાજકોટના 150 ફૂટ રીંગ રોડ ઉપર સોમનાથ સોસાયટીમાં સુરેશભાઈ અને તેના ભાઈ રાજેશભાઈ ધોળકીયાની છરીના ઘા ઝીંકી હત્યા નીપજાવવાના ગુનામાં પકડાયેલા આરોપી હાર્દિક ધોળકીયા ઉપર ખૂની હુમલાના કેસમાં યુનિવર્સીટી પોલીસે મૃતકના પુત્ર લાખા ધોળકીયાની ધરપકડ કરી રીમાન્ડ પર મેળવ્યો છે. બંને પક્ષો વચ્ચે થયેલી માથાકુટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં આરોપી લાખો હથિયાર લઈ ફરતો હોવાનું અને તેને પોતાના પેન્ટના નેફામાં મુકતો હોવાનું જોવા મળ્યું હતું. આ વીડિયોના આધારે પોલીસે લાખાની ઘનિષ્ઠ પુછપરછ કરતાં તેણે રૈયાધારમાં બંસીધર પાર્ક શેરી નં. ૧માં આવેલા મકાનમાંથી દેશી બનાવટની પિસ્તોલ કાઢી આપી હતી તેની સાથે છ જીવતા કાર્ટીસ પણ મળી આવ્યા હતા. આ બાબતે પુછપરછ કરતા લાખાએ જણાવ્યું કે, બનાવ વખતે તેના પિતા સુરેશભાઈને આરોપી હાર્દિકે છરીના ઘા ઝીંકતા તે જમીન પર ઢળી પડયા હતા. તે વખતે તેના પેન્ટના નેફામાંથી આ પિસ્તોલ નીચે પડી ગઇ હતી. જે પછીથી તેણે પોતાના ઘરે મૂકી દીધી હતી. આ પિસ્તોલ તેના પિતા ક્યારે અને કોની પાસેથી લાવ્યા તે વિશે કંઈ જાણતો નથી. જોકે વીડિયોમાં લાખો પોતે જ આ પિસ્તોલ સાથે ફરતો હોવાનું દેખાયું છે.આ સમગ્ર ઘટનાક્રમના પગલે યુનિવર્સીટી પોલીસે આજે લાખા અને હત્યાનો ભોગ બનનાર તેના પિતા સુરેશભાઈ સામે હેઠળ ગુનો દાખલ કર્યો હતો. એટલું જ નહીં આ પિસ્તોલ ખરેખર લાખો લઈ આવ્યો હતો કે તેના પિતા તે અંગે તપાસ હાથ ધરી છે. જો લાખો લઈ આવ્યો હોય તો તેણે કોની પાસેથી પિસ્તોલ લીધી તે મુદ્દે પણ પોલીસ તપાસ કરશે. ઉલ્લેખનીય છે કે, ડબલ મર્ડર અને સામાપક્ષે ખૂની હુમલાની ઘટનામાં ફાયર આર્મ્સનો ઉપયોગ નહીં થયાની માહિતી પોલીસને મળી છે. પરંતુ બનાવ વખતે આરોપીઓ પાસે ફાયર આર્મ્સ હોવાથી આર્મ્સ એક્ટ હેઠળ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

તરઘડીની સીમમાં જુગાર રમતા રાજકોટના વેપારી સહીત છ ઝડપાયા : એલસીબીએ રોકડ, કાર, મોબાઈલ સહીત 6.36 લાખની મતા કબ્જે કરી

રાજકોટના તરઘડી ગામની સીમમાં આવેલી કેસરધાણી હોટલની પાછળ ગોલ્ડન એંકર સોસાયટીમાં ચાલતા જુગારધામ પર એલસીબીની ટીમે દરોડો પાડી અને જુગાર રમતા રાજકોટના સોની વેપારી, બાંધકામ ધંધાર્થી સહિત છ શખ્સોને ઝડપી લઇ રોકડ રૂપિયા 1.46 લાખ, મોબાઈલ, કાર સહિત 6.36 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં દારૂ-જુગારની પ્રવૃત્તિ પર કડક કાર્યવાહી કરવા આપેલી સૂચના અન્વયે એલસીબી પીઆઇ જે.પી.રાવની રાહબરીમાં પીએસઆઇ એચ.સી. ગોહિલ તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સ્ટાફને મળેલી બાતમી આધારે પડધરી તાલુકાના તરઘડી ગામની સીમમાં કેસરધાણી હોટલની પાછળ ગોલ્ડન એંકર સોસાયટીમાં ગિરીશ કાનજી ફળદુના મકાનમાં દરોડો પાડતા અહીં જુગાર રમતા છ શખસોને ઝડપી લીધા હતા પોલીસે રાજકોટના ગિરીશ કાનજી ફળદુ, મનસુખ હીરાભાઈ વોરા, સોની નિલેશ મણીલાલ પાટડીયા, નિતીન ગોવિંદ રામાણી, બાંધકામ ધંધાર્થી નરશી બાબુ ગઢીયા અને નિકુંજ બાવાલાલ પરસાણાની ધરપકડ કરી રોકડ રૂપિયા 1.46 લાખ 7 મોબાઈલ, કાર સહિત રૂ. 6,36,600 નો મુદામાલ કબજે કરી આ શખસો સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.

તમારી દિકરી મરી જશે તો અમારા ઘરમાં જગ્યા થશે કહેતાં નવોઢાએ ફાંસો ખાઈ જિંદગીનો અંત આણી લીધો

રાજકોટમાં સાસરિયાના ત્રાસથી વધુ એક પરિણીતાએ આપઘાત કરી લીધો છે ભગવતીપરાની નવોઢાએ પતિ, સાસુ અને નણંદના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો સાસુ-નંણદે ઘરકામ બાબતે મેણાં મારવાનું શરૂ કર્યું હોય પતિને જાણ કરતા તેણે પણ મોઢું બંધ રાખવાનું કહી મારકૂટ કરી હતી સમગ્ર મામલે પરિણીતાના પિતાએ જમાઈ, વેવાણ અને પુત્રીની નંણદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. રાજકોટમાં ચામડીયા ખાટકીવાડમાં રહેતા 63 વર્ષીય વૃદ્ધ રીક્ષાચાલક મહમદભાઈ દાઉદભાઈ તરકવાડીયાએ ભગવતીપરામાં રહેતા જમાઈ સલીમ ઇબ્રાહિમ બાવનકા, વેવાણ શરીફાબેન બાવનકા અને તેમની પુત્રી અફસાનાબેન બાવનકા સામે બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેમની દિકરી રૂમાનાને એકાદ વર્ષ પહેલા સાળા ઇબ્રાહીમભાઈ કાસમભાઇ બાવનકાના સૌથી નાના દિકરા સલીમ સાથે મિત્રતા હોવાની જાણ થયેલ હતી. જેથી રાજીખુશીથી દીકરીના લગ્ન સલીમ સાથે ગઈ તા.08/02/2026 નાં રોજ કરાવ્યા હતા.દીકરી રૂમાનાને છેલ્લા બે મહીનાથી ઘરમાં નાની નાની બાબતમાં સાસુ અને નણંદ અફસાનાબેન કે, જે છેલ્લા દશ વર્ષથી રિસામણે આવી હોય તે બંને ઘરના કામકાજ બાબતે કંકાસ કરતા હતા. જે વાત રૂમા પીયરે આવે ત્યારે કરતી હતી પરંતુ તેણીને સમજાવી સાસરિયે મોકલી દેતા હતા. દિકરી ઘરે રોકાવવા આવતી ત્યારે પાડોશમાં રહેતા ફાતેમાબેન કટારીયાને વાત કરતી કે, મારા મા-બાપને હું એકની એક જ દિકરી છું અને તે બંને વૃધ્ધ છે, મારે સાસરા પક્ષમાં બહુ જ દુ:ખ ત્રાસ છે પણ હું તેઓને કહી શકતી નથી, જો આમ મારા ઉપર ત્રાસ રહેશે તો મારે મરી જવું પડશે. જે વાત ફાતેમાબેને ફરીયાદીની પત્નીને કરતા તેણે કહેલ હતી. આ બાબત મોરબી રોડ ચામડીયાપરામાં રહેતા મેજબેન તરકવાડીયાએ પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તમારી દિકરીને તેના પતિ, નણંદ તથા સાસુ અવારનવાર ઝઘડાઓ કરી ત્રાસ આપે છે. રૂમાના ઘરે આવતી ત્યારે તેણીને આ બાબતે પુછતા તેને તેણીના સાસુ અને નણંદ માનસીક ત્રાસ આપી ઘરમાં નાની નાની વાતની ભુલ કાઢી મહેણા ટોણા મારતા અને તેણી પતિ સલીમને ફરિયાદ કરે તો તે પણ તમારી દિકરીને ચુપ રહેવાનું કહેતો જો રૂમાના તેવું ન કરે તો પતિ હાથાપાઇ કરી લેતો હતો. વૃદ્ધે ફરિયાદમાં જણાવ્યું હતું કે, બે ત્રણ દિવસ પહેલા દિકરી રૂમાનાનો ફોન આવેલ કે, પપ્પા મારે ઘરે આવવું છે, તમે મને અહિંથી તેડી જાવ. જેથી તેઓ તાત્કાલીક ઘરે ગયેલ અને પત્નીને રિક્ષામાં બેસાડીને બંને દિકરીના સાસરિયે પહોંચ્યા હતા. જયા જમાઈ, સાસુ, નણંદ હાજર હતા અને કહેલ કે, અમારી દિકરીને અમારે તેડી જવી છે, તમે લોકો તેણીને બહુ જ ત્રાસ આપો છો, તેણીને તેડવા આવ્યા છીએ, નહીતર તેણી મરી જશે એટલે તમે રૂમાનાને અમારી સાથે મોકલો. જે બાદ દીકરીના સાસુ શરીફાબેને કહેલ કે, તમારી દિકરીને ઘરનું કંઈ કામકાજ આવડતુ નથી, તે મરે તો ભલે મરી જતી, તે સાવ નકામી છે. રૂમાનાની નણંદ અફશાનાબેન કહેવા લાગેલ કે, તમારી દિકરી અહિં જ રહેશે અને તેને કોઈની સાથે ક્યાંય નથી મોકલવી, તેને ઘરનું કાઇ કામ નથી આવડતું, મરવાનું કહે તો ભલે મરી જાતી તે મરી જશે તો અમારા ઘરમાં જગ્યા થશે બીજું શું. જે વાત તેણીની સાસુ તથા નણંદે દિકરીની હાજરીમાં કરતા તેણીને મનમાં લાગી આવેલ હોય અને તેણીને પિયર સાથે આવવું હોય પરંતુ સાસરિયાએ તેણીને સાથે મોકલેલ નહીં. બાદ દીકરીના સાસુ-નણંદ અને જમાઈ તેઓ સાથે બોલાચાલી કરવા લાગેલ હતા. જમાઇ સલીમે ફરીયાદીને ધક્કો મારી ડેલી ભાર કાઢી દરવાજો બંધ કરી દિધેલ હતો. જેથી તેઓ દિકરીને લીધા વિના ઘરે જતા રહેલ હતા.ગઇ તા.21 ના બપોરનાં એક વાગ્યાની આસપાસ તેઓ રિક્ષાનાં ધંધાથી બહાર હતાં ત્યારે ઇકબાલભાઇએ જમાઇ સલીમનાં મોબાઈલ પરથી ફોન કરી વાત કરેલ કે, તમારી દિકરી રૂમાનાએ ગળેફાંસો ખાઇ લીધેલ છે, અમે સિવીલ હોસ્પીટલમાં ઇમરજન્સી રૂમમા છીએ.જેથી તેઓ તાત્કાલિક પત્ની સાથે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. જયા ઇમરજન્સી વિભાગની બહાર દીકરીનો મૃતદેહ પડેલ હતો. જે બાબતે જમાઇ સલીમ તથા ઇકબાલભાઈને પુછતા તેણે કહેલ કે, રૂમાનાએ બપોરના એકાદ વાગ્યે તેના ઉપરનાં રૂમમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધેલ છે.જે અંગેની ફરીયાદ પરથી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લઈ તપાસનો ધમધમાટ આદર્યો હતો.

રાજકોટ પીસીબીના સંતકબીર રોડ અને કુવાડવા હાઇવે પર દારૂના બે દરોડા : 5.59 લાખની 1764 બોટલ દારૂ સાથે બે ઝડપાયા : યાકુબ સહીત 4 વોન્ટેડ

રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે પીસીબીની ટીમે સંતકબીર રોડ અને કુવાડવા હાઇવે ઉપર બે દરોડા પાડી 5,59,062 રૂપિયાના 1764 બોટલ દારૂ સાથે બે શખ્સોની ધરપકડ કરી દમણથી દારૂ મોકલાવનારા કુખ્યાત બુટલેગર યાકુબ મુસા મોટાણી સહીત ચાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે પોલીસે દારૂ, ટ્રક, એક્સેસ, મોબાઈલ સહીત 16,17,062 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે. રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર વોચ રાખવા પોલીસ કમિશનર બ્રજેશ ઝાની સૂચના અન્વયે પીસીબી પીઆઇ એમ આર ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર કે જાડેજા, પી બી ત્રાજીયાની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના ઉમેશભાઈ ચાવડા, વિશાલભાઈ દવે અને દિલીપભાઈ બોરીચાને મળેલી બાતમી આધારે કુવાડવાથી રાજકોટ તરફ આવતા હાઇવે ઉપર માલધારી હોટેલ પાસે વોચ ગોઠવી હતી દરમિયાન બાતમીવાળો ટ્રક પસાર થતા અટકાવી જડતી લેતા તેમાંથી ટ્રકની વહીલ પ્લેટ અને જુના ટાયરની આડમાં સંતાડેલો 1200 બોટલ દારૂ મળી આવતા ટ્રક ડ્રાયવરનું નામઠામ પૂછતાં પોતે ભગવતીપરાનો તૌફીક દાઉદભાઈ પરમાર હોવાનું જણાવતા તેની ધરપકડ કરી પોલીસે દારૂ, ટ્રક, મોબાઈલ સહીત 13,15,248 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો પ્રાથમિક પૂછતાછમાં રાજકોટના મનીષ ઉર્ફે બાલી, સોહીલ ઉર્ફે ભાણો અને સાજીદ રાઉમાના નામ ખુલતા પોલીસે કુવાડવા રોડ પોલીસમાં ગુનો રજીસ્ટર કરાવી ત્રણેયની શોધખોળ હાથ ધરી છે જયારે વાલજીભાઇ જાડા અને ટીમે બાતમી આધારે સંતકબીર રોડથી રાજારામ મેઈન રોડ ઉપર ગોકુલ આવાસ યોજનાના ક્વાટર પાસે વોચ ગોઠવી એક્સેસ ચાલકને અટકાવી જડતી લેતા દારૂની 564 બોટલ મળી આવતા શખ્સનું નામઠામ પૂછતાં પોતે બજરંગવાડી પુનિતનગરમાં રહેતો નિહાલ જાકીરભાઈ બેલીમ હોવાનું જણાવતા તેને અટકાયતમાં લઈ પૂછતાછ કરતા આ દારૂનો જથ્થો લિસ્ટેડ બુટલેગર યાકુબ મુસા મોટાણીએ દમણથી મોકલ્યો હોવાની કબૂલાત આપતા બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવી દારૂ, એક્સેસ, મોબાઈલ સહીત 3,01,814 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી યાકુબની શોધખોળ હાથ ધરી છે.

એલસીબી ઝોન 2ના મવડી અને રૈયા ગામમાં બે દરોડા : રાજકોટમાં જુગાર રમતી છ મહિલા સહીત 26ની ધરપકડ 

રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે શહેર પોલીસના 3 દરોડામાં જુગાર રમતી છ મહિલા સહીત 26ની ધરપકડ કરી રોકડા 81,330 કબ્જે કર્યા છે એલસીબી ઝોન2ની ટીમે મવડી અને રૈયા ગામમાં તેમજ ભક્તિનગર પોલીસે દામજી મેપા પ્લોટમાં દરોડો પાડ્યો હતો. રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવા પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય મંડલીક તથા ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈ દ્વારા આપેલી સૂચના અન્વયે એલ.સી.બી. ઝોન-2ના પીએસઆઇ એસ.વી. ચુડાસમાની ટીમ એ.એસ.આઈ. જયંતીભાઈ ગોહિલ, એ.એસ.આઈ. હરપાલસિંહ જાડેજા, એ.એસ.આઈ. રાજેશભાઈ મિયાત્રા તેમજ પો.હેડ કોન્સ. ધર્મરાજસિંહ ઝાલા, હેમેન્દ્રભાઈ વાધિયા, શક્તિસિંહ ગોહિલ, સત્યજીતસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, અનુજભાઈ ડાંગર, કુલદીપસિંહ રાણા, શિવભદ્રસિંહ ગોહિલ અને મૈસુરભાઈ કુંભારવાડિયા સહિતના પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમી આધારે મવડીમાં બાપાસીતારામ ચોકમાં આવેલ સ્વામિનારાયણ પાર્કમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી જુગાર રમતા અશોક ભગવાનજીભાઈ નંદેસરીયા, આરીફ સાબાનખાન પઠાણ, નિલેશ કેશવભાઈ ચૌહાણ, સંજય ચીમનલાલ પાઉ, અક્ષય ધીરજલાલ પરમાર, ધર્મેશ હેમંતસિંહ પરમાર અને સંદીપ મહેન્દ્રભાઈ ડોડીયાની ધરપકડ કરી રોકડા 44,200 કબ્જે કર્યા છે નિલેશ અને સંજય અગાઉ જુગારના એક એક કેસમાં પકડાઈ ચુક્યા છે જયારે બીજો દરોડો રૈયા ગામમાં ખોડિયારનગરમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા નિકુળ લક્ષ્મણભાઇ મેરિયા, શૈલેષ ગોવિંદભાઇ મકવાણા, મનીષ રમેશભાઈ ટોળીયા, નરેશ મનુભાઈ પરમાર, હારુન ઉમરભાઈ પરમાર, રવિ માલદેભાઇ ગોહિલ, યશવંત લાલજીભાઈ મેરિયા, વિજય મગનભાઈ રાઠોડ અને વિશાલ દેવજીભાઈ મેરિયાની ધરપકડ કરી રોકડા 21,530 કબ્જે કર્યા છે. જયારે ભક્તિનગર પીઆઇ પરમારની સૂચના અન્વયે પીએસઆઈ એસ એચ ગોહિલની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના નિલેશભાઈ મિયાત્રા સહિતના સ્ટાફને મળેલી બાતમી આધારે બોલબાલા માર્ગ દામજી મેપા પ્લોટમાં દરોડો પાડી જુગાર રમતા નઝમાબેન આસિફભાઇ લાલાણી, અંજનાબેન યાકુબભાઇ સુમરા, મુંબઈના રીટાબેન અશ્વિનભાઈ સોનેતા, ગીતાબેન રવિભાઈ ગોસ્વામી, ગૌરીબેન ગીરીશભાઈ ગોહેલ, અફ્સાનાબેન સલીમભાઇ મીર, વાસુ નરેન્દ્રભાઈ વડારિયા, યાકુબ જુમાભાઈ સુમરા, કાના મામૈયાભાઈ રાઠોડ અને રમીઝ મહેબુબભાઇ ભાયાણીની ધરપકડ કરી રોકડા 15,600 કબ્જે કર્યા હતા.

You Might Also Like

રાજકોટના મહિલા તબીબને મની લોન્ડ્રીંગની ધમકી આપી ડિજિટલ અરેસ્ટ કરી 12.90 લાખ પડાવી લીધા

રાજકોટના બહુમાળી ચોકમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ધરણાનો પ્રયાસ, અનેકની અટકાયત

શહેરમાં છ માસમાં ટ્રાફિક નિયમ ભંગના 89 હજારથી વધુ કેસો કરી 3.42 કરોડનો દંડ વસૂલાયો

રાજસ્થાનથી 38.67 ગ્રામ એમડી ડ્રગ લઈને આવતા રાજકોટ-જૂનાગઢના બે પેડલર ઝડપાયા

વેપન કાર્ટેલ ગેંગના વધુ 3 સાગરીતો 1 પિસ્ટલ, 2 તમંચા સાથે ઝડપાયા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટના મહિલા તબીબને મની લોન્ડ્રીંગની ધમકી આપી ડિજિટલ અરેસ્ટ કરી 12.90 લાખ પડાવી લીધા
Next Article જાતીય હિંસાની પોસ્ટ પર 287% ગુસ્સો, 141% શરમ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
વિદ્યાર્થીના સમર્થનમાં અન્ના હજારેનું મૌન વ્રત
દેશને નેપાળ બનાવવા વિરોધ પક્ષનાં હવાતિયાં
No.1, RC, XXX, એન્ટિક્વિટી, બેગપાઈપર સહિત 6 દારૂ બ્રાન્ડના નમૂના ફેઈલ
સેટેલાઇટ તસવીરોમાં અદભૂત નજારો : ભારતથી સાઉથ કોરિયા સુધી 10000 કિ.મી. લાંબી વાદળોની પટ્ટી છવાઇ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

CRIME

રાજકોટના મહિલા તબીબને મની લોન્ડ્રીંગની ધમકી આપી ડિજિટલ અરેસ્ટ કરી 12.90 લાખ પડાવી લીધા

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
CRIME

રાજકોટના બહુમાળી ચોકમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ધરણાનો પ્રયાસ, અનેકની અટકાયત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
CRIME

શહેરમાં છ માસમાં ટ્રાફિક નિયમ ભંગના 89 હજારથી વધુ કેસો કરી 3.42 કરોડનો દંડ વસૂલાયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?