By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    3 days ago
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    4 days ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    4 days ago
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    5 days ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
    2 days ago
    12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે
    3 days ago
    FSSAI એ દારૂ બનાવતી કંપનીઓને ફટકારી નોટિસ
    3 days ago
    ગુરુગ્રામમાં પોલીસ એન્કાઉન્ટરમાં દીપક નાંદલ ગેંગના ૪ શૂટર ઠાર મરાયા
    3 days ago
    ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી 1000થી વધુ લોકો ફસાયા
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    3 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    3 days ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    4 days ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    4 days ago
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 week ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    3 days ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    4 days ago
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    5 days ago
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    6 days ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    6 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ખુદ્દારીનો મતલબ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ખુદ્દારીનો મતલબ
Author

ખુદ્દારીનો મતલબ

Khaskhabar Editor
Last updated: 2026/06/20 at 2:04 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
4 Min Read
SHARE

નપુંસકનું બ્રહ્મચર્ય, ગરીબનો ત્યાગ અને કાયરની અહિંસા – આ ત્રણેય એકસમાનપણે નકામા છે.

સિદ્ધાર્થ રાઠોડ : પરિપ્રેક્ષ્ય

- Advertisement -

આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં એન્ગર મેનેજમેન્ટ, ઇમોશનલ ક્વોશન્ટ કે પ્રોફેશનલ એપ્રોચના નામે એક માનવી પાસેથી તેની માનવીય સંવેદનાઓ વ્યક્ત કરવાનો અવસર છીનવી લેવામાં આવે છે. ગુલામ બનાવવાની મનોવૃત્તિને આવા અતિ-આધુનિક શબ્દોની મીઠી ચાસણીમાં ડુબાડીને મોટા-મોટા આકાઓ કેટલાય માણસોને પોતાના સ્વાર્થ માટે વાપરે છે.
પરિણામ સ્વરૂપ, મોટાભાગના માનવીઓ પોતાની પ્રકૃતિદત્ત વિદ્રોહની ભાવના અને ક્રોધનો ત્યાગ કરીને, છળકપટ અને દંભ જેવા ગુણોને સ્વીકારી લે છે, જે તેમને તેમની મનુષ્યતાથી વિમુખ કરે છે. આવા સમયે પરશુરામ અત્યંત પ્રસ્તુત છે, જે શુદ્ધ ક્રોધ અને અન્યાય સામે ઉઠતા વિદ્રોહનું સ્વરૂપ છે. મને હંમેશા ક્રોધમાં એક પ્રકારની પ્રમાણિકતા અને પારદર્શિતા દેખાય છે, જે સામાન્ય રીતે શાંત સ્વભાવના માણસોમાં હોતી નથી.

લાઈફ ઓફ પાઈ મુવિનું પેલું દૃશ્ય યાદ છે કે જેમાં પાઈ પોતાની સ્વાભાવિક શ્રદ્ધાથી પ્રેરાઈને વાઘની સામે જાય છે? તેને એમ કે વાઘ તેની પર હુમલો નહી કરે. પછી તેના પપ્પા તેને બતાવે કે વાઘ વાઘ હોય, તમારા મગજમાં શું ભર્યું છે તેનાથી વાઘને કોઈ મતલબ નથી. તેના પપ્પા વાઘના પાંજરા સામે બકરીનું બચ્ચું બાંધી દે અને વાઘ તે બચ્ચાને પાંજરાના સળિયા સોંસરવું ફાડી ખાય છે. તેના પપ્પા ક્રૂર કે નિર્દય નતા માત્ર વાસ્તવિક હતા. એક બાપની ફરજ તે અદા કરતા હતા. એક જાણીતી વાત છે ને કે તમે જંગલમાં જાઓ તો તમે શાકાહારી અને અહિંસક છો, વાઘ નહી અને વાઘને એ ખબર પણ નથી કે તમે અહિંસામાં માંનો છો.

માણસો દિવસે દિવસે વધુ વેવલા અને નાટકિયા થતા જાય છે. સોશિયલ મીડિયા પર જ્યાં જુઓ ત્યાં પ્રાણીઓ માણસો કરતાં બહેતર એવા વાક્યો સાંભળવા મળે છે. થોડા વર્ષો પહેલા પેલા રીંછ સામે પુરુષ વાળા સર્વેમાં ઘણી અક્કલ વગરની આઇટમોએ રીંછને મત આપેલ. આવી બધી કપલીનોને કહેવાનું કે માણસો ચેતના અને સમજદારીના એક સ્તર પર છે, પ્રાણીઓ નહી એટલે તમે પાપપુણ્ય, સારુખરાબ, હિંસાઅહિંસા જેમાં પણ માનતા હોય, મનુષ્યેતર સજીવોને તેનાથી કોઈ લેવા દેવા નથી. અમુક આપના વેવલા ભ્રમ જે હોય તે તૂટી જાય એ જ ઉચિત છે.
યાદ છે ને તે લાઈફ ઓફ પાઈ ફિલ્મમાં પાઈના પપ્પા તેને કહે છે કે જ્યારે તું વાઘની આંખોમાં જુએ છે ત્યારે તને તેની નહી પણ તારી પોતાની લાગણીઓનું પ્રતિબિંબ તેમાં દેખાય છે.

- Advertisement -

મૈને યે ભી સોચા હૈ અક્સર, તું ભી મૈં ભી સભી હૈ શીશે, ખુદ હી કો હમ સભી મેં દેખે……

નાનપણમાં અકબર બીરબલની એક વાર્તા વાંચી હતી. અકબરને રીંગણાં ખૂબ ભાવે એટલે બીરબલ રીંગણના વખાણ કરે; આહાહા રીંગણાં તો શાકના રાજા છે, તેનો રંગ પણ કેવો મસ્ત છે, આકાર પણ કેવો સરસ વગેરે વગેરે. અકબર રીંગણાં ખાધે રાખે અને ખાધે જ જાય. પછી, ધીરે ધીરે તેને રીંગણાં અબખે પડી જાય એટલે તે રીંગણની ટીકા કરે એટલે બીરબલ પણ તેની ટીકા કરે; સ્વાદમાં કેવા કડછા, એક તો નાના નાના અને ઉપરથી કાંટાવાળા, એમાંય વળી બી હોય. ત્યારે અકબર તેની પર ખીજાય જાય અને કહે કે પહેલા તો તું રીંગણના વખાણ કરતો હતો. બીરબલ કહે કે જહાંપનાહ, હું આપનો નોકર છું, રીંગણનો નહિ.

પોતાની વિચારધારાને કોઈ પણ ભોગે વળગી રહેતા, માનવતા, પરોપકાર, દેશ કરતાં પોતાની વિચારધારાને અહમ ગણતા લોકો અત્યારે બહુ જ છે. ‘રીંગણ’ના ખરા નોકરની દેશને અત્યારે તાતી જરૂર છે. એવા સ્વમાની ખુદ્દાર લોકોની જરૂરત હંમેશા રહેવાની.

પૂર્ણાહુતિ:

કાપડ ઓછું છે, તો ગજવાં હટાવ તું,
ઝભ્ભો મારો કૉલર વાળો બનાવ તું.

– મધુસુદન પટેલ

You Might Also Like

10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત

સોશિયલ મીડિયાની માયાવી દુનિયા – સંબંધોની વાસ્તવિકતા

શિક્ષણના નામે ચાલતી બેફામ શૈક્ષણિક લૂંટ

જીવનસાથી સાથેના સંબંધનો સૂર્યાસ્ત !

વરસાદ : ઇન્દ્ર દેવનું વરદાન !

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રીંગણની છાલ સ્કિન કેન્સર સામે અસરકારક
Next Article રાજકોટમાં શરૂ થશે 426 યોગ લર્નિંગ સેન્ટર: 15 મિનિટના અંતરે મળશે યોગની સુવિધા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
સોશિયલ મીડિયાની માયાવી દુનિયા – સંબંધોની વાસ્તવિકતા
રાજ્યમાં સિઝનનો સરેરાશ 24.63% વરસાદ : નર્મદા ડેમ 65% ભરાયો, 10 ડેમ હાઈ-એલર્ટ પર
ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો
શિક્ષણના નામે ચાલતી બેફામ શૈક્ષણિક લૂંટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

સોશિયલ મીડિયાની માયાવી દુનિયા – સંબંધોની વાસ્તવિકતા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

શિક્ષણના નામે ચાલતી બેફામ શૈક્ષણિક લૂંટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?