IPL 2026માં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ રમાયેલી મેચમાં ભલે રિયાન પરાગની 90 રનની ઈનિંગ ચર્ચામાં રહી હોય, પરંતુ દિલ્હી કેપિટલ્સના ઓપનર કેએલ રાહુલે પોતાની 75 રનની આક્રમક ઈનિંગથી ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી છે. રાહુલે આ મેચમાં માત્ર મેચ વિનિંગ ઈનિંગ જ નથી રમી, પરંતુ રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજોને પાછળ છોડીને બે મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે.
ઓપનર તરીકે છગ્ગાની બેવડી સદી
- Advertisement -
કેએલ રાહુલે રાજસ્થાન સામે 40 બોલમાં 75 રન ફટકાર્યા, જેમાં 6 ચોગ્ગા અને 5 ગગનચુંબી છગ્ગા સામેલ હતા. આ સાથે જ રાહુલ IPL ઈતિહાસમાં ઓપનર તરીકે 200 છગ્ગા પૂરા કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે.
IPLમાં ઓપનર તરીકે સૌથી વધુ છગ્ગા (ભારતીય):
કેએલ રાહુલ: 201 છગ્ગા
- Advertisement -
વિરાટ કોહલી: 192 છગ્ગા
રોહિત શર્મા: 148 છગ્ગા
શિખર ધવન: 143 છગ્ગા
વિકેટકીપર તરીકે પણ નંબર 1
માત્ર બેટિંગ જ નહીં, પરંતુ વિકેટકીપર-બેટ્સમેન તરીકે પણ રાહુલે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ટી-20 ક્રિકેટમાં વિકેટકીપર તરીકે સૌથી વધુ વખત 75+ સ્કોર કરવાનો રેકોર્ડ હવે રાહુલના નામે છે. તેણે સંજુ સેમસનને પાછળ છોડી દીધો છે.
T20માં વિકેટકીપર તરીકે સૌથી વધુ 75+ સ્કોર:
કેએલ રાહુલ: 16 વખત
સંજુ સેમસન: 15 વખત
ઈશાન કિશન: 13 વખત
ઋષભ પંત: 09 વખત
દિલ્હીની શાનદાર જીત
મેચની વાત કરીએ તો, રાજસ્થાન રોયલ્સે આપેલા 226 રનના વિશાળ લક્ષ્યાંકને દિલ્હી કેપિટલ્સે માત્ર 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. કેએલ રાહુલના 75 રન અને પથુમ નિસાંકાના 62 રનની મદદથી દિલ્હીએ આ જીત નોંધાવી હતી. આ શાનદાર પ્રદર્શન બદલ રાહુલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.




