રૂ.74 કરોડના ખર્ચે તૈયાર થયો સાંઢિયા પુલ
સ્ટ્રીટલાઈટથી ઝગમગતો નજારો રાજકોટીયન્સ માટે આકર્ષણનું કેન્દ્ર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના જામનગર રોડ ઉપર વર્ષો જૂના સાંઢિયા પુલના સ્થાને આધુનિક સુવિધાઓથી સજ્જ નવો ફોરલેન બ્રિજ તૈયાર થઈ ગયો છે. અંદાજે રૂ.74.32 કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ બ્રિજનું લોકાર્પણ આગામી 20 મેના રોજ કરવામાં આવનાર છે. લોકાર્પણ પૂર્વે રાત્રિના સમયે સ્ટ્રીટલાઈટથી ઝળહળતો બ્રિજ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ડ્રોનથી લેવામાં આવેલી તસવીરોમાં સમગ્ર બ્રિજનો ભવ્ય નજારો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે.
નવનિર્મિત સાંઢિયા પુલની લંબાઈ 600 મીટર, પહોળાઈ 16.40 મીટર અને ઊંચાઈ 6.20 મીટર રાખવામાં આવી છે. ચાર લેનની સુવિધાવાળો આ બ્રિજ જામનગર રોડ ઉપર વધતા વાહનવ્યવહારને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે, જેથી શહેરના ટ્રાફિક દબાણમાં નોંધપાત્ર રાહત મળવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આધુનિક ડિઝાઇન, મજબૂત માળખું અને સ્ટ્રીટલાઈટની સુંદર વ્યવસ્થાના કારણે બ્રિજ રાત્રિના સમયે વિશેષ આકર્ષક દેખાઈ રહ્યો છે. લોકાર્પણ પહેલાં જ બ્રિજનો ઝગમગતો નજારો જોવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. શહેરના વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ તરીકે આ બ્રિજને જોવામાં આવી રહ્યો છે.
6 મેના રોજ નવર્નિમિત પુલ પર 360 ટનનું અલ્ટિમેટ લોડ ટેસ્ટિંગ કરાયું હતું
- Advertisement -
74 કરોડનો ખર્ચ
16.4 મીટર પહોળાઈ
6.20 મીટર ઊંચાઈ
20 મીએ લોકાર્પણ થશે
600 મીટર લાંબો બ્રિજ
1,00,000 વાહનચાલકોને મળશે રાહત



