રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડના બે વર્ષ પૂર્ણ
ગોઝારી ઘટનામાં 27 લોકોએ જીવ ગુમાવ્યો હતો, કુલ 16 આરોપી જેમાંથી બેના મોત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ સહિત દેશભરના લોકોને હચમચાવી મૂકનારી ઝછઙ ગેમઝોન અગ્નિકાંડને આજે બે વર્ષ પૂર્ણ થયા છે. 25 મે, 2024ની એ સાંજ જીવ ગુમાવનારા 27 લોકોના પરિવારજનો અને રાજકોટવાસીઓ ક્યારેય નહીં ભૂલી શકે. આજે આ ઘટનાને બે વર્ષ પૂર્ણ થયા છે. તમામ પીડિત પરિવારો હજુ ન્યાયની રાહ જોઇ રહ્યા છે ત્યારે આરોપીઓ હાલ જામીન મુક્ત છે.
આ બનાવમાં કુલ 16 આરોપી સામે ગુનો દાખલ થયો છે, જેમાં ટીઆરપી ગેમઝોનના સંચાલકો ધવલ ભરત ઠકકર (ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર), રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદારો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ ક્ધહેયાલાલ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલીતભાઇ રાઠોડ, ગેમઝોન મેનેજર નીતિન મહાવીરપ્રસાદ લોઢાજૈન, રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન ઝઙઘ મનસુખ ધનજીભાઇ સાગઠિયા, આસિસ્ટન્ટ ટીપીઓ ગૌતમ જોષી, મુકેશ મકવાણા, કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા, ટીપી શાખાના એન્જિનિયર અને એટીપીઓ જયદીપ બાલુભાઈ ચૌધરી, રાજેશભાઇ નરશીભાઇ મકવાણા, ચીફ ફાયર ઓફિસર ઇલેશ વાલાભાઈ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા જીવાભાઈ ઠેબા અને ગેમઝોન ખાતે ફેબ્રિકેશનનો કોન્ટ્રેકટ રાખનાર મહેશ અમૃત રાઠોડ સામે ગુનો નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે, કુલ 16 આરોપીઓ સામે ગુનો નોંધી 15 આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા. ચાર્જશીટ થયા બાદ અદાલતમાં ટી.પી.ઓ. મનસુખ સાગઠીયા, એટીપીઓ મુકેશ રામજી મકવાણા, જયદીપ ચૌધરી, ગૌતમ દેવશંકર જોષી, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઠેબા, ધવલ ઠક્કર અને નીતિન જૈન દ્વારા કેસ ચાર્જફ્રેમ થાય તે પહેલાં તહોમતમાંથી બિનતહોમત (ડિસ્ચાર્જ) કરી છોડી મુકવા અરજીઓ દાખલ કરી હતી. જેમાં સ્પેશિયલ પી.પી. તુષાર ગોકાણી દ્વારા કોર્ટ સમક્ષ તમામ સાત આરોપીની ડિસ્ચાર્જ અરજી શા માટે રદ કરવી જોઈએ તે અંગે દલીલો કરવામાં આવી હતી અને કેસમાં ચાર્જફ્રેમ થઈ શકે તેટલો મજબૂત પુરાવો તપાસનીશ અમલદાર દ્વારા એકઠો કરી અદાલત સમક્ષ મૂકવામાં આવ્યો છે. દલીલોના અંતે કોર્ટે 07.07.2025ના રોજ તમામ સાત આરોપીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવી તમામ સામે કેસ ચલાવવા મંજૂરી આપી હતી.
આ અગ્નિકાંડમાં 365 સાક્ષીના નિવેદન સાથેની ચાર્જશીટ 23 જુલાઈ,2024ના રોજ રાજકોટ સેશન્સ કોર્ટમાં કમિટ કરવામાં આવ્યો હતો. સ્પેશિયલ પી.પી. તુષાર ગોકાણી દ્વારા 7 નવેમ્બર,2024ના રોજ ડ્રાફ્ટ ચાર્જ પણ રજૂ કરી દેવામાં આવ્યો છે, દસ્તાવેજી પુરાવા લિસ્ટ પણ રજૂ કરેલ છે અને કેસ ઓપન કર્યો છે. આ ઉપરાંત ગુજરાતની ચાર મોટી દુર્ઘટનામાં સૌથી ઝડપી કેસ ચાર્જફ્રેમ ઝછઙ ગેમઝોન અગ્નિકાંડમાં થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેમાં 418 દિવસે એટલે કે 17 જુલાઈ,2025ના રોજ કેસ ચાર્જફ્રેમ કરવામાં આવ્યો હતો અને તમામ આરોપીઓ વિરુદ્ધ તહોમત ફરમાવી 31 જુલાઈ, 2025થી સાક્ષીઓને તપાસવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ટ્રાયલ શરૂ થતા એક બાદ એક સાક્ષીને તપાસવાની કામગીરી કોર્ટમાં ચાલી રહી છે, જેમાં મહત્વપૂર્ણ કહી શકાય તેવા સરકારી હોસ્પિટલના ઙખ કરનાર 6 પૈકી 5 તબીબોને તપાસી લેવામાં આવ્યા છે અને આગળ 12 જૂનના રોજ બાકી રહેલ તબીબનું પણ કોર્ટ સમક્ષ નિવેદન તપાસવામાં આવશે છે.
કયા આરોપી ક્યારે જામીન મળ્યા?
- Advertisement -
3 ડિસેમ્બર 2025 ધવલ ઠક્કરના જામીન મંજુર
21 નવેમ્બર, 2025 નીતિન લોઢાના જામીન મંજુર
26 નવેમ્બર, 2025 યુવરાજસિંહ સોલંકીના જામીન મંજુર
02 સપ્ટેમ્બર, 2025 સાગઠીયાના જામીન મંજુર (ઝછઙ કેસ)
12 ઓક્ટોબર, 2025 સાગઠીયાના જામીન મંજુર (અઈઇ કેસ)
10 ઓક્ટોબર, 2025 કિરીટસિંહ જાડેજાના જામીન મંજુર
18 ફેબ્રુઆરી, 2025 મુકેશ મકવાણા જામીન મંજુર
16 જુલાઇ, 2025 ઈલેશ ખેરના જામીન મંજુર
જુલાઇ, 2025 ભીખા ઠેબાના જામીન મંજુર
30 જાન્યુઆરી, 2025 રાજેશ મકવાણાના જામીન મંજુર
30 જાન્યુઆરી, 2025 ગૌતમ જોશીના જામીન મંજુર
30 જાન્યુઆરી, 2025 જયદિપ ચૌધરીના જામીન મંજુર



