ચીન, તુર્કિયે, UAE સહિત 10 દેશો પર 100% ટેરિફ લગાવવા સંશોધન વિધેયક રજૂ
રશિયા પાસેથી તેલ ખરીદવું ભારતને મોંઘુ પડી શકે છે. ભારત સહિત ૧૦ દેશો પર ૧૦૦ ટકા ટેરિફ લગાવવાની અમેરિકા તૈયારી કરી રહ્યું છે. રશિયા પર પ્રતિબંધ લગાવનાર અમેરિકી વિધેયકને પ્રતિનિધિસભામાં પસાર કરાવવાની સમય સીમા નજીક આવવા દરમિયાન અમેરિકી સાંસદોએ તેમાં અનેક સંશોધનો રજુ કર્યા છે. તેમાંથી સંશોધનમાં રશિયાના મુખ્ય વ્યાપારીક સંશોધનમાં રશિયાના વ્યાપારિક ભાગીદારો પર ટેરિફ ભાગીદાર દેશોના નામો સ્પષ્ટ રૂપે સામેલ કરવાનો પ્રસ્તાવ છે, જેમાં ભારત પણ સામેલ છે. જયારે, એક અન્ય લગાવવાની જોગવાઈ પુરી રીતે હટાવવાની માંગ કરાઈ છે. ડેમોક્રેટીક સાંસદ સ્ટેની હોયર દ્વારા રજુ સંશોધન બિલમાં ચીન, ભારત, તુર્કીયે, અર્જરબૈજાન, હંગેરી, સ્લોવાક રિપબ્લીક, સંયુક્ત રાષ્ટ્ર અમીરાત (યુએઈ), સિંગાપોર, કઝાકિસ્તાન અને કિર્ગીઝ રિપબ્લીકને આ દેશોમાં સામેલ કરવાનો પ્રસ્તાવ છે. આ દેશો પર ૧૦૦ ટકા ટેરિફ લગાવવામાં આવી શકે છે. આ સંશોધન એવા સમયે આવ્યું છે, જયારે રશિયા પર પ્રતિબંધ સાથે સંકળાયેલા વિધેયકને અમેરિકી પ્રતિનિધિ સભામાં પસાર કરવા માટે સાંસદો પાસે ખૂબજ ઓછો સમય બચ્યો છે.
- Advertisement -
લિંડસે ઓ. ગ્રાહમ સેંકશનીંગ રશિયા એન્ડ ઈરાન એકટને અમેરિકી સેનેટે ગત મહિને ૮૬-૧૧ ના ભારે ચીન અને ભારત પણ સામેલ છે, તેમના પર ૧૦૦ ટકા બહુમતી સાથે પસાર કર્યું હતું. આ વિધેયક રાષ્ટ્રપતિ ટ્રમ્પને રશિયાના મુખ્ય તેલ વ્યાપારીક ભાગીદારો, જેમાં ટેરિફ લગાવવાનો અધિકાર આપવાનો પ્રસ્તાવ કરે છે. હવે આ વિધેયકને રાષ્ટ્રપતિ પાસે હસ્તાક્ષર માટે મોકલતા પહેલા પ્રતિનિધિ સભામાંથી પસાર થવું જરૂરી છે. પ્રતિનિધિ સભા પાસે મધ્યાવધિ ચુંટણી પહેલા પ્રારંભીક રજા પર જતા પહેલા માત્ર ચાર કાર્યદિવસ બચ્યા છે. અમેરિકી મધ્યાવધિ ચુંટણી ૩ નવેમ્બરે યોજાશે. બીજી બાજુ ડેમોક્રેટીક સાંસદ ગોગરી મિકસ કે જે ટ્રમ્પ દ્વારા વધારાનું ટેરિફ લગાવવાના પ્રખર વિરોધી છે, તેમણે આ પુરી જોગવાઈ હટાવવાની માંગ કરી છે. તેમણે એક સંશોધન રજુ કરી વિધેયકની પુરી ધારા ૧૧૩ હટાવવાનો પ્રસ્તાવ કર્યો છે. મિકસના આ સંશોધનને ૩ સાંસદોનો ટેકો પણ મળ્યો છે.




