By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!
    3 hours ago
    ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ પડી, ભારતીય સહિત 13 લોકોનાં મોત
    1 day ago
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    4 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    5 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    IMFનો અંદાજ: ભારતનો આર્થિક વૃદ્ધિ દર વધીને 7% થશે
    2 hours ago
    દિવાળી વેપારીઓની UPI ચાર્જ હાલ મુલતવી
    2 hours ago
    નાસિક-કુંભ મેળા નજીક ભૂગર્ભજળમાં કેન્સરના તત્વો
    2 hours ago
    કેન્સરની દવાઓ પર 30% માર્જિન કેપ લગાવશે સરકાર
    3 hours ago
    CJP નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની ફરી અટકાયત
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    4 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    6 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 week ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading:  વર્ષ ૨૦૪૭ સુધીમાં ગુજરાતનું અર્થતંત્ર ૩.૫ ટ્રિલિયન ડૉલર પહોંચાડવાનું લક્ષ્ય
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત >  વર્ષ ૨૦૪૭ સુધીમાં ગુજરાતનું અર્થતંત્ર ૩.૫ ટ્રિલિયન ડૉલર પહોંચાડવાનું લક્ષ્ય
ગુજરાત

 વર્ષ ૨૦૪૭ સુધીમાં ગુજરાતનું અર્થતંત્ર ૩.૫ ટ્રિલિયન ડૉલર પહોંચાડવાનું લક્ષ્ય

Khaskhabar Editor
Last updated: 2026/06/16 at 12:55 PM
Khaskhabar Editor 4 months ago
Share
7 Min Read
SHARE

રાજ્ય સરકારે ગુજરાત ઔદ્યોગિક નીતિ–૨૦૨૬ની જાહેરાત કરી
ઉદ્યોગોને ૧૫થી ૪૫ ટકા સુધી પ્રોત્સાહન, મહિલા સાહસિકો, સૂક્ષ્મ-લઘુ-મધ્યમ ઉદ્યોગો અને યુવા ઉદ્યોગકારો માટે વિશેષ જોગવાઈઓ
રોકાણ, સંશોધન, નવીનતા, રોજગાર અને વિકાસને કેન્દ્રમાં રાખી નવી ઔદ્યોગિક નીતિનો અમલ કરાશે
દેશના કુલ ઉત્પાદન ક્ષેત્રમાં ગુજરાતનો ૧૮ ટકા ફાળો, જ્યારે ૪૦ ટકા માલવહન વ્યવહાર અને ૩૩ ટકા નિકાસ ગુજરાતમાંથી થાય છે : હર્ષ સંઘવી

ખાસ ખબર ન્યૂઝ ગાંધીનગર

- Advertisement -

ગુજરાતને વર્ષ ૨૦૪૭ સુધી ૩.૫ ટ્રિલિયન અમેરિકન ડૉલરના અર્થતંત્ર તરીકે વિકસાવવાના લક્ષ્યને વેગ આપવા રાજ્ય સરકારે ગુજરાત ઔદ્યોગિક નીતિ–૨૦૨૬ની જાહેરાત કરી છે. ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં નવી ઔદ્યોગિક નીતિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈ, કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી, ઉદ્યોગ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ડૉ. જયરામ ગામીત, મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ, ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા સહિત ઉદ્યોગજગતના અગ્રણીઓ અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી ઔદ્યોગિક નીતિને ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત ૨૦૪૭’ના સંકલ્પને સાકાર કરતો સર્વગ્રાહી વિકાસ દસ્તાવેજ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, આ નીતિ રોકાણ અને ઉત્પાદન, નવીનતા અને સંશોધન, કૌશલ્ય અને રોજગાર તેમજ ટકાઉ અને સર્વસમાવેશક વિકાસ જેવા ચાર મજબૂત આધારસ્તંભો પર નિર્મિત છે. બદલાતી વૈશ્વિક અર્થવ્યવસ્થા, કૃત્રિમ બુદ્ધિમત્તા, હરિત ઊર્જા અને વૈશ્વિક પુરવઠા શ્રેણીમાં થઈ રહેલા પરિવર્તનોને ધ્યાનમાં રાખીને આ નીતિ ઘડવામાં આવી છે. તેમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, નવપ્રવર્તન આધારિત નવા ઉદ્યોગો, મહિલા ઉદ્યોગસાહસિકો, પ્રથમ પેઢીના ઉદ્યોગકારો અને યુવાશક્તિને વિકાસના કેન્દ્રમાં સ્થાન આપવામાં આવ્યું છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, નવી ઔદ્યોગિક નીતિ માત્ર સહાય અને પ્રોત્સાહનો આપતી યોજના નથી, પરંતુ વર્ષ ૨૦૪૭ના વિકસિત ગુજરાતના દ્રષ્ટિકોણને સાકાર કરવાનું શક્તિશાળી માધ્યમ છે. વિવિધ ક્ષેત્રોમાં ૧૫થી ૪૫ ટકા સુધીના પ્રોત્સાહનો દ્વારા ઉદ્યોગોને સહાય આપવામાં આવશે. તેના પરિણામે નવા રોકાણો આવશે, રોજગારીનું સર્જન થશે અને રાજ્યના યુવાનોને પોતાના વતનમાં જ ઉજ્જવળ ભવિષ્ય ઘડવાની વધુ તકો મળશે. દેશના કુલ ઉત્પાદન ક્ષેત્રમાં ગુજરાતનો ૧૮ ટકાથી વધુ ફાળો છે, જ્યારે ૪૦ ટકા માલવહન વ્યવહાર અને આશરે ૩૩ ટકા નિકાસ ગુજરાતમાંથી થાય છે. રાજ્યમાં દેશના સૌથી વધુ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ એકમો કાર્યરત છે.

તમારું પ્રોત્સાહન તમે પસંદ કરો : રોકાણકારો માટે નવી પહેલ
નવી ઔદ્યોગિક નીતિનું સૌથી વિશિષ્ટ આકર્ષણ ‘તમારું પ્રોત્સાહન તમે પસંદ કરો’ યોજના છે. આ પહેલ હેઠળ રોકાણકારો પોતાની જરૂરિયાત અનુસાર મૂડી સહાય, વ્યાજ સહાય અથવા વીજ દર સહાય જેવી વિવિધ સહાયોમાંથી પસંદગી કરી શકશે. સરકારના જણાવ્યા મુજબ આ વ્યવસ્થા વધુ પારદર્શક, સરળ અને રોકાણકારમૈત્રી બની રહેશે, જેનાથી રોકાણ પ્રક્રિયામાં ઝડપ અને વિશ્વાસ બંને વધશે.

રાજ્યમાં સ્થાપિત થનારા પ્રથમ પાંચ સંશોધન અને વિકાસ કેન્દ્રોને ખાસ પ્રોત્સાહન
આ નીતિમાં ગુજરાતને સંશોધન અને વિકાસ માટેનું વૈશ્વિક કેન્દ્ર બનાવવાનો મહત્ત્વાકાંક્ષી અભિગમ અપનાવવામાં આવ્યો છે. રાજ્યમાં સ્થાપિત થનારા પ્રથમ પાંચ સંશોધન અને વિકાસ કેન્દ્રોને વિશેષ પ્રારંભિક પ્રોત્સાહનો આપવામાં આવશે. ઓછામાં ઓછા ₹૩૦૦ કરોડના રોકાણ સાથે સ્થાપિત થનારા આવા કેન્દ્રોને પાંચ વર્ષ સુધી વાર્ષિક ₹૫૦ કરોડ સુધીની મૂડી સહાય, વીજ દર સહાય, વેતન સહાય તથા જમીન ખર્ચમાં રાહત મળશે. ઉપરાંત બૌદ્ધિક સંપત્તિ અધિકાર અને પેટન્ટ નોંધણી માટે પણ દસ વર્ષ સુધી સહાય આપવામાં આવશે.

- Advertisement -

રાજ્યમાં ‘ગુજરાત સંશોધન અને નવીનતા ઉદ્યાન’ની સ્થાપના કરાશે, નવા ઉદ્યોગોને વિશેષ પ્રોત્સાહન
– ૧૦ વર્ષ સુધી દર મહિને ₹૨૫,૦૦૦નું નિર્વાહ ભથ્થું
– મહિલા સહસ્થાપક ધરાવતા નવા ઉદ્યોગોને દર મહિને ₹૩૦,૦૦૦
– બીજ મૂડી સહાયરૂપે ₹૩૦ લાખ સુધીની સહાય
– સામાજિક પ્રભાવ ધરાવતા પ્રકલ્પો માટે વધારાની સહાય
– વ્યાજ સહાય, પ્રવેગક કાર્યક્રમો અને કૌશલ્ય વિકાસની સુવિધાઓ

નવી નીતિમાં પર્યાવરણ સંરક્ષણને વિશેષ સ્થાન અપાશે
– ગ્રીન ઔદ્યોગિક ઉદ્યાનોને પ્રોત્સાહન
– ગંદા પાણીના પુનઃઉપયોગ માટે સહાય
– શૂન્ય પ્રવાહી નિકાલ વ્યવસ્થાને પ્રોત્સાહન
– સ્વચ્છ ઉત્પાદન તકનીકો અપનાવવા સહાય
– પર્યાવરણલક્ષી માળખાકીય સુવિધા માટે કરોડો રૂપિયાની સહાયની જોગવાઈ

મહિલા ઉદ્યોગસાહસિકો માટે વિશેષ જોગવાઈ
મહિલા સશક્તિકરણને ધ્યાનમાં રાખીને નવી નીતિમાં મહિલા આગેવાનીવાળા સાહસો માટે વિશેષ પ્રોત્સાહનોની જાહેરાત કરવામાં આવી છે. મહિલાઓની સંપૂર્ણ માલિકી ધરાવતા સૂક્ષ્મ ઉદ્યોગોને વધારાની વ્યાજ સહાય, ભાડા સહાય અને કૌશલ્ય પુનઃપ્રશિક્ષણ કાર્યક્રમોનો લાભ મળશે. મહિલા સહસ્થાપક ધરાવતા નવપ્રવર્તન આધારિત નવા ઉદ્યોગોને વિશેષ નિર્વાહ ભથ્થું પણ આપવામાં આવશે.

સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે મોટો લાભ
ગુજરાતમાં હાલ ૪૨ લાખથી વધુ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો કાર્યરત છે. નવી નીતિ હેઠળ આવા ઉદ્યોગોને તાલુકા શ્રેણી મુજબ ૩૫થી ૪૫ ટકા સુધીના રોકાણ આધારિત પ્રોત્સાહનો મળશે. આ ઉપરાંત ગુણવત્તા પ્રમાણપત્ર સહાય, પેટન્ટ નોંધણી સહાય, માહિતી અને સંચાર તકનીક અમલીકરણ સહાય, ઊર્જા અને પાણી બચત સહાય અને મૂડીબજારમાંથી ભંડોળ ઊભું કરવા સહાય જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ઉદ્યોગોની ભીડ ઘટાડવા ‘પ્રોજેક્ટ થ્રાઈવ’
નવી નીતિમાં ‘પ્રોજેક્ટ થ્રાઈવ’નામની મહત્વપૂર્ણ પહેલ જાહેર કરવામાં આવી છે. તેનો હેતુ શહેરી વિસ્તારોમાંથી ઉદ્યોગોને સુવ્યવસ્થિત ઔદ્યોગિક વિસ્તારોમાં સ્થાનાંતરિત કરીને શહેરોની ભીડ ઘટાડવાનો અને જીવનની સરળતા વધારવાનો છે. આ યોજના હેઠળ સ્થાનાંતરિત એકમોને નવા એકમ તરીકે ગણાશે, વેતન સહાય મળશે, મૂડી સહાય મળશે, શ્રમિક આવાસ માટે વિશેષ સહાય મળશે અને વિવિધ નિયમનકારી રાહતો આપવામાં આવશે

ગુજરાતના વિકાસમાં નવો માઈલસ્ટોન
ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુશ્રી મમતા વર્માએ જણાવ્યું હતું કે, ગુજરાત ઔદ્યોગિક નીતિ–૨૦૨૬ રાજ્યને અદ્યતન ઉત્પાદન, નવીનતા અને ટકાઉ વિકાસ માટે વૈશ્વિક શક્તિ કેન્દ્ર બનાવવાની દિશામાં એક પરિવર્તનકારી નીતિ છે. રાજ્યનું કુલ આર્થિક ઉત્પાદન છેલ્લા બે દાયકામાં ૨૦ ગણું વધ્યું છે અને આજે ગુજરાત દેશના કુલ આર્થિક ઉત્પાદનમાં આશરે ૮.૨ ટકા ફાળો આપે છે. વર્ષ ૨૦૪૭ સુધી આ ફાળો ૧૦ ટકા સુધી પહોંચાડવાનો રાજ્ય સરકારનો સંકલ્પ છે. નવી ઔદ્યોગિક નીતિ દ્વારા રોકાણ, નવીનતા, રોજગાર અને સર્વસમાવેશક વિકાસને નવી દિશા મળશે અને ગુજરાત દેશના વિકાસ એન્જિન તરીકે પોતાની અગ્રણી ભૂમિકા વધુ મજબૂત બનાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

You Might Also Like

બ્રિજ રાસોત્સવમાં પહેલા-બીજા નોરતે ખેલૈયાઓની જબરદસ્ત ધૂમ

સહિયર કલબ : ડાકલા – ટીમલી – ઘમાલના તાલે ખેલૈયાઓ મન મૂકી ઝૂમી ઉઠ્યા, આજે વૃંદાવન થીમ રાસ રમાશે

કીર્તિદાનના ગરબામાં રિફંડ ન મળતાં ખેલૈયાઓમાં રોષ

ધોળકિયા સ્કૂલની પ્રાચીન ગરબીમાં ભૂવા રાસે લોકોને મા દુર્ગાના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવ્યો

ગાંધીનગર મહાપાલિકામાં ફરી ભાજપને સત્તાનું સિંહાસન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઓપરેશન ‘ચાઇલ્ડહુડ ફ્રીડમ’: 14 દિવસમાં 84 બાળમજૂરને મુક્ત કરાવ્યા, 26 આરોપી સામે કાર્યવાહી
Next Article જગત જમાદાર આજે તાજ વગરનો થઈ ગયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

IMFનો અંદાજ: ભારતનો આર્થિક વૃદ્ધિ દર વધીને 7% થશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
દિવાળી વેપારીઓની UPI ચાર્જ હાલ મુલતવી
નાસિક-કુંભ મેળા નજીક ભૂગર્ભજળમાં કેન્સરના તત્વો
બ્રિજ રાસોત્સવમાં પહેલા-બીજા નોરતે ખેલૈયાઓની જબરદસ્ત ધૂમ
સહિયર કલબ : ડાકલા – ટીમલી – ઘમાલના તાલે ખેલૈયાઓ મન મૂકી ઝૂમી ઉઠ્યા, આજે વૃંદાવન થીમ રાસ રમાશે
કીર્તિદાનના ગરબામાં રિફંડ ન મળતાં ખેલૈયાઓમાં રોષ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

બ્રિજ રાસોત્સવમાં પહેલા-બીજા નોરતે ખેલૈયાઓની જબરદસ્ત ધૂમ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

સહિયર કલબ : ડાકલા – ટીમલી – ઘમાલના તાલે ખેલૈયાઓ મન મૂકી ઝૂમી ઉઠ્યા, આજે વૃંદાવન થીમ રાસ રમાશે

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ગુજરાત

કીર્તિદાનના ગરબામાં રિફંડ ન મળતાં ખેલૈયાઓમાં રોષ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?