દાતાઓ દ્વારા દીકરીઓને 101થી વધુ ઘરવપરાશની વસ્તુ કરિયાવરમાં અપાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સેવાનગરી રાજકોટના આંગણે સતત બીજા વર્ષે સમસ્ત કોળી એકતા ટ્રસ્ટ દ્વારા સમસ્ત કોળી સમાજની 15 દીકરીઓના શાહી જાજરમાન સમૂહલગ્ન તા. 3-5-2026 રવિવારના રોજ સાંજે 4-00 કલાકે લક્કીરાજ પાર્ટી પ્લોટ, આજી ડેમ ચોકડી, મહિકાના પાટિયા પાસે, રાજકોટ ખાતે યોજાશે. દીકરીઓને કરિયાવરમાં 101થી વધારે ઘરવપરાશની વસ્તુઓ દાતાઓના સાથ-સહકારથી આપવામાં આવશે તેમજ મહેમાનો અને જાનૈયાઓ માટે ભોજનપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલ છે. સમસ્ત કોળી સમાજના સંતો, મહંતો, રાજકીય મહાનુભાવો, સામાજિક આગેવાનો, ડોકટરો, વકીલો, ઉદ્યોગપતિઓ, સરકારી કર્મચારીઓ, પત્રકારો, શિક્ષકો, વિવિધ ક્ષેત્રના સમાજશ્રેષ્ઠીઓ, પોલીસ મિત્રો તેમજ સમાજની વિવિધ સંસ્થાઓ અને સર્વે જ્ઞાતિના મહાનુભાવો આ સમૂહલગ્નમાં ઉપસ્થિતિ રહેશે.
સમૂહલગ્નની આયોજક ટીમ દ્વારા સમૂહલગ્નમાં ક્ધયા માટે બ્યુટીપાર્લરની વ્યવસ્થા, વર-ક્ધયાની રજવાડી એન્ટ્રી સાથે કેક સેરેમની અને વર-ક્ધયાને રથમાં બેસાડીને ફૂલેકું કાઢવામાં આવશે.
ડી.જે. સાથે વાજતે-ગાજતે લગ્નમંડપમાં લઈ જવામાં આવશે. આ સમૂહલગ્ન પાર્ટી પ્લોટમાં રાખવામાં આવેલ છે. આ સમૂહલગ્ન ઉત્સવના મુખ્ય આયોજક કલ્પેશભાઈ બાવરીયા, ધીરુભાઈ ધોળકીયા, અમિતભાઈ ધોળકીયા, બાબુભાઈ વસવેલીયા, શૈલેષભાઈ માલમ, પ્રવિણભાઈ અબાસણીયા તથા સહઆયોજક ટીમ, મહિલા સંગઠન ટીમ આ સમૂહલગ્નને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. આજરોજ દેવાંગ કુકાવા, કલ્પેશભાઈ બાવરીયા, અમિતભાઈ ધોળકીયા, શૈલેષભાઈ માલમ, હિતેશભાઈ એંધાણી, મનસુખભાઈ ધામેચા, ભૂપતભાઈ, મનસુખભાઈ કડેચા, રાહુલભાઈ ચુડાસમા, રૂપેશભાઈ ધોળકીયાએ ‘ખાસ-ખબર’ કાર્યાલયની મુલાકાત લઈ સમૂહલગ્ન કાર્યક્રમની રૂપરેખા વર્ણવી હતી.



