By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    શીત યુદ્ધ પછી સૌથી મોટી હલચલ: ક્યુબાને ઘેરવા અમેરિકાનું USS Nimitz પહોંચ્યું, જાસૂસી વિમાનો-ડ્રોન તૈનાત
    2 hours ago
    ઈરાન યુદ્ધના ભવિષ્ય અંગે ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે ફોન પર તણાવપૂર્ણ વાતચીત: અહેવાલો
    3 hours ago
    ‘નામોનિશાન મિટાવી દઈશું..’, અમેરિકાને ઈરાનનો સીધો પડકાર, અરાઘચીના નિવેદનથી અકળાશે ટ્રમ્પ
    1 day ago
    ‘ક્રેશ થઈ જશે ક્રૂડ ઓઇલની કિંમતો…’ ઈરાન સાથેના યુદ્ધને લઈને ટ્રમ્પનો ચોંકાવનારો દાવો
    1 day ago
    પુતિન અને જિનપિંગની મુલાકાત પહેલા જ ચીનના જહાજ પર રશિયાનો હુમલો! ઝેલેન્સ્કીના દાવાથી ખળભળાટ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    યુદ્ધ મુદ્દે ટ્રમ્પ-નેતન્યાહુ વચ્ચે ટકરાવ
    30 minutes ago
    પશ્ર્ચિમ બંગાળના તમામ મદરેસાઓમાં હવેથી ‘વંદે માતરમ્’ ગાવું ફરજિયાત
    34 minutes ago
    ઇન્સ્ટાગ્રામ પર લગભગ 13 મિલિયન ફોલોઅર્સ સાથે ભાજપને પાછળ છોડી દીધાના થોડા કલાકો પછી ભારતમાં કોકરોચ જનતા પાર્ટીનું X એકાઉન્ટ રોકી દેવામાં આવ્યું
    2 hours ago
    રાજ્યના 12 સરકારી વિભાગ રોજ સરેરાશ ₹47 લાખનું ઇંધણ વાપરે છે
    1 day ago
    નીટ કેસ-લાતુરનો કોચિંગ ડાયરેક્ટર શિવરાજ રઘુનાથ પહેલાં પાર્ટ-ટાઇમ શિક્ષક હતો, આજે ₹1500 કરોડની સંપત્તિ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે
    11 minutes ago
    KKRની સતત બીજી જીતથી પ્લેઑફની આશા વધી: મુંબઈને 4 વિકેટે હરાવ્યું
    26 minutes ago
    હાર, હતાશા અને ગુસ્સો…. હાર્દિક પંડ્યાએ મેદાનમાં ગુમાવ્યો પિત્તો, મોટી ભૂલ કરતાં થયો દંડ
    2 hours ago
    યુકે નાગરિકતા મળ્યા બાદ પાકિસ્તાન માટે IPL હરાજીમાં ઝડપથી પ્રવેશવાનો માર્ગ ખુલ્યો
    3 hours ago
    વૈભવની તોફાની બેટિંગ સામે લખનઉ પરાસ્ત: રાજસ્થાન રોયલ્સે લખનઉને 7 વિકેટે હરાવ્યું
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    2 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    3 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    4 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ચોમાસાની આતુરતાથી જોવાતી રાહ, વરસાદમાં પ્રવાસીઓનો ધસારો વધશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > ચોમાસાની આતુરતાથી જોવાતી રાહ, વરસાદમાં પ્રવાસીઓનો ધસારો વધશે
જુનાગઢ

ચોમાસાની આતુરતાથી જોવાતી રાહ, વરસાદમાં પ્રવાસીઓનો ધસારો વધશે

Khaskhabar Editor
Last updated: 2026/05/21 at 4:27 PM
Khaskhabar Editor 2 minutes ago
Share
4 Min Read
SHARE

ચોમાસા પહેલા જ સોશિયલ મીડિયા પર ગિરનારનો ટ્રેન્ડ, પ્રકૃતિપ્રેમીઓમાં અદભુત ક્રેઝ

ડિજિટલ પ્લેટફોર્મ પર ગુજરાતની શાનનો દબદબો 

- Advertisement -

વાદળોની ચાદર અને ખળખળ વહેતા ઝરણાંના અદભુત વિડીયો અને રીલ્સ શેર કરીને યુવાનોએ જમાવ્યો માહોલ

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21

હવામાન વિભાગ અને વરસાદની આગાહી કરનારના મતે સમગ્ર દેશમાં ચોમાસુ વેહલું આવી જશે તેવી આગાહી કરવામાં આવી રહી છે. જેમાં તારીખ 27 મે આસપાસ કેરળમાં વરસાદનું આગમન થશે અને ધીરે ધીરે દેશના અનેક ભાગોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે ત્યારે ગુજરાતમાં પણ વરસાદનું આગમન થશે એવા સમયે ગુજરાતની શાનસમા ગિરનાર પર્વત અને ગીર જંગલ સહીત અનેક ઝરણાં અને ધોધ સહીત ગિરનારનો વરસાદી વાતાવરણમાં મનમોહક નયનરમ્ય દ્રશ્યો જોવા અને માણવા એક લ્હાવો છે. ત્યારે યુવાન પ્રકૃતિ પ્રેમીઓમાં શોશ્યલ મીડિયામાં ચોમાસાની ઋતુની આગમનની ઘડીઓના એઆઈ તેમજ અગાઉના દર્શ્યોને પોતાના પેલ્ટફોર્મ પર મુકવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.
ગુજરાતનો સૌથી ઊંચો અને પવિત્ર પર્વત ગિરનાર હંમેશા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. પરંતુ, ચોમાસાની ઋતુમાં ગિરનારનું સૌંદર્ય કંઈક અલગ જ સ્તરે પહોંચી જાય છે. ચાલુ વર્ષે હજુ ચોમાસું બેસવાને આશરે એકાદ મહિના જેટલો સમય બાકી છે, ત્યાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ગિરનારને લઈને એક અદભુત માહોલ જોવા મળી રહ્યો છે. ડિજિટલ દુનિયામાં અત્યારે હાલો ગિરનાર ટ્રેન્ડ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જે દર્શાવે છે કે આ વર્ષે ગિરનાર પ્રવાસીઓના તમામ રેકોર્ડ તોડવા માટે તૈયાર છે.
ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુવાનો પોતાના આઇડી પરથી ગિરનારના અદભુત ફોટોગ્રાફ્સ અને રીલ્સ શેર કરી રહ્યા છે. ખાસ કરીને ગત વર્ષના ચોમાસા દરમિયાન શૂટ કરાયેલા વીડિયો, જેમાં ગિરનાર પર્વત વાદળોની ચાદર ઓઢીને બેઠો હોય, ધુમ્મસભર્યું વાતાવરણ હોય અને લીલોતરી છવાયેલી હોય, તેવા દ્રશ્યો ધૂમ મચાવી રહ્યા છે. યુવાનો આ વીડિયો અને ફોટોઝની સાથે કેપ્શનમાં હાલો ગિરનાર, કુદરતનું સ્વર્ગ એટલે ગિરનાર અને આ ચોમાસે ક્યાં જવું? હાલો ગિરનાર જેવા આકર્ષક વાક્યો લખીને લોકોને સોરઠની આ પવિત્ર ભૂમિ પર આવવા આમંત્રણ આપી રહ્યા છે.
ચોમાસાની ઋતુ શરૂ થતાં જ ગિરનાર પર્વત જાણે સોળે કળાએ ખીલી ઉઠે છે. પર્વતના ઊંચા ખડકો પરથી વહેતા નાના-મોટા અસંખ્ય ઝરણાં અને ચારેય તરફ પથરાયેલી હરિયાળી પ્રકૃતિપ્રેમીઓને મંત્રમુગ્ધ કરી દે છે. વાદળો જાણે પર્વતના પગથિયાંને સ્પર્શવા નીચે ઉતરી આવતા હોય તેવો અદ્ભૂત નજારો જોવા મળે છે. ગિરનાર પર્વતની આ જ સુંદરતાને માણવા માટે દર વર્ષે ખાસ કરીને ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં યુવાનો અને ટ્રેકર્સ અહીં દોડી આવે છે. ચોમાસાના દિવસોમાં અહીંનો નજારો કોઈ હિલ સ્ટેશનથી કમ નથી હોતો.
ગત ચોમાસાની ઋતુમાં ગિરનાર અને તેની આસપાસના ગીર જંગલ વિસ્તારમાં પ્રવાસીઓની અભૂતપૂર્વ ભીડ જોવા મળી હતી. રોપ-વેની સુવિધા ઉપલબ્ધ હોવાને કારણે અબાલ-વૃદ્ધ સૌ કોઈ માટે ગિરનારના દર્શન અને કુદરતી સૌંદર્ય માણવું સરળ બન્યું છે. ગત વર્ષે વીકેન્ડ અને તહેવારોના દિવસોમાં જૂનાગઢની તમામ હોટેલો અને ધર્મશાળાઓ હાઉસફુલ થઈ ગઈ હતી. ચાલુ વર્ષે ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે એક મહિના પહેલાથી જ સોશિયલ મીડિયા પર શરૂ થયેલા આ જબરદસ્ત ટ્રેન્ડને જોતાં એવું સ્પષ્ટ અનુમાન લગાવી શકાય છે કે આ વખતે પ્રવાસીઓની ભીડ ગત વર્ષ કરતાં પણ ઘણી વધારે રહેશે.
સોશિયલ મીડિયાના આ ટ્રેન્ડ પાછળ મુખ્ય હાથ યુવાધનનો છે. કોલેજના મિત્રોના ગ્રૂપ, ટ્રેકિંગ ક્લબ અને બાઇકર્સ ગેંગ અત્યારથી જ ચોમાસામાં જૂનાગઢ પ્રવાસના પ્લાનિંગ કરવા લાગ્યા છે. ગિરનારની સીડીઓ ચડીને જટાશંકર, ગાયત્રી મંદિર અને ભવનાથ તળેટીના ઝરણાંઓમાં નહાવાનો લહાવો લેવા માટે યુવાનો ભારે ઉત્સાહિત છે.
એક મહિના અગાઉથી જ જામતો આ ગિરનારપ્રેમ એ વાતની સાબિતી છે કે, આ વર્ષે પણ ચોમાસાની ઋતુમાં સોરઠની આ પવિત્ર અને પ્રકૃતિથી ભરપૂર ધરા પ્રવાસીઓના કલરવથી ગુંજી ઉઠશે.

- Advertisement -

You Might Also Like

મેંદરડાના 42 સરપંચોના ભૂખ હડતાલનો સુખદ અંત, તંત્રએ માંગણીઓ સ્વીકારતા પારણા કર્યા

બંગાળની ઝાલમુરી, લક્ષદ્વીપના દરિયાકિનારા બાદ હવે ગીરની કેસર કેરી, સોમનાથ મંદિર અને એશિયાઈ સિંહ બનશે વિશ્ર્વના આકર્ષણ

સોરઠમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી માવઠાંની સિસ્ટમ સક્રિય: ધરતીપુત્રોના જીવ અધ્ધર

જૂનાગઢમાં વિકાસના નામે વિનાશ? કેવડા વાડીમાં ગટર યોજનામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો

વંથલીના કણજડી ગામે રેતી ભરેલા ડમ્પરે યુવાનને હડફેટે લેતા ડમ્પરને ટોળાંએ ફૂંકી માર્યું, યુવાન ઈજાગ્રસ્ત

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મોરબી-કચ્છમાં ડીઝલની ભયંકર અછત સિરામિક અને મીઠા ઉદ્યોગ બંધ થવાના આરે!
Next Article મેંદરડાના 42 સરપંચોના ભૂખ હડતાલનો સુખદ અંત, તંત્રએ માંગણીઓ સ્વીકારતા પારણા કર્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

મેંદરડાના 42 સરપંચોના ભૂખ હડતાલનો સુખદ અંત, તંત્રએ માંગણીઓ સ્વીકારતા પારણા કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 42 seconds ago
મોરબી-કચ્છમાં ડીઝલની ભયંકર અછત સિરામિક અને મીઠા ઉદ્યોગ બંધ થવાના આરે!
રાજકોટ: ટ્રાફિકથી શહેરીજનો પરેશાન સાંઢિયાપુલ મુદ્દે 24 કલાકમાં નિર્ણય લો
રાજીવ ગાંધીના દુરંદેશી વિચારોથી દેશ આધુનિકતાના માર્ગે આગળ વધ્યો હતો : ડૉ. રાજદીપસિંહ જાડેજા
કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે
દ્વારકાધીશ મંદિરમાં અવ્યવસ્થા અને VIP કલ્ચર સામે ભક્તોમાં રોષ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

મેંદરડાના 42 સરપંચોના ભૂખ હડતાલનો સુખદ અંત, તંત્રએ માંગણીઓ સ્વીકારતા પારણા કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 42 seconds ago
જુનાગઢ

બંગાળની ઝાલમુરી, લક્ષદ્વીપના દરિયાકિનારા બાદ હવે ગીરની કેસર કેરી, સોમનાથ મંદિર અને એશિયાઈ સિંહ બનશે વિશ્ર્વના આકર્ષણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
જુનાગઢ

સોરઠમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી માવઠાંની સિસ્ટમ સક્રિય: ધરતીપુત્રોના જીવ અધ્ધર

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?