રાત પડે ને રિંગ રોડ ફરતે ઊભા થઈ જતાં દબાણો રાતોરાત અટકાવાયા: તંત્રએ કિસાનપરા ચોકથી જૂનાં એરપોર્ટ રોડ પર ફૂડ ટ્રક્સ અને લારી-ગલ્લાના ખડકલાં થવા ન દીધા
‘ખાસ-ખબર’ના અહેવાલની અસર : મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગણતરીની કલાકોમાં જ ઓપરેશન હાથ ધરીને રિંગ રોડને દબાણમુક્ત કરાયો
- Advertisement -
રિંગ રોડ પર ખાણીપીણીવાળાઓ દ્વારા કરવામાં આવતું ન્યૂસન્સ દૂર: કાયમ આ જ સ્થિતિ જળવાઈ રહેશે તો રિંગ રોડ ટ્રાફિક, ગંદકી, અકસ્માત જેવી સમસ્યાઓમાંથી મુક્ત બનશે
શહેરના જાગૃત નાગરિકોએ ‘ખાસ-ખબર’નો આભાર માનતા જણાવ્યું, રિંગ રોડની ઓળખ પરત ફરી એટલે પરિવાર સાથે શાંતિથી સ્વચ્છ પાળીએ બેસી શકીશું
ફૂડ ટ્રક અને ખાણી-પીણીવાળાઓની રોજરોટી ન છીનવાય તે માટે તેઓને ધંધો કરવા અલગ સ્થળ ફાળવાઈ એવી ‘ખાસ-ખબર’ની ખાસ અપીલ



