ફુટબોલ વિશ્વકપ 2026મા બ્રાઝિલના પરાજય બાદ નેમારે મોટો નિર્ણય લીધો
નેમારે 2014, 2018, 2022 અને 2026 વિશ્વકપમાં બ્રાઝિલનું પ્રતિનિધિત્વ કર્યું જેમાં તેણે કુલ 9 ગોલ કર્યાં
નેમારે આંતરરાષ્ટ્રીય ફુટબોલમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. ફુટબોલ વિશ્વકપ 2026મા બ્રાઝિલના ચોંકાવનારા પરાજય બાદ નેમારે મોટો નિર્ણય લીધો છે. બ્રાઝિલના સ્ટાર સ્ટ્રાઇકર નેમારે આંતરરાષ્ટ્રીય ફુટબોલમાંથી સંન્યાસ લઈ લીધો છે. તેણે પોતાના 16 વર્ષના આંતરરાષ્ટ્રીય કરિયરનો અંત ન્યૂ જર્સીના મેટલાઇફ સ્ટેડિયમમાં કર્યો. મહત્વનું છે કે 2010મા આ સ્ટેડિયમમાં નેમારે પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત કરી હતી. નેમારે આંતરરાષ્ટ્રીય ફુટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત ફુટબોલ વિશ્વકપમાં બ્રાઝિલના કારમા પરાજય બાદ કરી છે. બ્રાઝિલે રાઉન્ડ ઓફ 16ના મુકાબલામાં નોર્વેના હાથે 1-2થી હારનો સામનો કરવો પડ્યો. આ મેચમાં બ્રાઝિલ માટે એકમાત્ર ગોલ નેમારે કર્યો હતો. નેમારે બ્રાઝિલ માટે 130 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં તેણે કુલ 80 ગોલ કર્યાં છે. તે બ્રાઝિલ માટે સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી છે. બ્રાઝિલને 2013નો ફીફા કોન્ફડરેશન કપ જીતાડવા અને 2016મા ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતાડવામાં નેમારની મોટી ભૂમિકા રહી હતી.
- Advertisement -
જ્યાંથી કરિયર શરૂ થયું, નેમારે ત્યાં રમી અંતિમ મેચ
રાઉન્ડ ઓફ 16મા નોર્વેના હાથે બ્રાઝિલની હાર બાદ નેમારે કહ્યુ કે તેણે ખુબ પ્રયાસ કર્યો પરંતુ હવે બધુ ખતમ થઈ ગયું છે. મેં મેટલાઇફ સ્ટેડિયમથી જ મારા આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત કરી હતી અને હવે આ સ્ટેડિયમ પર તે સફરનો અંત કરી રહ્યો છું. નેમારના સંન્યાસના નિર્ણયની સાથે તેની બ્રાઝિલને ચેમ્પિયન બનાવવાની ઈચ્છા અધૂરી રહી ગઈ છે. બ્રાઝિલને વિશ્વકપ જીતાડવાના સપના માટે નેમારે ફુટબોલની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. પરંતુ 16 વર્ષના કરિયર દરમિયાન તે પોતાના સપનાની આસપાસ પણ પહોંચી શક્યો નહીં. નેમારે 2014, 2018, 2022 અને 2026 વિશ્વકપમાં બ્રાઝિલનું પ્રતિનિધિત્વ કર્યું. આ ચાર વિશ્વકપમાં તેણે કુલ 9 ગોલ કર્યાં છે.
વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી મોટો અપસેટ!
પાંચ વખતના ચેમ્પિયન બ્રાઝિલની હાર : છઠ્ઠી વખત ફૂટબોલ વર્લ્ડ કપ જીતવા વધુ ચાર વર્ષ રાહ જોવી પડશે
- Advertisement -
પાંચ વખતના ચેમ્પિયન બ્રાઝિલને છઠ્ઠી વખત ફૂટબોલ વર્લ્ડ કપ જીતવાનું સ્વપ્ન સાકાર કરવા માટે વધુ ચાર વર્ષ રાહ જોવી પડશે. નોર્વેએ પ્રી-ક્વાર્ટર ફાઇનલ મેચમાં બ્રાઝિલને 2-0થી હરાવીને બહાર ફેંકી દીધું છે. નોર્વેના સ્ટાર સ્ટ્રાઈકર, એર્લિંગ હાલેન્ડે એકલા હાથે બ્રાઝિલને હરાવ્યું હતું. નોર્વેએ પ્રી-ક્વાર્ટર ફાઇનલ મેચમાં 2-1થી જીત મેળવીને બ્રાઝિલને ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકી દીધું છે. નોર્વેના સ્ટાર સ્ટ્રાઈકર, એર્લિંગ હાલેન્ડે એકલા હાથે બ્રાઝિલને હરાવ્યું, બે શાનદાર ગોલ કરીને બ્રાઝિલને સ્તબ્ધ કરી દીધું. હાલેન્ડે 79મી મિનિટમાં પહેલો ગોલ કરીને નોર્વેને 1-0ની લીડ અપાવી હતી. જ્યારે બ્રાઝિલ વાપસી કરવા માંગતું હતું, ત્યારે હાલેન્ડે 90મી મિનિટમાં પોતાનો બીજો ગોલ કરીને બેવડો ફટકો માર્યો. નેમારે 90 મિનિટ પછી પેનલ્ટીથી તેના ચાહકોને ખુશ કરવા માટે એક તક આપી હતી.
નોર્વેએ 2-0થી વિજય મેળવ્યો અને ક્વાર્ટર ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું છે. એર્લિંગ હાલેન્ડ ટુર્નામેન્ટમાં સારા ફોર્મમાં છે, અત્યાર સુધી સાત ગોલ કર્યા છે. તેણે એમબાપ્પે અને મેસ્સીની બરાબરી કરી છે. ત્રણેયે સાત ગોલ કર્યા છે, જેના કારણે ગોલ્ડન બૂટની રેસ અત્યંત રસપ્રદ બની છે. નોંધનીય છે કે 1990 પછી આ પહેલી વાર છે, જ્યારે બ્રાઝિલ ફૂટબોલ વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવામાં ફેલ ગયું છે. નોર્વેએ પહેલી વાર વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી છે. ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં જ આ ટીમને ડાર્ક હોર્સ માનવામાં આવતી હતી, અને હવે, પાંચ વખતના ચેમ્પિયન બ્રાઝિલને હરાવીને, તેમણે અન્ય ટીમોને તેમને ઓછા આંકવાના પરિણામો વિશે મેસેજ આપ્યો છે. પોતાનો પહેલો વર્લ્ડ કપ રમી રહેલા હોલેન્ડ નોર્વેનો સૌથી મોટો હીરો બની ગયો છે. કોઈપણ વિરોધી ટીમ માટે તેમને રોકવા મુશ્કેલ સાબિત થઈ રહ્યા છે. જો કે, હોલેન્ડની સાથે, નોર્વેના ગોલકીપર નાયલેન્ડ સમગ્ર મેચ દરમિયાન ઘણા ગોલ બચાવવા બદલ પ્રશંસાને પાત્ર છે. તેણે મેચની શરૂઆતમાં પેનલ્ટી બચાવી હતી, જેનાથી બ્રાઝિલનો ઉત્સાહ ઓછો થઈ ગયો હતો.
બ્રાઝિલને હરાવીને, નોર્વેએ ફૂટબોલ વર્લ્ડ કપ 2026ના ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. નોર્વેનો મુકાબલો 12 જુલાઈના રોજ રાઉન્ડ 8માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ મેક્સિકો (રાઉન્ડ ઓફ 16 મેચ)ના વિજેતા સાથે થશે. નેમાર જુનિયર નોર્વે સામેની મહત્વપૂર્ણ મેચની 68મી મિનિટે મેદાન પર ઉતર્યો હતો. તેણે 90 મિનિટ પછી ઈજાના સમયમાં પેનલ્ટી ફટકારી હતી, પરંતુ તેનો ગોલ બ્રાઝિલના ચાહકોના દુઃખને ઓછો કરશે નહીં. ફૂટબોલ વર્લ્ડ કપ 2026માં બ્રાઝિલની સફર સમાપ્ત થઈ ગઈ છે, અને એવી અટકળો ચાલી રહી છે કે નેમાર તેની છેલ્લી વર્લ્ડ કપ મેચ પણ રમી ચૂક્યો છે.
નોર્વેએ પ્રી-ક્વાર્ટર ફાઇનલ મેચમાં 2-1થી જીત મેળવીને બ્રાઝિલને ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકી દીધું




