રાજકોટમાં આઠ વર્ષ પહેલાં થયેલી બાળકની હત્યાનો ભેદ ઉકેલાયો : માવતર પાસે રાજકોટ આવવાના પૈસા ન હતા
બાળકને બંગાળથી મજૂરી માટે લાવી અત્યાચાર ગુજારી મોતને ઘાટ ઉતારનાર આરોપી પાસે કરાવ્યું રી-કન્સ્ટ્રક્શન
- Advertisement -
રાજકોટમાં 2018માં રૂખડીયાપરા પાસેથી પસાર નદીમાંથી બાળકનું માત્ર માથું મળી આવ્યું હતું. આઠ વર્ષ બાદ ક્રાઈમ બ્રાંચે તેનો ભેદ ઉકૈલી લીધો છે. બાળક પશ્ચિમ બંગાળનો શુભમ વિનોદભાઈ હસદા ઉ.14 હતો. તેની હત્યા તેને મજૂરી કરવા લઈ આવનાર મૂળ પશ્ચિમ બંગાળના અને હાલ સામાકાંઠે રાજનગરમાં રહેતા અજીતમૌલા આજમતમૌલા ઉ.40એ કરી હતી. જેની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી તેણે એવી કબૂલાત આપી છે કે, શુભમ તોફાન કરતો હોય તેમજ વતન જવા પૈસાની માંગણી કરતી હોવાથી તેને બેફામ મારકુટ કરી હતી. જેને કારણે તેનું મોત નીપજ્યું હતું. ત્યાર પછી તેની લાશ બોરીમાં નાંખી હતી. પરંતુ માથું સમાતું ન હોવાથી ચપ્પાથી માથું ધડથી અલગ કરી નાંખ્યું હતું. આ પછી બાઈક ઉપર લાશ સાથેની બોરી અને માથું લઈ બેડીના પુલ નીચે નદીમાં ફેંકી દીધું હતું. 2018માં પોલીસને લાશ સાથેની બોરી મળી ન હતી. માત્ર માથું મળતાં બી.ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો મૃતકના પરિવારને ડીએનએ ટેસ્ટ માટે રાજકોટ આવવા કહ્યું હતું પરંતુ તેમની હાલત એટલી કફોળી હતી કે તેમની પાસે રાજકોટ આવવાના પૈસા પણ ન હોય પોલીસે મદદ કરી રહેવા સહિતની વ્યવસ્થા કરી દીધી હતી જે તે વખતે બી.ડિવિઝન પોલીસ સાથે ક્રાઈમ બ્રાંચ અને પોલીસની બીજી ટીમોએ ઘણી તપાસ કરી હતી. પરંતુ ભેદ ઉકેલાયો ન હતો.
ઇન્ચાર્જ સીપી ચૈતન્ય માંડલિકએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપતા જણાવ્યું હતું કે 2025ની સાલમાં એસઓજી અને એએચટીયુની ટીમો દ્વારા મળેલી બાતમીના આધારે મજૂરી માટે લવાયેલા 21 પશ્ચિમ બંગાળના બાળકોને મુક્ત કરાવાયા હતા. જેમાંથી એક બાળકના ગુદાના ભાગે ગંભીર ઇજા મળી આવી હતી. વધુ તપાસમાં પશ્ચિમ બંગાળના વર્ધમાન જિલ્લાનો અજીતમૌલા આજમતમૌલા આ તમામ બાળકોને તેમના રકમ આપી મજૂરી કરવા સાથે લઈ આવ્યાનું ખુલ્યું હતું. તે આ બાળકો પાસેથી કાર્ટી વાલીઓને માત્ર 8 હજાર જેવી મામૂલી રકમ આપી મજૂરી કરવા સાથે લઇ આવ્યો હોવાનું ખુલ્યું હતું તે આ બાળકો પાસે કાળી મજૂરી કરાવવાની સાથોસાથ તેમની બર અમનવીય અત્યાચાર પણ ગુજારતો હતો. ખાવાનું આપતો નહી. એકજમકાનમાં ગોંધી રાખતો હતો. પહેરવા ! માટે પુરતા કપડા કે ચપ્પલ પણ આપતો ન હતો. જેના આધારે તેના વિરુદ્ધ બીએનએસ | ચાઈલ્ડ લેબર, ધ જુવેનાઈલ જસ્ટીસ એક્ટ બોન્ડેડ લેબર સિસ્ટમ એક્ટ અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો ક્રાઈમ બ્રાંચની વિશેષ પુછપરછમાં કોરોના સમયે શુભમની હત્યા કરી લાશ ફેંકી દીધાની કબૂલાત આપી હતી. કોરોના 2021ની સાલમાં હતો. તે સાલ ઉપરાંત તે પછીના વર્ષોમાં પોલીસે તપાસ કરી પરંતુ એકપણ મર્ડર અનડીટેક્ટ મળ્યું ન હતું પરંતુ આખરે ક્રાઈમ બ્રાંચે 2018માં જે માથું મળ્યું હતું તેની હત્યા કર્યાનું સ્પષ્ટ થતાં તે માથું જેનું હતું તેવા શુભમના માતા-પિતાને ડીએનએ ટેસ્ટ માટે બોલાવ્યા હતા. પરંતુ નબળી આર્થિક સ્થિતિને કારણે રાજકોટ આવવાનો ઈન્કાર કરતા તેમને ટીકીટ-ભાડુ વગેરે મોકલતા રાજકોટ આવી ડીએનએ સેમ્પલ આપ્યા હતા. જેનો રીપોર્ટ ગઈ તા.10મીએ આવતા માથું શુભમનું હોવાનું સ્પષ્ટ બન્યું હતું. આ રીતે ડીએનએ સેમ્પલ મેચ થતાં જ પોક્સોના ગુનામાં રાજકોટ જેલમાં બંધ અજીતમૌલાની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી આજે 15 દિવસના રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરવામાં આવશે.
બાળકો ઉપર અત્યાચાર અંગે પશ્ચિમ બંગાળમાં પણ નોંધાયો છે ગુનો
- Advertisement -
2025માં આરોપી અજીતમૌલાની ચુંગાલમાં રહેલા પશ્ચિમ બંગાળના 21 બાળકોને પોલીસે મુક્ત કરાવ્યા હતા 22મું બાળક કોઈપણ રીતે ભાગીને પશ્ચિમ બંગાળ વતનમાં પહોંચ્યું હતું. જ્યાં તેણે વાલીઓને આપવિતી કહેતા તેમણે પશ્ચિમ બંગાળ પોલીસમાં અજીતમૌલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તે વખતે અજીતમૌલા પોક્સોના ગુનામાં રાજકોટની જેલમાં બંધ હતો. જ્યાંથી તેનો પશ્ચિમ બંગાળની પોલીસે કબજો મેળવ્યોહતો. તપાસના અંતે તેને ફરીથી રાજકોટ જેલહવાલે કર્યો હતો. જ્યાંથી ક્રાઈમ બ્રાંચે શુભમના મર્ડરના ગુનામાં કબજો મેળવી ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.



