By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઇલની ડીલ પર મહોર
    3 hours ago
    52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
    3 days ago
    ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા
    3 days ago
    થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત
    4 days ago
    વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રામમંદિર દાનચોરીની ઘટના 70 CCTVમાં કેદ
    2 hours ago
    નાસિકમાં આભ ફાટવાનું એલર્ટ : ત્ર્યંબકેશ્વર મંદિર બંધ
    3 hours ago
    અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા
    1 day ago
    મુંબઇમાં મુસળધાર વરસાદ : 20 ટ્રેન રદ, મુંબઇ-પુણે ‘મિસિંગ લિંક’ એક્સપ્રેસવે બંધ
    1 day ago
    PM મોદીએ રાજસ્થાનમાં દેશની સૌથી આધુનિક રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યું
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બ્રાઝિલના કિંગ નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કહ્યું અલવિદા
    1 day ago
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    4 days ago
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    1 week ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    1 week ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 week ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    3 hours ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    4 hours ago
    માયાભાઈની વાતોમાં સચ્ચાઈ શૂન્ય, ગપગોળા ભારોભાર
    4 hours ago
    ‘૧૮૧ અભયમ’ : રાજકોટ જિલ્લામાં 1.36 લાખથી વધુ મહિલાને મળી મદદ
    1 day ago
    રાજકોટના લોકો સપ્તાહમાં સૌથી વધુ 54 કલાક કામ કરે છે : સરેરાશ માસિક આવક 27039
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મિકેલ મેરિનોના નિર્ણાયક ગોલથી સ્પેનનો 1-0 થી ઐતિહાસિક વિજય : રોનાલ્ડોનું વિશ્વકપ જીતવાનું સપનું રોળાયું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > મિકેલ મેરિનોના નિર્ણાયક ગોલથી સ્પેનનો 1-0 થી ઐતિહાસિક વિજય : રોનાલ્ડોનું વિશ્વકપ જીતવાનું સપનું રોળાયું
સ્પોર્ટ્સ

મિકેલ મેરિનોના નિર્ણાયક ગોલથી સ્પેનનો 1-0 થી ઐતિહાસિક વિજય : રોનાલ્ડોનું વિશ્વકપ જીતવાનું સપનું રોળાયું

Khaskhabar Editor
Last updated: 2026/07/07 at 1:37 PM
Khaskhabar Editor 3 hours ago
Share
5 Min Read
SHARE

અમેરિકાને 4-1 થી કચડીને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું બેલ્જિયમ

ફિફા વિશ્વ કપ 2026 ના રાઉન્ડ ઓફ 16 ના એક અત્યંત રોમાંચક અને ભાવુક કરી દેનારા મુકાબલામાં સ્પેને છેલ્લી ઘડીએ ગોલ ફટકારીને પુર્તગાલને 1-0 થી હરાવી દીધું છે. આ હારની સાથે જ ફૂટબોલ જગતનાં મહાન ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ટીમ પુર્તગાલની સફર આ વિશ્વકપમાં સમાપ્ત થઈ ગઈ છે. સ્પેને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. મેચનો એકમાત્ર અને નિર્ણાયક ગોલ ઇન્જરી ટાઇમમાં સ્પેનના મિકેલ મેરિનોએ કર્યો હતો, જેના કારણે 41 વર્ષીય રોનાલ્ડોનું પોતાનાં કરિયરના અંતિમ વિશ્વકપમાં ટ્રોફી ઉઠાવવાનું સપનું અધૂં રહી ગયું અને મેચ બાદ તે મેદાન પર જ ભાવુક થયેલો જોવા મળ્યો હતો. ડલાસના મેદાન પર રમાયેલા આ મેચનાં પ્રથમ હાફમાં બંને ટીમોએ ગોલ કરવા માટે ઘણી મહેનત કરી હતી અને કેટલાક સારા મોકા પણ બનાવ્યાં હતાં, પરંતુ કોઈને સફળતા મળી ન હતી. સ્પેન તરફથી મિકેલ ઓયારઝાબાલ પાસે ટીમને લીડ અપાવવાની શાનદાર તક હતી, પરંતુ તેનો શોટ ટાર્ગેટથી બહાર રહી ગયો હતો. બીજી તરફ, પુર્તગાલના ગોલકીપર ડિઓગો કોસ્ટાએ એલેક્સ બેનાના એક અદભુત કર્વિંગ શોટનો શાનદાર બચાવ કરીને પુર્તગાલને શરૂઆતમાં જ પાછળ પડતાં બચાવી લીધું હતું.

- Advertisement -

બીજા હાફમાં પણ બંને ટીમોની ડિફેન્સ લાઇન અત્યંત મજબૂત રહી હતી. પુર્તગાલના કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કેટલાક શાનદાર આક્રમણો કર્યા હતાં, જ્યારે નૂનો મેન્ડેસનો એક શોટ સ્પેનના ડિફેન્ડર સાથે અથડાઈને સીધો ક્રોસબાર સાથે ટકરાઈને પાછો ફર્યો હતો. જ્યારે એવું લાગી રહ્યું હતું કે, આ મેચ હવે એક્સ્ટ્રા ટાઇમમાં જશે, બરાબર ત્યારે જ 91મી મિનિટે સ્પેનના બે સબ્સ્ટિટ્યુટ ખેલાડીઓએ કમાલ કરી બતાવી. ફેરાન ટોરેસના એક શાનદાર પાસ પર મિકેલ મેરિનોએ અદભુત ફિનિશિંગ સાથે ગોલ કરીને સ્પેનને 1-0 ની નિર્ણાયક લીડ અપાવી દીધી હતી.

આ હાર સાથે જ ફૂટબોલના મહાનતમ ખેલાડીઓમાંના એક એવાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના વર્લ્ડ કપ કરિયરનો અંત આવી ગયો છે. મેચ પહેલાં જ રોનાલ્ડોએ સ્પષ્ટ કર્યું હતું કે આ તેનાં કરિયરનો છેલ્લો ફિફા વર્લ્ડ કપ હશે. તેણે પોતાનાં શાનદાર વિશ્વકપ કરિયરમાં કુલ 27 મેચો રમીને 11 ગોલ નોંધાવ્યા છે. આ સાથે જ તે સતત છ અલગ-અલગ વર્લ્ડ કપ એડિશનમાં ગોલ કરનારો દુનિયાનો સર્વપ્રથમ પુરુષ ફૂટબોલર બનવાનો ઐતિહાસિક રેકોર્ડ પોતાનાં નામે રાખીને વિદાય થયો છે. આ શાનદાર જીતની સાથે સ્પેનની ટીમે વિશ્વકપના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ રેકોર્ડ પોતાનાં નામે કર્યો છે. સ્પેન હવે વર્લ્ડ કપના ઇતિહાસમાં સતત છ મેચોમાં ‘ક્લીન શીટ’ (એટલે કે વિરોધી ટીમને એક પણ ગોલ ન કરવા દેવો) રાખનારી વિશ્વની પહેલી ટીમ બની ગઈ છે. હવે ક્વાર્ટર ફાઇનલમાં સ્પેનનો સામનો બેલ્જિયમ સામે થશે, જેણે બીજા એક હાઈ-સ્કોરિંગ મુકાબલામાં અમેરિકાને 4-1 થી શરમજનક પરાજય આપીને ક્વાર્ટર ફાઇનલમાં પોતાની જગ્યા પાકી કરી લીધી છે.

બેલ્જિયમે અમેરિકાને 4-1 થી હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો
ફિફા વિશ્વ કપ 2026 ના રાઉન્ડ ઓફ 16ના અન્ય એક મેચમાં બેલ્જિયમે અદભુત પ્રદર્શન કરતાં સહ-યજમાન અમેરિકાને 4-1 થી કારમો પરાજય આપીને ક્વાર્ટર ફાઇનલમાં પોતાની જગ્યા પાકી કરી લીધી છે. સિયેટલ સ્ટેડિયમ ખાતે રમાયેલા આ હાઈ-સ્કોરિંગ મુકાબલામાં બેલ્જિયમના ‘રેડ ડેવિલ્સ’ શરૂઆતથી જ યજમાન ટીમ પર હાવી રહ્યાં હતાં, જેમાં મેચની 9મી મિનિટે જ ચાલ્ર્સ ડી કેટેલારેએ ગોલ કરીને ટીમને 1-0 ની લીડ અપાવી દીધી હતી. જો કે, 31મી મિનિટે અમેરિકાનાં મલિક ટિલમેને એક ડિફ્લેક્ટેડ ગોલની મદદથી સ્કોર 1-1 ની બરાબરી પર લાવી દીધો હતો, પરંતુ અમેરિકાની આ ખુશી માત્ર બે જ મિનિટ ટકી શકી હતી કારણ કે 33મી મિનિટે કેટેલારેએ પોતાનો બીજો વ્યક્તિગત ગોલ ફટકરાવીને બેલ્જિયમને ફરી 2-1 થી આગળ કરી દીધું હતું. મેચના બીજા હાફમાં પણ બેલ્જિયમનો દબદબો યથાવત રહ્યો હતો અને અમેરિકાની ટીમને વાપસીની કોઈ તક મળી ન હતી. 57મી મિનિટે હાંસ વનાકેને ત્રીજો ગોલ કરીને અમેરિકાની આશાઓ લગભગ ખતમ કરી દીધી હતી અને અંતે ઇન્જરી ટાઇમમાં (90+3 મિનિટે) સ્ટાર સ્ટ્રાઇકર રોમેલુ લુકાકુએ ચોથો ગોલ કરી બેલ્જિયમની 4-1 થી ભવ્ય જીત પર આખરી મહોર મારી દીધી હતી. આ હાર સાથે સહ-યજમાન અમેરિકાની ટૂર્નામેન્ટમાં સફર સમાપ્ત થઈ ગઈ છે. હવે ક્વાર્ટર ફાઇનલમાં બેલ્જિયમનો સામનો સ્પેન સામે થશે.

- Advertisement -

You Might Also Like

બ્રાઝિલના કિંગ નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કહ્યું અલવિદા

દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ

આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા

વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર

ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઇલની ડીલ પર મહોર
Next Article જેતપુરમાં આપમાંથી ચૂંટણી લડનાર યુવતીને મરવા મજબુર કરનાર અસલમ, તેની પત્ની ભૂકંપ અને સાસુ ગુડી સામે ફરિયાદ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: બફારાથી લોકોને મળી મોટી રાહત

Khaskhabar Editor Khaskhabar Editor 52 minutes ago
જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા રાજકોટ જિલ્લામાં વર્ષાઋતુની પૂર્વ તૈયારીઓની સઘન સમીક્ષા હાથ ધરાઈ
મનપાના અધિકારીઓ અને એન્જિનિયરોને 24 ક્લાક શિફ્ટ મુજબ કામગીરી સોંપાઈ: ચોમાસાને લઈને ડિઝાસ્ટર પ્લાન તૈયાર
યાજ્ઞિક રોડ પર મહાપાલિકાનું મેગા ઓપરેશન: પાર્કિંગમાં નડતા પિલર્સ અને દબાણોનો સફાયો
યુનિ.રોડના ‘પિત્ઝા કન્ટ્રી કિચન’ માંથી વાસી પિત્ઝા બેઝ, ગ્રેવી, પાસ્તા,નુડલ્સનો નાશ કરાયો
રંગીલા રાજકોટનો આજે 414મો સ્થાપના દિવસ: વિરાસત અને વિકાસનો અદભુત સંગમ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

બ્રાઝિલના કિંગ નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કહ્યું અલવિદા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
સ્પોર્ટ્સ

દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
સ્પોર્ટ્સ

આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?