રાજકોટ જિલ્લા જમીન દફતર નિરીક્ષક કચેરીનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ
રી-સરવે સુધારણા, જમીન માપણી અને પ્રોપર્ટી કાર્ડ સહિતની કામગીરી હવે તાલુકાસ્તરે થઈ શકશે
- Advertisement -
ગુજરાત સરકાર દ્વારા વહીવટી તંત્રને વધુ સુદ્રઢ બનાવવા તેમજ તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિ અને સ્થાનિક કક્ષાએ ઉદ્ભવતા પ્રશ્નોનું આયોજનબદ્ધ રીતે ઝડપી નિરાકરણ લાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જમીન દફતર ખાતાની કામગીરી માટે લોકોને હવે જિલ્લાકક્ષાએ જવાના બદલે તેમના રહેઠાણની નજીક તાલુકાકક્ષાએ જ સેવા મળી શકે, તે હેતુથી જિલ્લા જમીન દફતર નિરીક્ષક, વર્ગ-૨ (District Inspector of Land Records) હેઠળની તમામ જગ્યાઓનું વિકેન્દ્રીકરણ કરીને તાલુકાકક્ષાએ ‘જમીન દફતર નિરીક્ષક (ILR), વર્ગ-૨’ની કચેરીઓ શરૂ કરવામાં આવી છે. ગુજરાતના સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકના હુકમથી રાજકોટ જિલ્લા માટે જમીન દફતર નિરીક્ષક, વર્ગ-૨ની કચેરીના વડા અને સ્થળ નક્કી કરાયા છે. હવેથી જમીન દફતર ખાતાની રી-સર્વે સુધારણાને લગતી કામગીરી, જમીન માપણી, હક્ક ચોકસી, પ્રોપર્ટી કાર્ડ મેળવવા કે તેમાં ફેરફાર નોંધને લગતી તમામ કામગીરી તેમજ સ્વામિત્વ યોજના અને એકત્રીકરણ યોજનાને લગતી તમામ કામગીરી આ તાલુકા કચેરીઓથી કરવામાં આવશે.
૧. રાજકોટ શહેર (પૂર્વ): બીજો માળ, સર્વે ભવન, રૂડા બિલ્ડીંગની બાજુમાં, જામનગર રોડ, રાજકોટ.
- Advertisement -
૨. રાજકોટ શહેર (પશ્ચિમ): પ્રથમ માળ, મામલતદાર રાજકોટ શહેર (પશ્ચિમ) કચેરી કેમ્પસ, આત્મિય કોલેજ સામે, કાલાવડ રોડ, રાજકોટ.
૩. રાજકોટ શહેર (દક્ષિણ): ગ્રાઉન્ડ ફ્લોર, મામલતદાર રાજકોટ શહેર (દક્ષિણ) કચેરી કમ્પાઉન્ડ, પી. ડી. માલવીયા કોલેજ પાસે, ગોંડલ રોડ, રાજકોટ.
૪. કોટડાસાંગાણી: તાલુકા પંચાયત કચેરી કમ્પાઉન્ડ, કોટડા સાંગાણી.
૫. રાજકોટ (ગ્રામ્ય): પહેલો માળ, સર્વે ભવન, રૂડા બિલ્ડીંગની બાજુમાં, જામનગર રોડ, રાજકોટ.
૬. લોધિકા: તાલુકા પંચાયત કચેરી કમ્પાઉન્ડ, લોધિકા.
૭. પડધરી: જૂની તાલુકા પંચાયત કચેરી સામે, સ્ટાફ ક્વાર્ટરની બાજુમાં, પડધરી.
૮. જસદણ: પ્રથમ માળ, તાલુકા સેવા સદન, જસદણ.
૯. વિંછીયા: તાલુકા સેવા સદન, વિંછીયા.
૧૦. ગોંડલ (શહેર): પહેલો માળ, તાલુકા સેવા સદન, ૨૧ સ્ટેશન પ્લોટ, ગોંડલ.
૧૧. ગોંડલ (ગ્રામ્ય): બીજો માળ, તાલુકા સેવા સદન, ૨૧ સ્ટેશન પ્લોટ, ગોંડલ.
૧૨. જેતપુર (શહેર): બીજો માળ, તાલુકા સેવા સદન, જૂનાગઢ રોડ, જેતપુર.
૧૩. જેતપુર (ગ્રામ્ય): ત્રીજો માળ, તાલુકા સેવા સદન, જૂનાગઢ રોડ, જેતપુર.
૧૪. ધોરાજી: બીજો માળ, મહેસૂલ સેવા સદન, ગેલેક્સી ચોક, ધોરાજી.
૧૫. ઉપલેટા: રાણીંગા હુન્નર શાળા, સરદાર પટેલ રોડ, જીનમીલ ચોક પાસે, ઉપલેટા.
૧૬. જામકંડોરણા: જૂનું કોર્ટ બિલ્ડીંગ કમ્પાઉન્ડ, કાલાવડ રોડ, જામકંડોરણા.




