By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
    3 hours ago
    ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા
    3 hours ago
    થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત
    1 day ago
    વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
    2 days ago
    102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    PM મોદીએ રાજસ્થાનમાં દેશની સૌથી આધુનિક રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યું
    2 hours ago
    રામ મંદિર બાદ હવે બદ્રીનાથમાં પણ દાન ચોરીનો આરોપ: તપાસના આદેશ
    3 hours ago
    MP-UPમાં વરસાદથી રસ્તાઓ ડૂબ્યાં : જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલન
    3 hours ago
    હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનથી આફત : ૯નાં મોત, ૫૦થી વધુ માર્ગો બંધ
    1 day ago
    પેટ્રોલ-ડિઝલમાં ભાવ ઘટાડાનું હમણા પૂછતા જ નહી : હરદિપપુરીનો સીધો જવાબ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    1 day ago
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    5 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    5 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    5 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 hours ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 week ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 week ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 week ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 week ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટના લોકો સપ્તાહમાં સૌથી વધુ 54 કલાક કામ કરે છે : સરેરાશ માસિક આવક 27039
    20 minutes ago
    સાવધાન રાજકોટિયન્સ ! : અખબારમાં ભજીયા-ગાઠિયા સાથે પીરસાઇ રહ્યું છે ઝેર
    1 day ago
    શ્વાન ફીડિંગ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુ-ટર્ન : હવે રોજ સવારે 8થી 9 એક કલાક માટે ડોગ ફિડિંગની છૂટ
    2 days ago
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    3 days ago
    રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: એમ્બ્યુલેન્સમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ : એમપીથી શબપેટીમાં દારૂ-બિયર સંતાડી રાજકોટ લાવતા બે શખ્સ ઝડપાયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > એમ્બ્યુલેન્સમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ : એમપીથી શબપેટીમાં દારૂ-બિયર સંતાડી રાજકોટ લાવતા બે શખ્સ ઝડપાયા
CRIME

એમ્બ્યુલેન્સમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ : એમપીથી શબપેટીમાં દારૂ-બિયર સંતાડી રાજકોટ લાવતા બે શખ્સ ઝડપાયા

Khaskhabar Editor
Last updated: 2026/07/04 at 3:49 PM
Khaskhabar Editor 2 hours ago
Share
12 Min Read
SHARE

રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર 

રાજકોટમાં હવે ફિલ્મી સ્ટાઇલમાં દારૂનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો હોવાનું સ્પષ્ટ થયું છે કારણકે છેલ્લા બે વર્ષથી એમ્બ્યુલેન્સમાં શબપેટીમાં મૃતદેહને બદલે દારૂ-બિયર ભરી લાવતા રાજકોટના બે શખ્સોને એરપોર્ટ પોલીસે ઝડપી લીધા છે એરપોર્ટ પોલીસે બાતમી આધારે વોચ ગોઠવી અંગ્રેજી દારૂ અને બીયરની હેરાફેરી કરતાં રામ પાર્ક સોસાયટીના જયેશગીરી ગજરાજગીરી ગોસાઈ અને પોપટપરામાં આવેલ કૃષ્ણનગરમાં રહેતા ગીરીરાજસિંહ બળદેવસિંહ જાડેજાને ઝડપી લીધા હતા. એરપોર્ટ પોલીસ મથકના પીઆઇ તરેટીયા સહિતની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને મળેલી બાતમી આધારે એરપોર્ટ ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી દરમિયાન પસાર થયેલી એમ્બ્યુલન્સને પોલીસે અટકાવતા બંને આરોપીઓએ અંદર ડેડ બોડી હોવાનું કહ્યું હતું. જેથી પોલીસે ડેડ બોડી બતાવવા કહ્યું હતું તો બંનેએ કહ્યું કે, ડેડ બોડીમાં શું જોવાનું હોય. આમ છતાં બાતમી ચોક્કસ હોવાથી પોલીસે એમ્બ્યુલન્સમાં રહેલા કોફીનમાં જોતાં દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો. પુછપરછમાં મધ્યપ્રદેશથી લઇ આવતા હોવાનું કહ્યું હતું. પોલીસે દારૂ, કાર અને બે મોબાઇલ ફોન મળી કુલ 3.64 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો બંને બે વર્ષથી આ રીતે દારૂની હેરાફેરી કરતા હોવાનું જાણવા મળ્યું છે.

- Advertisement -

કણકોટ એન્જીનીયરીંગ કોલેજમાં છાત્રનું વીજશોક લાગતા મોત
રાજકોટના કણકોટ ખાતે આવેલી સરકારી એન્જિનિયરીંગ કોલેજની હોસ્ટેલમાં યુવકનું વીજશોક લાગતા મોટ નીપજ્યું છે ઇન્ટર્નશીપના પ્રથમ દિવસે જ નોકરી પૂરી કરીને હોસ્ટેલ પરત ફરેલો રોબોટીક્સ વિભાગનો તેજસ્વી વિદ્યાર્થી ધ્રૂવનાઈ મદનમોહન રાત્રે હોસ્ટેલની ગેલેરીમાં ઊભો રહી માતા સાથે ફોન પર વાત કરતો હતો ત્યારે અચાનક તે ખુલ્લા વીજ વાયરને અડી જતાં કરંટ લાગ્યો હતો અને મોત નીપજ્યું હતું ચાલુ ફોને વીજશોક લગતા પુત્રની ચીસો સાંભળી માતાએ તુરંત તેના મિત્રને ફોન કરી મદદ કરવા કહ્યું હતું પરંતુ ત્યાં સુધીમાં પુત્રનું મૃત્યુ થયું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે મૂળ બિહારના દરભંગાનો વતની ધ્રૂવનાઈનો પરિવાર હાલ વાપી રહે છે. તે બે બહેનોનો એકનો એક ભાઈ હતો રાત્રે માતા સાથે વાત કરતો હતો ત્યારે ધ્રૂવ વીજ કરંટની ઝપેટમાં આવ્યો ત્યારે તે વાયર સાથે ચોંટી ગયો હતો અને જીવ બચાવવા માટે ‘’બચાવો… બચાવો…’’ની બૂમો પાડી રહ્યો હતો. જોકે, હોસ્ટેલમાં કોઈએ આ અવાજ સાંભળ્યો નહોતો. બીજી તરફ, ફોનના બીજા છેડે વાપી બેઠેલી માતાને પુત્ર પર મોટી આફત આવી હોવાનો અહેસાસ થતાં જ તેમણે તાત્કાલિક રાજકોટ હોસ્ટેલમાં રહેતા ધ્રૂવના મિત્ર શૌર્ય યાદવને ફોન કરીને જાણ કરી હતી માતાનો ફોન આવ્યા બાદ ધ્રૂવનો અન્ય એક મિત્ર મનુ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. મનુએ પોતાના જીવની પરવા કર્યા વગર, પગમાં ચપ્પલ પહેરીને પાણીમાં ઉતરી ધ્રૂવને જોરથી ખેંચીને વાયરથી અલગ કર્યો હતો. ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેનું મૃત્યુ થયું હતું બનાવને પગલે પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

બોલો લ્યો બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પાર્કિંગમાંથી ચોરી
રાજકોટ શહેરમાં હવે પોલીસ સ્ટેશન પણ અસલામત હોય તેવો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે શહેરના બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના કંપાઉન્ડમાંથી અજાણ્યો ચોર અગાઉ અન્ય ગુનામાં કબ્જે કરાયેલું 50 હજારની કિંમતનું બજાજ પલ્સર મોટરસાયકલ ચોરી કરી રફુચક્કર થઈ જતા ગુનો નોંધવામાં આવ્યો છે. શહેરના પેડક રોડ પર આવેલા બી-ડિવિઝન પોલીસ મથકના પીઆઇ દ્વારા સૂચના આપવામાં આવી હતી કે વરસાદના કારણે પોલીસ સ્ટેશનના કંપાઉન્ડ ગ્રાઉન્ડમાં રાખેલા કબ્જે કરેલા વાહનો ખરાબ ન થાય તે માટે તેની ખરાઈ કરી વ્યવસ્થિત ગોઠવણી કરવી. આ સૂચના અન્વયે હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ, સર્વેલન્સ સ્ટાફ અને મુદ્દામાલ રાઇટર હેડ કાજલબેન વાહનોનું વેરિફિકેશન કરી રહ્યા હતા દરમિયાન રાઇટરહેડ કાજલબેનના ધ્યાને આવ્યું હતું કે, ગત 1 જૂન 2026ના રોજ અન્ય એક ગુના અંતર્ગત કબ્જે કરાયેલું કાળા કલરનું પલ્સર મોટરસાયકલ નંબર GJ 03 PQ 7672 કંપાઉન્ડમાં હાજર નહોતું. બાઇક ગાયબ જણાતા પોલીસ સ્ટાફે તાત્કાલિક કંપાઉન્ડમાં રાખેલો તમામ મુદ્દામાલ અને વાહનો ચેક કર્યા હતા, પરંતુ આ પલ્સર મોટરસાયકલ ક્યાંય મળી આવ્યું નહોતું આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટરને જાણ કરાતા આખરે અજાણ્યા ચોર વિરૂદ્ધ ગુનો દાખલ કરવાનો નિર્ણય લેવાયો હતો.

પીળા કલરની સાડી પહેરાવી મને અંતિમ સફર કરાવજો : ચિઠ્ઠી લખી પરિણીતાનો આપઘાત
રાજકોટના દૂધસાગર રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતા ભગવતીબેન પવનભાઈ પરિહાર ઉ.25એ પિયરમાં પોતાના હાથ પર બ્લેડથી કાપા માર્યા બાદ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. થોરાળા પોલીસને સ્યુસાઈડ નોટ મળી હતી. પરિવારજનોએ ત્રણ દિવસ પહેલા વિધર્મી શખ્સ ભગાડી ગયા બાદ પરત આવી તેણે પગલું ભર્યાનું જણાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. થોરાળા પોલીસ સૂત્રોના જણાવ્યા, મુજબ મૃતક ભગવતીબેન ત્રણ દિવસ પહેલા ઘરેથી વિધર્મી શખ્સ સાથે નીકળી ગયા બાદ જે બાબતે તેના માતા-પિતા સહિતનાં પરિવારજનોએ શોધખોળ કરી હતી પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો. ત્યારબાદ પિતા સુરજસિંગે સંપર્ક કરતાં તે પરત આવી ગઈ હતી. ગઈકાલે સવારે પતિ કામ પર નીકળ્યો ત્યારે તેને પાછળના ક્વાર્ટરમાં રહેતા પિતાના ઘરે મુકી ગયો હતો. બાદમાં આજે સવારે માતા જમનાબેન બહારથી પરત આવ્યા ત્યારે ઘરનો દરવાજો બંધ હતો. અને મોટા અવાજે ટીવી ચાલુ હતું. દરવાજો ખખડાવવા છતાં કોઈ પ્રતિસાદ નહીં મળતાં તેણે દરવાજો તોડીને અંદર જતાં તે લટકતી હાલતમાં જોવા મળી હતી. થોરાળા પોલીસ સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા મૃતક પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં મારી ભુલના કારણે આ પગલુ ભરું છું, મમ્મી પપ્પા માફ કરજો મારી આખરી ઇચ્છા છે કે પીળા કલરની સાડી પહેરાવી અંતિમ સફર કરાવજો, આ પગલું ભરવા માટે કોઇનું દબાણ નથી. પોલીસે ચીઠ્ઠી કબજે કરી પૂછપરછ પતિએ કહ્યું હતું કે તે મધ્યપ્રદેશનો વતની છે. બે પુત્રી અને એક પુત્ર તેના માતા-પિતા સાથે રહે છે. ત્રણ દિવસ પહેલા પત્ની કહ્યા વગર સાસરે જવા નીકળી હતી.

- Advertisement -

લોહાનગર પત્ની અને સાસુ ઉપર માતા, પુત્રનો ધોકાથી હુમલો
રાજકોટના વિશ્વનગર આરએમસી ક્વાર્ટરમાં રહેતી વર્ષાબેન અને તેની માતા રમાબેન રાઠોડ ઉપર લોહાનગરમાં રહેતા પતિ શૈલેષ રમેશ મકવાણા અને સાસુ વસંતબેનએ ધોકા વડે હુમલો કર્યાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઇ છે. વર્ષાબેને જણાવ્યું હતું કે, પહેલા લગ્ન થકી પુત્રીની પ્રાપ્તી થઈ હતી. પંદર વર્ષ પહેલાં શૈલેષ સાથે લવ મેરેજ કર્યા હતા. છેલ્લા ચારેક માસથી બંને વચ્ચે ઝઘડા થતાં હતા. જેને કારણે પતિ અવારનવાર ઘરમાંથી કાઢી મુકતો હતો. પરિણામે ચારેક માસ પહેલાં માતાને ત્યાં રહેવા જતી રહી હતી. સમાધાન થતાં ફરીથી પતિ પાસે રહેવા ગઈ હતી. જ્યાં ફરીથી ઝઘડો થતાં ગઈ તા.૬ના રોજ માતાના ઘરે આવી હતી. પાછળથી પતિ પાસે રહેલી પુત્રીએ પોતાને લઇ જવાનું કહેતાં ત્યાં ગઈ હતી. તે વખતે પતિ અને સાસુએ વાળ પકડી ધોકા વડે હુમલો કર્યો હતો. તેની માતા વચ્ચે પડતાં તેને પણ ધોકાના ઘા ઝીંકતા બંને ઘવાયા હતા જેથી આ અંગે ફરિયાદ નોંધાવી હતી.

મવડીમાં ભંગાર આડેધડ રાખતા હોય રહીશોએ ટપારતા વેપારીએ ધમકી આપી
રાજકોટના મવડી ગામમાં પટેલ શેરીમાં ભંગારનો ડેલો ધરાવતો વિપુલ મગન રીબડીયા ભંગારની રિક્ષા આડેધડ પાર્ક કરી સોસાયટીના રહીશો ટપારે તો તેમને ધાકધમકી આપતો હોવાની બે ફરિયાદો રાજકોટ તાલુકા પોલીસમાં નોંધાઇ છે. મંજુલાબેન ડોંડાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપીને અવારનવાર પોતાના ઘર પાસે વાહન પાર્ક કરવાની ના પાડી છે છતાં સમજતો ન હતો. આ અંગે ઠપકો આપતાં બોલાચાલી કરી કહ્યું કે, ખોટો પોલીસ કેસ કરી ફીટ કરાવી દઈશ. પાડોશીઓ ભેગા થઈ જતાં આરોપીએ તેને અને પુત્રવધુ હેમાલીને જો રિક્ષા પાર્ક કરવાની ના પાડશો તો તમારા છોકરાના ટાંટીયા ભાંગી નાખીશ તેવી ધમકી આપી હતી. બીજી ફરિયાદ વિનોદભાઈ સોરઠીયાએ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, આરોપી તેના ભંગારના ડેલાનો સામાન અને વાહનો બહાર રાખતો હોવાથી તેમના માતાજીના મઢ ખાતે દર્શન કરવામાં નડતરરૂપ બનતું હતું. જેથી આરોપી અને તેના પિતાને વાત કરતાં ટ્રસ્ટના સભ્યો સાથે બોલાચાલી કરી હતી. એટલું જ નહીં થોડા દિવસો પહેલા આરોપીએ તેની પાછળ આવી કહ્યું કે, અમારા ભંગારના ડેલા પાસે તમે દિવાલ કરી છે, ખજાનચી તરીકે તમે પૈસા આપ્યા છે, એટલે શાનમાં સમજી જાઓ તો સારૂ નહીંતર તમારા ટ્રસ્ટના તમામ સભ્યોની જીંદગી બગાડી નાંખીશ. સાથોસાથ ટ્રસ્ટના સભ્યોના દિકરા ક્યાં-ક્યાં ભણે છે, બધા ક્યાં-ક્યાં ફરે છે, બધાં ઉપર ટ્રક ચડાવતાં વાર નહીં લાગે તેવી ધમકી પણ આપી હતી. રાજકોટ તાલુકા પોલીસે અરજીઓના આધારે ગુના દાખલ કર્યા હતા.

આજે તારી કારના કાચ ફોડયાં છે હવે પછી તારા ટાંગા તોડશું કહી ધમકી
રાજકોટમાં 1 લાખની ઉઘરાણીના વિવાદમાં યુનિવર્સિટી રોડ ઉપર અમિધારા એપાર્ટમેન્ટમાં રહેતાં સત્યજીતસિંહ ખેરડીયાની કારના કાચ તેના બે મિત્રો શક્તિ, રાજદીપ અને અજાણ્યા શખ્સે ફોડી નાંખ્યાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં સત્યજીતસિંહે જણાવ્યું છે કે, ગઈ તા.30ના રોજ મોડી રાત્રે આરોપીઓએ પાર્કિંગમાં પડેલી તેની અમેઝ કારના કાચ ફોડી નાંખ્યા હતા. ચોકીદારે જાણ કરતાં સ્થળ પર પહોંચ્યો હતો. તે વખતે શક્તિ અને રાજદીપે જે 1 લાખ લઈ ગયો છો તે આપી દેવાનું કહ્યું હતું.જેથી તેણે કટકે-કટકે રકમ આપી દીધાનું કહેતાં ત્રણેય આરોપીઓએ ગાળો ભાંડી હતી. સાથોસાથ શક્તિએ કહ્યું કે, પૈસા પરત નહીં આપ તો આજે તો તારી કારના ખાલી આગળ-પાછળના કાચ ફોડયાં છે. હવે પછી તારા ટાંગા ભાંગી નાખશું તેમ કહીં મારી નાખવાની ધમકી આપી હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દેશી બનાવટની પિસ્ટલ સાથે એક શખ્સની ધરપકડ
રાજકોટમાં હથિયારોની હેરાફેરી કરતા શખ્સો ઉપર ખાસ વોચ રાખવા પોલીસ કમિશનર બ્રજેશ ઝા, એડિશનલ સીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને એસીપી બસીયાની સૂચના અન્વયે એસઓજી પીઆઇ એન બી ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ મહેન્દ્રસિંહ જાડેજાની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના ઉપેન્દ્રસિંહ ઝાલા અને જયદીપસિંહ ચૌહાણને મળેલી બાતમી આધારે બેદી ચોકડીથી ભગવતીપરા જતા રસ્તા પર વોચ ગોઠવી શકમંદને અટકાવી જડતી લેતા તેની પાસેથી એક દેશી બનાવટની પિસ્ટલ અને 2 જીવતા કાર્ટીસ મળી આવતા નામઠામ પૂછતાં પોતે ખોડિયારનગરમાં રહેતો કિશન દિલુભાઈ બાવડા હોવાનું જણાવતા હથિયાર અને મોબાઈલ સહીત 30,200નો મુદામાલ કબ્જે કરી ડીસીબી પોલીસમાં ગુનો રજીસ્ટર કરાવી તેની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી પકડાયેલા કિશન સામે અગાઉ 7 ગુના નોંધાઈ ચુક્યા છે અને તે એક વખત પાસા તળે જેલની હવા પણ ખાઈ ચુક્યો છે.

મનહર પ્લોટમાં ડેકી તોડી 5 મોબાઈલની ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઇ
રાજકોટના રણછોડનગરમાં રહેતા વેપારી ધર્મેશભાઈ ઓઝા ગઈકાલે મનહર પ્લોટમાં પોતાની ઓફિસે ગયા હતા પોતાનું એક્સેસ પાર્ક કર્યું હોય પરત આવીને જોયું તો વાહનની ડેકીમાં એક બેગમાં રાખેલા 5 મોબાઈલ મળી આવ્યા ન હતા જેથી 5000ના 5 મોબાઈલ અને 1500ની બેગ સહીત 6500ની ચોરી અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પીઆઇ જે વી વાઢિયાની રાહબરીમાં પીએસઆઈ ચાવડાની ટીમે સીસીટીવી આધારે તપાસ હાથ ધરી હતી દરમિયાન મહેશભાઈ ચાવડા, કલ્પેશભાઈ બોરીચા અને કરણભાઇ વિરસોડીયાને મળેલી બાતમી આધારે માલવિયા ચોક પાસેથી શંકાસ્પદ રીક્ષા સાથે ઉભેલા ત્રણ શખ્સો ચુનારાવાડના કબીર ગણેશ ઉર્ફે ગનીભાઇ સલાટ, સાગરનગરના અર્જુન મનોજભાઈ સોલંકી અને રાહુલ કિશોરભાઈ પરમારની ધરપકડ કરી ચોરીમાં ગયેલ તમામ મુદામાલ અને રીક્ષા સહીત 1,06,500નો મુદામાલ કબ્જે કર્યો હતો કબીર સામે 4 અને અર્જુન સામે 1 ગુનો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે.

You Might Also Like

ગુજરાતમાં એકસાથે 20 બુટલેગર સામે ગુજસીટકો નોંધાઈ હોય તેવો પ્રથમ કિસ્સો રાજકોટનો

માતા-પિતાએ પુત્રની હત્યા કરી : માતાએ એસિડ પીવડાવ્યું, પિતાએ માર મારી ગળે ટૂંપો આપ્યો

મુન્દ્રા હાઇવે પરથી ચોરાઉ ઓઈલ સહિત 4.34 કરોડના મુદામાલ સાથે 11 શખ્સની ધરપકડ

એટીએમમાં જમા કરાવવાના 5 લાખ જામનગરનો કર્મચારી ચાઉં કરી ગયો

સોની વેપારીને મરવા મજબુર કરનાર મોરબી, સુરત, મુંબઇના પિતા-પુત્ર સહિત 8 શખ્‍સો સામે ફરિયાદ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઇશ્વરના અસ્તિત્વનો પુરાવો
Next Article રાજકોટના લોકો સપ્તાહમાં સૌથી વધુ 54 કલાક કામ કરે છે : સરેરાશ માસિક આવક 27039

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
TALK OF THE TOWNગુજરાત

રાજકોટના લોકો સપ્તાહમાં સૌથી વધુ 54 કલાક કામ કરે છે : સરેરાશ માસિક આવક 27039

Khaskhabar Editor Khaskhabar Editor 20 minutes ago
52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
ઇશ્વરના અસ્તિત્વનો પુરાવો
નિર્દોષ હાસ્યના સંસ્કારી સર્જક : શાહબુદ્દિન રાઠોડ
જમીન સંપાદન કાયદો અને ખેડૂતોના કાનૂની અધિકારો
વાળ: એક્સ્ટ્રા પણ ઈમ્પોર્ટન્ટ કલાકાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

CRIME

ગુજરાતમાં એકસાથે 20 બુટલેગર સામે ગુજસીટકો નોંધાઈ હોય તેવો પ્રથમ કિસ્સો રાજકોટનો

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
CRIME

માતા-પિતાએ પુત્રની હત્યા કરી : માતાએ એસિડ પીવડાવ્યું, પિતાએ માર મારી ગળે ટૂંપો આપ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
CRIME

મુન્દ્રા હાઇવે પરથી ચોરાઉ ઓઈલ સહિત 4.34 કરોડના મુદામાલ સાથે 11 શખ્સની ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?