ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમ ખાતે આઇપીએલ સીઝન-19ની ફાઇનલનો જંગ બે શ્રેષ્ઠ ટીમો વચ્ચે ખેલાશે. ગત સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ એ પંજાબને ફાઇનલમાં હરાવીને આઇપીએલ ઇતિહાસમાં પ્રથમ વખત ટાઇટલ હાંસલ કરવાની સિધ્ધિ પ્રાપ્ત કરી હતી.
2024ની ફાઇનલમાં કલકતા નાઇટ રાઇડર્સેે સનરાઇઝ હૈદ્રાબાદને 8 વિકેટે પરાજીત કરીને ટાઇટલ કુલ 3જી વખત પ્રાપ્ત કર્યુ હતું. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ એ કુલ ચાર વખત ફાઇનલ ટચ કરી છે. તેમાંથજી માત્ર 2025માં પ્રથમ વખત ટાઇટલ મેળવ્યું હતું. 2026માં પણ આ ટીમ ફાઇનલને ટચ કરી ચુકી છે.
બેંગ્લુરૂ માટે આ વખતે 2025ના પરિણામનું પુનરાવર્તન કરવાની પુરેપુરી તક છે. જયારે ફાઇનલમાં તેની સામે રાજસ્થાન હોય કે ગુજરાત કોહલી-પાટીદાર એન્ડ કુાં. જીત માટે કોઇ કસર છોડવા માંગતા નથી. ગુજરાતની સરખામણીમાં રાજસ્થાન લગભગ બેંગ્લુરૂ સામે ફાઇનલ રમી શકે તેવી શકયતા છે.
2008માં શરૂ થયેલી આ સ્પર્ધાનો પ્રથમ ખિતાબ રાજસ્થાન રોયલે મેળવ્યો હતો. ફાઇનલમાં તે ટીમે ચેન્નાઇ સુપર કિંગ્ઝને 3 વિકેટે પરાજીત કરીને પ્રથમ ખિતાબ જીત્યો હતો. છેલ્લે 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબને 6 રને રોમાંચક ક્ષણોમાં પરાજીત કર્યુ હતું.
બેંગ્લુરૂનો 190 રનના જવાબમાં પંજાબ 184 રન 20 ઓવર્સમાં બનાવી શકયું હતું. બેંગ્લુરૂથી ઇનિંગ્ઝમાં વિરાટ કોહલીના 43 રન વિજય માટે નિર્ણાયક સાબિત થયા હતા. આ વખતથી સિઝનમાં પણ વિરાટ કોહલી સારા એવા ફોર્મમાં રમી રહ્યો છે. ત્યારે ફાઇનલમાં પણ તેણે વિજયી ઇનિંગ્ઝ રમવી જરૂરી થઇ પડશે.
રાજસ્થાન અને ગુજરાતનો દેખાવ પણ સ્પર્ધામાં નોંધપાત્ર રહ્યો છે. જે પણ ટીમ હશે ટકકર રોમાંચક બની જશે. આ વખતે પ્લેફ ઓફરથી પ્રથમ મેચમાં બેંગ્લુરૂએ ગુજરાતને 9ર રનથી કારમો પરાજય આપ્યો હતો તો સાથે કોહલીની ટીમે ફાઇનલમાં વટભેર પ્રવેશ કર્યો હતો. અલબત આ મેચમાં બેંગ્લુરૂના સુકાની એ અણનમ 93 રનની ફાકડી ઇનિંગ્ઝ રમીને ગુજરાત સામે 254 રનનો વિશાળ જુમલો નોંધાવ્યો હતો.
તે સામે ગુજરાત માત્ર 162 રનમાં જ ઓલ આઉટ થયું હતું. બીજા પ્લે ઓફમાં રાજસ્થાન હૈદ્રાબાદ સામે 243 રન બનાવ્યા હતા. હૈદ્રાબાદ 196 રનમાં ઓલઆઉટ થતા જ 47 રને સ્પર્ધામાંથી ફેંકાઇ ગયું હતું.
હૈદ્રાબાદ અને રાજસ્થાનની મેચનો હિરો વૈભવ સુર્યવંશી બની રહ્યો હતો તેણે માત્ર 29 દડામાં આક્રમક 97 રનની યાદગાર ઇનિંગ્ઝ રમીને અનેક આઇપેલના વિક્રમો બ્રેક કર્યા હતા તેણે 12 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી 97 રન બનાવ્યા હતા. તેણે માત્ર 16 દડામાં અડધી સદી ફટકારી હતી. વૈભવ આઇપીએલમાં સૌથી ઝડપથી 30 દડામાં સદીનો ક્રિસ ગેઇલનો વિક્રમ તોડશે પરંતુ તે 29 દડામાં 97 રન પર આઉટ થયો હતો. ટૂંકમાં આઇપીએલ સિઝન-19નો અંત ખુબ જ રોમાંચક બની રહશેે તેમાં બે મત નથી અલબત એક તરફી મેચ સમાપ્ત થશે તો ક્રિકેટ ચાહકો અવશ્ય નિરાશ થશે. બેંગ્લુરૂ માટે બીજી વખત ટાઇટલ જીતવા માટે પુરેપુરી તક છે.



