By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીને LAC પર સૈનિકોની સંખ્યા ઘટાડીઃ રક્ષા મંત્રાલયનો રિપોર્ટ
    9 hours ago
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    2 days ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    2 days ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    3 days ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન થઈ શકે છે મોંઘી
    9 hours ago
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    2 days ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    2 days ago
    કાલથી બ્રિક્સ સમિટ
    3 days ago
    UPના 26 જિલ્લામાં પૂર
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    9 hours ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: SOCIAL_MEDIA: માનસિક ગુલામીની બેડી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > SOCIAL_MEDIA: માનસિક ગુલામીની બેડી
મનોરંજનરાજકોટ

SOCIAL_MEDIA: માનસિક ગુલામીની બેડી

Khaskhabar Editor
Last updated: 2020/08/23 at 4:24 AM
Khaskhabar Editor 6 years ago
Share
10 Min Read
SHARE

મનગમતી પ્રોડક્ટ અથવા બ્રાન્ડની જાહેરાત અચાનક તમારા મોબાઇલ સ્ક્રીન પર આવે, ત્યારે હરખઘેલા થઈ જવાને બદલે સૌપ્રથમ તો એ વિચાર આવવો જોઈએ કે મારી પસંદ-નાપસંદ વિશે એક સામાન્ય સોશિયલ મીડિયા એપ્લિકેશનને આટલી ચોકસાઈપૂર્વક જાણકારી કેવી રીતે હોઈ શકે?

દુનિયાની સફળત્તમ કંપનીઓ કઈ? એવો સવાલ જ્યારે કોઈ આપણને પૂછે ત્યારે મગજમાં પહેલાવહેલા ગૂગલ (સર્વજ્ઞ મહારાજ), ફેસબૂક (ચર્ચાનો ચબૂતરો), ટ્વિટર (પારકી પંચાત), એપલ (માન-માભો) વગેરે નામો જ યાદ આવે. જરાક ધ્યાનથી વિચારીએ તો સમજાય કે, ટેક્નોલોજીકલ કંપનીઓ જ 21મી સદીમાં ટોચ પર બિરાજી રહી છે, કમ્પ્યુટર ડેટાની કિંમત ક્રૂડ તેલના ભાવની સરખામણીમાં વધી ગયેલી જોવા મળી.

પરખ ભટ્ટ

Contents
મનગમતી પ્રોડક્ટ અથવા બ્રાન્ડની જાહેરાત અચાનક તમારા મોબાઇલ સ્ક્રીન પર આવે, ત્યારે હરખઘેલા થઈ જવાને બદલે સૌપ્રથમ તો એ વિચાર આવવો જોઈએ કે મારી પસંદ-નાપસંદ વિશે એક સામાન્ય સોશિયલ મીડિયા એપ્લિકેશનને આટલી ચોકસાઈપૂર્વક જાણકારી કેવી રીતે હોઈ શકે?દુનિયાની સફળત્તમ કંપનીઓ કઈ? એવો સવાલ જ્યારે કોઈ આપણને પૂછે ત્યારે મગજમાં પહેલાવહેલા ગૂગલ (સર્વજ્ઞ મહારાજ), ફેસબૂક (ચર્ચાનો ચબૂતરો), ટ્વિટર (પારકી પંચાત), એપલ (માન-માભો) વગેરે નામો જ યાદ આવે. જરાક ધ્યાનથી વિચારીએ તો સમજાય કે, ટેક્નોલોજીકલ કંપનીઓ જ 21મી સદીમાં ટોચ પર બિરાજી રહી છે, કમ્પ્યુટર ડેટાની કિંમત ક્રૂડ તેલના ભાવની સરખામણીમાં વધી ગયેલી જોવા મળી.

ટેક-કંપનીઓ આજે અબજોપતિ છે, એની પાછળનું મુખ્ય કારણ જ આ છે! તદ્દન અદ્રશ્ય લાગતો આ મુદ્દો પાછલાં એક દશકાની અંદર જ વિશ્ર્વવ્યાપી બની ગયો છે

- Advertisement -

તાજેતરમાં એક અજીબોગરીબ ઘટના મારી સાથે બની. બે દિવસ પહેલાની વાત છે. પરિવાર સાથેની કેટલીક રોજિંદી ચર્ચા દરમિયાન ‘જીઓ માર્ટ’ વિશેનો ઉલ્લેખ થયો. સાવ આઉટ ઑફ ધ બ્લ્યુ થયેલી આ વાતચીતને હું એકાદ કલાકમાં તો ભૂલી પણ ગયો હતો. એવામાં બરાબર બે-ત્રણ કલાક પછી મારા મોબાઈલ પર ‘જીઓ માર્ટ’ની જાહેરાતે દેખા દીધી. આશ્ચર્યની વાત તો એ છે કે પહેલા ક્યારેય મેં એની કોઈ જાહેરાત વેબસાઇટ અથવા અન્ય કોઈ પ્લેટફોર્મ પર નહોતી જોઈ, કે ન તો મેં ક્યારેય એના પર કોઈ ગૂગલ-સર્ચ કર્યું હતું! જોતજોતામાં મારા ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, એમેઝોન અકાઉન્ટ પર પણ ‘જીઓ માર્ટ’ની જાહેરાતે ડોકિયા કરવાનું શરૂ કર્યું. આ ઘટનાએ ઘણા પ્રશ્નો ઊભા કર્યા. શું ખરેખર આપણે સૌ સતત કોઈકની દેખરેખ હેઠળ છીએ? જે પ્રોડક્ટ અથવા બ્રાન્ડ વિશે આપણે મિત્રો સાથે ચર્ચા કરતાં હોઈએ એની જ જાહેરાતો મોબાઈલ પર દેખાવા લાગે એ સામાન્ય વાત નથી. આવો અનુભવ આ વાંચનાર દરેકે કર્યો છે. ફર્ક માત્ર એટલો છે કે કયારેય ધ્યાન દઈને નોંધ્યું નથી!

દુનિયાને એકબીજા સાથે જોડવાના સદવિચાર સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યા હતાં. એકબીજાના સારા-માઠાં અનુભવો, જીવનની કડવી-મીઠી યાદો અને પોતાના કાર્યોની સુવાસ ફેલાવવા માટે એનો જન્મ થયો હતો. એકલતા અનુભવતાં લોકો માટે એ વરદાન હતું! હા, ‘હતું’ શબ્દ જ અહીં વધારે યોગ્ય લાગી રહ્યો છે.

ઇન્ટરનેટ પર વાણી સ્વાતંત્ર્ય અને ગુપ્તતાની જાળવણીમાં વૈશ્વિક ઘટાડો નોંધાયો છે. માણસના મેચ-મેકર બનવાથી માંડીને વ્યક્તિગત એન્ટરટેઇનમેન્ટ, ફેક્ટ-ચેકર અને મેમરી-સ્ટોર કરવા સુધીના તમામ કાર્યો સોશિયલ મીડિયા પર થાય છે, કેટલાક કિસ્સામાં ઓનલાઇન થેરાપી પણ ખરી! જેનો વાર્ષિક આંકડો એક ટ્રિલિયન ડોલરનો છે. એમ સમજોને કે ખર્વો રૂપિયા! ફ્રી કનેક્ટિવિટી અને અનલિમિટેડ ડેટાના ચક્કરમાં આપણે વપરાશ માટેની શરતો તથા નિયમો તપાસવાનું તો ચૂકી જ ગયા છીએ.

- Advertisement -

તમે નોંધ્યુ હશે કે કેટલીક જાહેરાતો બહુ જ આસાનીથી મગજમાં ઘર કરી જાય છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં કેટલાક ફોટો, વીડિયો, મીમ્સ અને જીઆઈએફ તરત ફોરવર્ડ કરવાનું મન થાય એવા હોય છે. એમાંની સામગ્રી કોમેડી હોઈ શકે અથવા ક્રોધ અપાવે એવી કે પછી ધર્મ-જ્ઞાતિ પ્રત્યે ધૃણા ઉપજાવે એવી! શા માટે તમારા જ ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ કે વોટ્સએપ પર આવી જાહેરાતો અથવા પોસ્ટ જોવા મળી રહી છે એ અંગે ક્યારેય મનોમંથન કર્યુ છે?

હકીકત એ છે સાહેબ કે, સોશિયલ મીડિયા પર થઈ રહેલી બધી જ વાતચીત, ક્રેડિટ-કાર્ડ સ્વાઇપ, વેબ સર્ચ, લોકેશન્સ, લાઇક્સ-ડિસલાઇક્સ, કમેન્ટ્સ અને પોસ્ટ આપણી ઓળખ છતી કરવાનું કામ કરે છે. ટેક્નોલોજીના આ યુગમાં હવે ડિજિટલ ઓળખને આધારે માણસની પ્રકૃતિ કેવી છે એ નક્કી કરવાનું કામ થઈ રહ્યું છે. દુનિયાની કેટલીય મોટી-મોટી કંપનીઓ પોતાની ઓફિસમાં આવા પ્રકારના ડેટા એકઠા કરીને સમય આવ્યે માણસની દુખતી રગ દબાવવાનું શીખી ગયા છે. એમને ખબર છે કે, મારી-તમારી વ્યક્તિગત પસંદ-નાપસંદ શું છે! આવા યુઝર્સનું ધ્યાન આકર્ષીને એમની પાસેથી પોતાનો સ્વાર્થ સાધવામાં હવે તેઓને ફાવટ આવી ગઈ છે.

ખૂબ જાણીતું ઉદાહરણ આપીને આ વાત સમજાવું. કેમ્બ્રિજ એનાલીટિકા! 2013ની સાલમાં સ્થપાયેલી આ ડેટા એનેલીસિસ ફર્મનું ફેસબૂક સાથેનું કૌભાંડ બહાર આવ્યું હતું. 2016ની સાલમાં તેમના પર આરોપ લાગ્યો કે અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની જીત પાછળ એમનો હાથ છે! કંપનીને તો હાલ તાળા લાગી ગયા છે, પરંતુ એ કેસમાં જે વિગતો બહાર આવી, એ સમગ્ર દુનિયા માટે આઘાતજનક પૂરવાર થઈ. સોશિયલ મીડિયા પર ડોનાલ્ડ ટ્રમ્પની બ્રાન્ડને વિશાળ બનાવવાનું કામ કેમ્બ્રિજ એનાલીટિકાને સોંપવામાં આવ્યું હતું. તેમના ડિજિટલ કેમ્પેઇન માટે ‘પ્રોજેક્ટ એલેમો’ કાર્યરત હતો. ચૂંટણીના સમયે તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની ફેસબૂક-જાહેરાતો પાછળ દસ લાખ ડોલર પ્રતિ દિવસનો ખર્ચ કર્યો હતો! ટ્રમ્પ વિશે શું લખવું, તેની પ્રતિષ્ઠામાં વધારો થાય એવા વીડિયો, ફોટો અને પોસ્ટ કેમ બનાવવી તથા વિરોધીઓની ધજિયાં ઉડી જાય એવી અપડેટ્સ કેવી રીતે આપવી, એ તમામ કાર્યોમાં જે પ્રમુખ ભેજું ઉપયોગમાં લેવાયું હતું એ કેમ્બ્રિજ એનાલીટિકાના કર્મચારીઓનું હતું!

નેતાઓ તો પ્રચાર કરે, એમાં ખોટું શું છે? એમાં ક્યાં અનૈતિકતા આવી? એક મિનિટ. ફેસબૂક પર થતી પોસ્ટ જ્યારે યુઝરની પ્રાઇવેસી પોલિસીનું ખંડન કરતી હોય ત્યારે બેશક એ ગુનો બને છે. કેમ્બ્રિજ એનાલીટિકાએ આવું જ કંઈક કર્યુ. એમણે ફેસબૂક પર એક ઓનલાઇન ટેસ્ટ વાઇરલ કર્યો, જેનું નામ હતું : ધિસ ઇઝ માય ડિજિટલ લાઇફ! જેમાં ફેસબૂક યુઝરને એમના જીવન, સંબંધો, ટેવો-કુટેવો, માનસિકતા વિશેના સવાલો પૂછવામાં આવ્યા. સામાન્ય વ્યક્તિને તો એવું જ લાગે જાણે તે ઓનલાઇન ફીડબેક ફોર્મ ભરી રહ્યો છે! પરંતુ વાસ્તવિકતા અલગ હતી. ખરેખર તો આ ટેસ્ટ આપનાર યુઝર સહિત એના ફ્રેન્ડ-લિસ્ટમાંના તમામ મિત્રોનો અંગત ડેટા કેમ્બ્રિજ એનાલીટિકા સુધી પહોંચી રહ્યો હતો, જેની ફેસબૂકના વપરાશકર્તાઓને જાણ સુદ્ધાં નહોતી!

આ રીતે એકઠા થયેલા પાંચ કરોડ યુઝર્સના ડેટાનું પૃથક્કરણ કરીને એમણે ચોક્ક્સ માનસિકતા ધરાવતાં મતદાતાઓના અકાઉન્ટમાં ટ્રમ્પ પ્રત્યે સહાનુભૂતિ પેદા થાય એવા પ્રકારની જાહેરાતો કરવાનું શરૂ કર્યુ. તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે, 2016ની અમેરિકન ચૂંટણીમાં ફેસબૂક પર વિરોધી પક્ષની દાવેદાર હિલેરી ક્લિન્ટનની 66,000 વિઝ્યુલ એડવર્ટાઇઝમેન્ટની સરખામણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની કુલ 59 લાખ વીડિયો જાહેરાતો ચલાવવામાં આવી હતી!

એ કંપનીના જ એક ભૂતપૂર્વ ડેટા વૈજ્ઞાનિક ક્રિસ્ટોફર વિલીએ મીડિયા સમક્ષ આવીને તમામ કરતૂતો પરથી પડદો ઉઠાવ્યો હતો. કેમ્બ્રિજ એનાલીટિકાએ ચોરેલા ડેટાનું શું થયું એનો હજુ સુધી કોઈ પતો લાગ્યો નથી. કંપનીના ઘણા-ખરા કર્મચારીઓ આજે પણ ટ્રમ્પ માટે કામ કરી રહ્યા છે. એવામાં પરિણામો શું આવશે એની કલ્પના કદાચ તમે કરી શકશો! અમેરિકાની એક અત્યંત જાણીતી આઇ.ટી. ફર્મ માટે કામ કરતા નિરવ ઠાકરે વાતચીત દરમિયાન જણાવ્યું કે, 2016માં હિલેરી ક્લિન્ટનના વિજયની શક્યતા વધુ સેવાઈ રહી હતી. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પની અણધારી જીતને કારણે લગભગ અડધું અમેરિકા રોષે ભરાયું હતું. કેમ્બ્રિજ એનાલીટિકા જેવી કંપનીઓ લોકશાહી માટે ખતરારૂપ છે. યુઝરના અંગત ડેટા સાથે છેડછાડ કરીને એમના મનોમસ્તિષ્કમાં રાજકારણીની ખોટી છબી ઉભી કરવી એ મતદાતાનું અપમાન છે.

ક્રિસ્ટોફર વિલીની જેમ જ કેમ્બ્રિજ એનાલીટિકાના પાયામાં રહેલી તેની બીજી કર્મચારી બ્રિટની કાઇઝરે પણ પોતાની કંપનીના બદઇરાદા પર પાણી ફેરવવાનું કામ કર્યુ. તેણે સ્પષ્ટપણે જાહેર કર્યુ કે, કેમ્બ્રિજ એનાલીટિકા અલગ અલગ વેબસાઇટ્સ, બ્લોગ, લેખ, વીડિયો અને જાહેરાતોના માધ્યમથી મતદાતાઓના અભિપ્રાયો પર ઊંધો પ્રભાવ પાડવાનું કામ કરી રહી છે. જ્યાં સુધી મતદાતા એમના (કેમ્બ્રિજ એનાલીટિકા) દ્વારા નિશ્ચિત કરેલા નેતા માટે મત આપવાનું મન ન બનાવી લે, ત્યાં સુધી તેના સોશિયલ મીડિયા પર નવી નવી પોસ્ટ દેખાડીને નેતાનું પ્રમોશન કરવામાં આવે છે. વૈચારિક ધોરણે માણસના મગજમાં રીતસરનાં હથોડાં મારવામાં તેઓ અત્યંત પાવરધા પૂરવાર થયા હતાં!

બ્રિટની કાઇઝરના માનવા મુજબ, સાઇકોગ્રાફિક્સ (માણસના મન પર અસર પાડનાર) પોસ્ટને સરકારે શસ્ત્ર તરીકે જાહેર કરી દેવી જોઈએ. યુઝરની પરવાનગી લીધાં વગર આવી કંપનીઓ આખા દેશની માનસિકતા સાથે છેડખાની ન કરી શકે! ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકન પ્રજા ધિક્કારી રહી છે, જેના પ્રમુખ કારણોમાં કેમ્બ્રિજ એનાલીટિકા સાથેના તેમના સંબંધોનો પણ સમાવેશ થાય છે. કંપનીના સીઈઓ એલેક્સાન્ડર નિક્સના કરતૂતોનું જે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું, એનો વીડિયો જાહેર થતાંની સાથે જ અમેરિકા ખળભળી ઉઠ્યું હતું.

આવા તો કંઈ કેટલાય કિસ્સાઓ છે, જેમાં સોશિયલ મીડિયાની દખલગીરીના પ્રતાપે માણસના વ્યક્તિગત નિર્ણયો અને તેની માનસિકતા પર પ્રભુત્વ સ્થાપવાની કોશિશ કરવામાં આવી હોય! ભારતની ચૂંટણીઓ પણ આમાંથી બાકાત નથી. 2017માં ઉત્તરપ્રદેશમાં ભાજપે કુલ 6000 વોટ્સએપ ગ્રુપ દ્વારા મતદાતાઓને પોતાના તરફ ખેંચ્યા. 2018ની સાલમાં યોજાયેલી કર્ણાટકની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષ દ્વારા 50,000 વોટ્સએપ ગ્રુપ દ્વારા મતદાતાઓના સીધા સંપર્કમાં હોવાનો દાવો કર્યો હતો!

ડિજિટલ મીડિયાની વાત કરીએ તો, નેટફ્લિક્સ પર પણ જાતપાતનો ભેદભાવ કરવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. મુંબઈ શિવસેના આઇ.ટી. સેલના સભ્ય રમેશ સોલંકીએ તો નેટફ્લિક્સ વિરૂદ્ધ રીતસરની પોલીસ ફરિયાદ કરી હતી. તેમનું કહેવું છે કે સેક્રેડ ગેમ્સ, લૈલા, ઘૌલ જેવી સીરિઝ અને ફિલ્મો હિંદુ વિચારધારાને બદનામ કરવાનું કામ કરી રહી છે!

નિર્વિવાદ હકીકત એ છે કે સોશિયલ, ઇલેક્ટ્રોનિક, ડિજિટલ અને પ્રિન્ટ મીડિયા મોટાપાયે સમાજની માનસિકતા પર અસરકર્તા પરિબળ તરીકે જોવા મળ્યા છે. આમ છતાં નિર્ણાયક પરિબળ તરીકે અંતે તો વ્યક્તિની પોતાની સમજશક્તિ અને વિવેકબુદ્ધિ જ સર્વોપરી છે! પરિસ્થિતિના પ્રભાવમાં આવી જઈને નિર્ણયો લેવા એ નરી મૂર્ખામી છે, એ વાત ભારતે ખાસ યાદ રાખવા જેવી છે.

You Might Also Like

આવાસ લઉં બે-ચાર? અરે લ્યો ને દસ-બાર! : RMCના અધિકારીઓ-પદાધિકારીઓની ગજબનાક ભૂખ

ગુણવંતભાઈ ડેલાવાળાએ 151 પરિવારોને ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ અર્પણ કરી જન્મદિવસ ઉજવ્યો

ભક્તિનગર સર્કલ ખાતે ધર્મરક્ષક પરિષદ આયોજિત ગણેશ મહોત્સવનો આજથી પ્રારંભ

જે.કે. ચોક કા મહારાજાની સ્થાપના સાથે ગણેશ મહોત્સવનો ભવ્ય પ્રારંભ

સર્વેશ્વર ચોક કા રાજા : આજે વાજતે-ગાજતે દુંદાળા દેવનું આગમન, સ્થાપના બાદ પૂજા-અર્ચના કરાઇ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સોશિયલ મીડિયા કૉર્નર
Next Article વીક-એન્ડ વીલા અને રાજકોટ: લક્ઝરિયસ શાંતિની ખોજ!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

જેતપુરના કારખાનેદારને શ્રમ અધિકારીની ઓળખ આપી 10 હજાર પડાવી લેનાર ગઠિયો ઝડપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
ચીને LAC પર સૈનિકોની સંખ્યા ઘટાડીઃ રક્ષા મંત્રાલયનો રિપોર્ટ
હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન થઈ શકે છે મોંઘી
આવાસ લઉં બે-ચાર? અરે લ્યો ને દસ-બાર! : RMCના અધિકારીઓ-પદાધિકારીઓની ગજબનાક ભૂખ
લો, બોલો! ગુજરાતમાં પોલીસ પણ ‘ઓન પેમેન્ટ’ ભાડે મળે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

આવાસ લઉં બે-ચાર? અરે લ્યો ને દસ-બાર! : RMCના અધિકારીઓ-પદાધિકારીઓની ગજબનાક ભૂખ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાજકોટ

ગુણવંતભાઈ ડેલાવાળાએ 151 પરિવારોને ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ અર્પણ કરી જન્મદિવસ ઉજવ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

ભક્તિનગર સર્કલ ખાતે ધર્મરક્ષક પરિષદ આયોજિત ગણેશ મહોત્સવનો આજથી પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?