ગુજરાત પોલીસ દળમાં જોડાવા માટેની લોકરક્ષક દળ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા રવિવારે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ
‘સરળથી મધ્યમ’ સ્તરનું રહ્યું પ્રશ્નપત્ર: ‘ગોખણપટ્ટી’ કરનારા ગૂંચવાયા, કન્સેપ્ટ ક્લિયર હશે તેમને ફાયદો થશે
- Advertisement -
પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો સીધા જ પોલીસ કોન્સ્ટેબલ બનશે
ગુજરાત પોલીસ દળમાં જોડાવા માટેની લોકરક્ષક દળ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા રવિવારે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની કુલ 12,733 જગ્યાઓ માટે 14 જૂને પરીક્ષા યોજાઈ હતી. અગાઉ યોજાયેલી શારીરિક કસોટી (દોડ)માં ઉત્તીર્ણ થયેલા કુલ 2,63,345 ઉમેદવારો આ મેગા લેખિત પરીક્ષા માટે ક્વોલિફાય થયા હતા, જેઓએ આજે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના મુખ્ય શહેરોની 849 જેટલી શાળા-કોલેજોમાં પોતાનું નસીબ અજમાવ્યું હતું.સ્પર્ધાત્મક પરીક્ષાના નિષ્ણાત નીરજ ભંડેરીના જણાવ્યા અનુસાર, “LRD કોન્સ્ટેબલની પરીક્ષાનું પ્રશ્નપત્ર એકંદરે મધ્યમ સ્તરનું હતું, પણ કેટલાક પ્રશ્નો ટ્રીકી હતા. પરીક્ષાના ટ્રેન્ડ પરથી સ્પષ્ટ થાય છે કે હવે માત્ર ફેક્ટ-બેઝ્ડ (ગોખણપટ્ટી) તૈયારી કામ નહીં આવે. જેમના કન્સેપ્ટ ક્લિયર હશે અને જેણે અંડરસ્ટેન્ડિંગ બેઝ્ડ સ્માર્ટ પ્રિપરેશન કરી હશે તેવા ઉમેદવારોને મોટો એડવાન્ટેજ મળશે. મેથ્સ-રિઝનિંગમાં સખત પ્રેક્ટિસ કરનારા ફાવી ગયા છે. પેપરનું સ્તર જોતા આ વખતે એક્સપેક્ટેડ કટ-ઓફ 200માંથી 130 માર્ક્સ આસપાસ રહી શકે છે, જેને કારણે મેરિટ લિસ્ટ ઘણું ઊંચું જવાની પૂરેપૂરી શક્યતા છે.” શારીરિક કસોટી પાસ કરનાર ઉમેદવારો માટે યોજાયેલી આ 200 ગુણની MCQ આધારિત પરીક્ષામાં રાજકોટ કેન્દ્ર પર ઉમેદવારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પરીક્ષા પૂર્ણ થયા બાદ બહાર આવેલા ઉમેદવારોના મતે પેપર ‘ઇઝી ટુ મોડરેટ’ (સરળથી મધ્યમ) રહ્યું હતું. જોકે, પેપરના પાર્ટ-A માં ગણિત અને રિઝનિંગના પ્રશ્નોની ગણતરીમાં વધુ સમય વેડફાવાને કારણે ઘણા ઉમેદવારોને પાર્ટ-B માં સમય ખૂટ્યો હતો. રાજકોટ કેન્દ્ર પર પરીક્ષાને લઈને ઉમેદવારોમાં જબરદસ્ત હાજરી જોવા મળી હતી. કુલ નોંધાયેલા 44,100 ઉમેદવારોમાંથી 40,841 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જ્યારે માત્ર 3,259 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. આમ, રાજકોટમાં રેકોર્ડબ્રેક 92.61% હાજરી નોંધાઈ હતી. સવારે 9:30 થી બપોરે 12:30 દરમિયાન યોજાયેલી આ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો સીધા જ પોલીસ કોન્સ્ટેબલ બનશે.
- Advertisement -
મેરિટ Boys : 105 to 130
General male : 120 to 130
EWS male : 107 to 120
SC male : 105 to 115
SEBC male. : 110 to 120
ST male. : 80 +
મેરિટ Girls : 90 to 115
General Female : 95 to 110
EWS Female : 90 to 105
SC Female : 90 to 97
SEBC Female. : 90 to 100
ST Female. : 80 to 90




