કેદારનાથ યાત્રા ત્રીજા દિવસે પણ અટકી, 500 યાત્રી ફસાયા
UP-રાજસ્થાન સહિત 5 રાજ્યોમાં વરસાદનું એલર્ટ
- Advertisement -
બિહારમાં ૧૫ જિલ્લામાં ૪૯.૬૭ લાખથી વધુ લોકો પ્રભાવિત છે. ઉત્તર બિહારમાં નદીઓ લાલ નિશાનથી ઉપર વહી રહી છે. રાજ્યની ૫ નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. હવામાન વિભાગે આજે પ્રદેશના ૨૨ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તરાખંડમાં કેદારનાથ પગપાળા માર્ગ પર ચીરબાસા પાસે પહાડી પરથી સતત પથ્થરો પડવાને કારણે કેદારનાથ યાત્રા ત્રીજા દિવસે પણ બંધ છે. સુરક્ષા દળોના જવાનોએ લગભગ ૭ હજાર યાત્રીઓને સુરક્ષિત બહાર કાઢીને ગૌરીકુંડ તરફ મોકલી દીધા છે. હાલમાં ૫૦૦થી વધુ લોકો ફસાયેલા છે. રસ્તામાં ઠેર ઠેર ઘોડા-ખચ્ચરોના મૃતદેહ પણ પડેલા દેખાઈ રહ્યા છે.
હવામાન વિભાગે યુપીના ૭૨ જિલ્લામાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. રાજસ્થાનમાં ૧૭ સપ્ટેમ્બર સુધી વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હિમાચલ પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે. હરિયાણાના ૮ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે. પંજાબના ૧૮ જિલ્લામાં આજે વરસાદની સંભાવના છે. હિમાચલ પ્રદેશમાં આગામી ત્રણ દિવસ ચોમાસું સક્રિય રહેશે. હવામાન વિભાગ અનુસાર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. રાહતની વાત એ છે કે કોઈપણ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી. વરસાદના કારણે આગામી ૭૨ કલાકમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.
પંજાબના ૧૮ જિલ્લામાં આજે વરસાદની સંભાવના છે. ચંદીગઢમાં આકાશ વાદળોથી ઘેરાયેલું રહેશે. વરસાદ અથવા ગાજવીજ સાથે ઝરમર વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગ મુજબ રાજ્યના મહત્તમ તાપમાનમાં ૧.૩ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. હવે તે સામાન્યની નજીક જળવાઈ રહ્યું છે. રાજ્યમાં સૌથી વધુ તાપમાન ૩૬ ડિગ્રી બઠિન્ડામાં નોંધાયું હતું. હવામાન વિજ્ઞાન કેન્દ્ર જયપુર દ્વારા રાજ્યમાં ૧૭સપ્ટેમ્બર સુધી વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે પણ ૨૦ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉદયપુરમાં ૧૩ સપ્ટેમ્બરની રાતથી ૧૪ સપ્ટેમ્બરની સાંજે ૬ વાગ્યા સુધી ભારે વરસાદ પડયો હતો.




