રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી-ખેડૂતોએ ધ્યાનમાં રાખવા જેવા મુદાઓની ચર્ચા થશે : વિજય કોરાટ.
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિતેશભાઈ પટેલ દ્વારા તથા મહામંત્રી ઓ હિરેનભાઈ હીરપરા અને સરદારભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં રાજ્યમાં તારીખ ૩ નવેમ્બર,૨૦૨૧ને બુધવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે સોશિયલ મીડિયાના વર્ચ્યુઅલ માધ્યમથી કિસાન સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત પ્રદેશ કિસાન મોરચા દ્વારા દર મહિનાના પ્રથમ બુધવારે ખેડૂતો માટે ખેતીલક્ષી માર્ગદર્શન કાર્યક્રમ ચલાવવામાં આવે છે. જેમાં અગાઉ FPOની સ્થાપના નેનોયુરીયા, પ્રાકૃતિક ખેતી, મધ પાલન અને પુરક આવક જેવા વિષયો ઉપર સંવાદ યોજાયા હતા.
- Advertisement -
ગુજરાત સરકાર લાભ પાંચમથી રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનું આયોજન થયેલ છે. ત્યારે ટેકાના ભાવે ખરીદ વિષય ઉપર એચ.એમ.ત્રિવેદી મેનેજર M.S.P.ગુજરાત અન્ન નાગરિક પુરવઠા નિગમ અને રાજ્ય સરકારના મંત્રી ગેજેન્દ્રસિંહ પરમાર આ કાર્યક્રમમાં જોડાશે. રાજ્યના ખેડૂતોને સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાવા ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના મંત્રી વિજયભાઈ કોરાટએ અપીલ કરી છે.



