દેશમાં થતા 96% વ્યવહારો 2000થી નીચેના હોવાથી સામાન્ય લોકોને આ નવા નિયમથી મોટી અસર નહીં થાય
વર્ષ 2020થી મફત ચાલતી UPI સિસ્ટમનો સંચાલન ખર્ચ અત્યાર સુધી કેન્દ્ર સરકાર ભોગવતી હતી, બેંકો હવે સીધો ચાર્જ વસૂલી લેશે
- Advertisement -
દેશમાં પેમેન્ટ સીસ્ટમમાં અત્યંત લોકપ્રિય બનેલા યુનીફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (યુપીઆઈ) પર ચાર્જની લટકતી તલવાર હવે વિંઝાઈ છે. હાલમાં જ સંસદના ચોમાસુ સત્રમાં આ પેમેન્ટને ચાર્જેબલ કરવા માટેનો સુધારા ખરડો મંજુર થયા બાદ કેન્દ્ર સરકારે હવે બેન્કો તથા નાણાકીય કંપનીઓને રૂા.ર૦૦૦થી વધુના યુપીઆઈ વ્યવહારો પર મર્ચન્ટ બેન્કીંગ ચાર્જ લેવાની છુટ આપી છે. તા.૧૪ના રોજ બહાર પાડવામાં આવેલા સકર્યુલરમાં સરકારે ચાલાકીપુર્વક રૂા. ૨૦૦૦ સુધીના યુપીઆઈ કે રૂપે ડેબીટ કાર્ડના વ્યવહાર પર કોઈ ચાર્જ લેવાશે નહી તેવું જણાવવામાં આવ્યું છે. આમ રૂા. ૨૦૦૦થી વધુના વ્યવહારો ચાર્જેબલ છે તે નિશ્ચિત કરવામાં આવ્યું છે. પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સીસ્ટમ એકટ ૨૦૦૭ મુજબ આ આદેશ અપાયો છે અને તેથી હવે આગામી દિવસોમાં રૂા.ર૦૦૦થી વધુના યુપીઆઈ કે રૂપે કાર્ડના વ્યવહારો ચાર્જેબલ થઈ જશે અને તેના પર બેન્કો કે યુપીઆઈ સેવા આપતી કંપની આપોઆપ ચાર્જ લેશે.
સરકારી ભાષામાં જાયંટ ડિસ્કાઉન્ટ રેટ કહેવાય છે. જેના દરો હવે જાહેર થશે. હવે આ ચાર્જ ૦.૨૫%થી ૦.૪% સુધીનો હોઈ શકે છે તેવું આ ઉદ્યોગના ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોનું માનવું છે અને જેમ એટીએમ સહિતના બેન્કીંગ વ્યવહારો પર નિશ્ચિત ચાર્જ ઉપરાંત જીએસટી વસુલાય છે તેમ આ વ્યવહારોને પણ સર્વિસના ક્ષેત્રમાં આવરી લઈને જીએસટી પણ લાગુ થશે.૨૦૨૦ જાન્યુઆરીથી આ યુપીઆઈ સીસ્ટમ અમલમાં આવ્યા બાદ તેનો સંચાલનમાં જે ખર્ચ થતો હતો તે સરકાર સબસીડીના રૂપમાં આવતી હતી તથા પેમેન્ટ એપ. પોતે અન્ય બીઝનેસ જેમકે મ્યુચ્યુઅલ ફંડ, અન્ય રોકાણ યોજનામાં તથા લોન વિ. પુરા પાડીને કમાણી કરે છે. હવે આ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રહેટ પરનો નવો પરિપત્ર નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા નિશ્ચિત કરશે.




