IIT-Gમાં 12 વર્ષમાં થયેલી 17,601 સોશિયલ મીડિયા પોસ્ટ અને 5.7 લાખ કોમેન્ટ્સનું AI વિશ્લેષણ
રાજનીતિ મજાક બની રહી, નેતાઓની પોસ્ટ પર 39% ‘હા-હા’; અનામત પર 56% લોકો મૂંઝવણમાં
- Advertisement -
ભારતમાં જાતિનો મુદ્દો હવે માત્ર ગામ, સમાજ કે રાજકારણ પૂરતો સીમિત રહ્યો નથી. સોશિયલ મીડિયા પર પણ તે એટલી જ ઉગ્ર ચર્ચા અને ટકરાવનું કારણ બની રહ્યો છે. IIT ગાંધીનગરના એક નવા અભ્યાસમાં સામે આવ્યું છે કે જાતિ સાથે જોડાયેલી પોસ્ટ પર લોકોની પ્રતિક્રિયાઓ સામાન્ય વિષયોની સરખામણીમાં ઘણી વધુ આક્રમક હોય છે. અધ્યયન અનુસાર, જાતીય હિંસા સાથે જોડાયેલી પોસ્ટ પર સામાન્ય પોસ્ટની તુલનામાં ગુસ્સો 287.6% અને શરમ 141.4% વધુ જોવા મળી છે. વિશેષમાં, અનામત સાથે જોડાયેલી ચર્ચાઓમાં 56% લોકોની પ્રતિક્રિયાઓ મૂંઝવણ કે ભ્રમ દર્શાવે છે. રાજકીય પોસ્ટ પર કટાક્ષ અને મજાક પણ વધી રહી છે. આવી પોસ્ટ પર ‘હાહા’ (હસવાના) રિએક્શન 39.2% વધુ મળ્યા છે. આ અભ્યાસ આંતરરાષ્ટ્રીય જર્નલ ‘સોશિયલ સાયન્સ એન્ડ હ્યુમેનિટીઝ ઓપન’માં પ્રકાશિત થયો છે. સંશોધકોનો દાવો છે કે ભારતમાં સોશિયલ મીડિયા પર જાતિ સાથે જોડાયેલા મુદ્દાઓની ભાવનાત્મક પ્રતિક્રિયાને AIની મદદથી સમજવાનો આ પહેલો મોટો પ્રયાસ છે.
સંશોધકોએ 2021 થી 2024 સુધી સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલી 17,601 જાતિ સંબંધિત પોસ્ટ અને તેના પર આવેલી 2.54 લાખથી વધુ કોમેન્ટ્સનું વિશ્લેષણ કર્યું. સરખામણી માટે એટલી જ સામાન્ય પોસ્ટ અને તેની 3.18 લાખ કોમેન્ટ્સનો પણ અભ્યાસ કરવામાં આવ્યો. સમગ્ર અધ્યયનમાં નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો, જેણે લોકોની 27થી વધુ લાગણીઓની ઓળખ કરી.
IIT ગાંધીનગરના પ્રોફસર જેસન એ. મંજલીનું કહેવું છે કે ભારતમાં જાતિ જેવા સંવેદનશીલ વિષય પર ખુલીને અને સંતુલિત રીતે ચર્ચા કરવાની સંસ્કૃતિ વિકસિત થઈ શકી નથી. પરિવાર, સ્કૂલ અને કોલેજમાં પણ આ વિષય પર પૂર્વગ્રહ વિનાની વાતચીત ઓછી થાય છે. આજ કારણ છે કે સોશિયલ મીડિયા પર જ્યારે આવો કોઈ મુદ્દો સામે આવે છે, ત્યારે લોકો મોટાભાગે ભાવનાત્મક અને આક્રમક પ્રતિક્રિયા આપે છે.
સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સમાં 27 પ્રકારની લાગણીઓ પર રિસર્ચ : 5 મોટા તારણો
1. જાતીય હિંસા પર વધુ ગુસ્સો
સામાજિક ભેદભાવ અને જાતીય હિંસા સાથે જોડાયેલી પોસ્ટ પર સૌથી વધુ લોકોએ પ્રતિક્રિયા આપી.
ગુસ્સો 287.6% વધુ
નફરત 62.6% વધુ
શરમ 141.4% વધુ
- Advertisement -
2. સામાજિક ન્યાયની વાત વધુ શેર થઈ
જાતિ વ્યવસ્થા અને સામાજિક ન્યાય સાથે જોડાયેલી પોસ્ટ પર લોકોમાં જાગૃતિ વધી.
જાગૃતિ 24.6% વધી છે
પોસ્ટ શેર કરવાની પ્રવૃત્તિ 59.8% વધી
૩. અનામત પર સૌથી વધુ મૂંઝવણ
મૂંઝવણ 56%
વધુ માહિતી જાણવાની ઈચ્છા 47.9%
4. આદિવાસી અને લઘુમતી મુદ્દાઓ પર વહેંચાયેલા મંતવ્યો સરકારી નીતિઓ પર લોકોનો અભિપ્રાય એકસરખા નથી રહ્યા.
અસહમતિ 99.1%
સમર્થન 53.1%
5. રાજકારણ પર વધ્યો કટાક્ષ
ચૂંટણી અને જાતિ આધારિત રાજકારણ સાથે જોડાયેલી પોસ્ટ પર ગંભીર ચર્ચા કરતા કટાક્ષ વધુ જોવા મળ્યો.
‘હાહા’ રિએક્શન 39.2% વધ્યા
સકારાત્મક લાગણીઓ ગાયબ
અધ્યયનનું સૌથી ચિંતાજનક તારણ એ છે કે જાતિ સાથે જોડાયેલા મુદ્દાઓ પર સકારાત્મક લાગણીઓ બહુ ઓછી જોવા મળે છે. સામાન્ય પોસ્ટની તુલનામાં પ્રશંસા 34% ઓછી અને સહાનુભૂતિ 33.2% ઓછી રહી. ખુશી, સન્માન, આભાર અને સદ્ધાવના જેવી લાગણીઓ નહિવત્ જોવા મળી.
આ અધ્યયન શું કહે છે?
અધ્યયન દર્શાવે છે કે સોશિયલ મીડિયા સમાજનો અરીસો બની ગયું છે. જે રીતે સમાજમાં જાતિને લઈને તણાવ અને પૂર્વગ્રહ છે, તેવું જ હવે ડિજિટલ દુનિયામાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે.




