કેન્દ્ર સરકારની ‘PM-e-Bus સેવા’ યોજના અંતર્ગત કુંભારવાડા પાણીની ટાંકી પાસેથી નવી બસો દોડાવવામાં આવી
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જાહેર પરિવહનને આધુનિક, સુવિધાસભર અને પર્યાવરણમૈત્રી બનાવવાની દિશામાં એક ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની “PM-e-Bus સેવા” યોજના હેઠળ ભાવનગર શહેર માટે ફાળવવામાં આવેલી ૨૫ નવી ઇકો-ફ્રેન્ડલી ઇલેક્ટ્રિક બસોને કેબિનેટ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ કુંભારવાડામાં શીતળા માતા મંદિર વાળા ખાંચા પાસે, પાણીની ટાંકી નજીક યોજાયો હતો.
- Advertisement -
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના “ગ્રીન ટ્રાન્સપોર્ટ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ”ના વિઝનને સાકાર કરતી આ પર્યાવરણ ફ્રેન્ડલી ઇલેક્ટ્રિક બસો ભાવનગરના નાગરિકોને સ્વચ્છ, પ્રદૂષણમુક્ત અને આધુનિક પરિવહન સુવિધા પ્રદાન કરશે. આ મહત્વપૂર્ણ પ્રસંગે મેયર ઉષાબેન તલરેજા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશનભાઈ મહેતા, ડેપ્યુટી મેયર અશોકભાઈ બારૈયા તેમજ મ્યુનિસિપલ કમિશનર ડૉ. નરેન્દ્રકુમાર મીના સહિતના ઉચ્ચ પદાધિકારીઓ અને અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.



