AI ક્રાંતિનો બેંકિંગ ક્ષેત્ર પર પ્રભાવ
ઓટોમેશન, ડિજિટલ બેંકિંગ અને અઈંમાં અબજોનું રોકાણ: ભવિષ્યમાં માત્ર
- Advertisement -
ટેક-સ્કિલ ધરાવતા કર્મચારીઓ માટે જ વધશે તકો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભારતના બેંકિંગ ક્ષેત્રમાં ટેકનોલોજીની તેજ ગતિએ વધી રહેલી અસર હવે સ્પષ્ટ અને માપી શકાય તેવી બની ગઈ છે. ખાસ કરીને એચડીએફસી બેંક, એક્સિસ બેંક, આઇસીઆઇસીઆઇ બેંક અને આરબીએલ બેંક જેવી અગ્રણી ખાનગી બેંકોમાં એક તરફ શાખાઓનો જોરદાર વિસ્તાર થઈ રહ્યો છે, તો બીજી તરફ કર્મચારીઓની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. નાણાકીય વર્ષ 2025-26ના આંકડા દર્શાવે છે કે બેંકો હવે પરંપરાગત માનવબળ પરની નિર્ભરતા ઘટાડીને ટેકનોલોજી આધારિત કામગીરી તરફ ઝડપી વળી રહી છે.
નાણાકીય વર્ષ 2025-26ના આંકડા મુજબ, બેંકો ટેકનોલોજીમાં મોટા પાયે રોકાણ કરી રહી છે, જેના પરિણામે પરંપરાગત કામ માટે માનવબળની જરૂરિયાત ઘટી રહી છે. ઉદાહરણ તરીકે, એચડીએફસી બેંકમાં કર્મચારીઓની સંખ્યા 2024-25ના 2.14 લાખથી ઘટીને 2025-26માં 2.11 લાખ રહી ગઈ છે. આ ટ્રેન્ડ અન્ય બેંકોમાં પણ જોવા મળે છે. આઇસીઆઇસીઆઇ બેંકે 600 નવી શાખાઓ શરૂ કરી હોવા છતાં 6,000 કર્મચારીઓ ઘટાડ્યા છે. એક્સિસ બેંકે 399 નવી બ્રાન્ચ ઉમેરતા 3,100 કર્મચારીઓમાં ઘટાડો કર્યો છે. એચડીએફસી બેંકે 234 નવી શાખાઓ શરૂ કરી હોવા છતાં 3,343 કર્મચારીઓ ઓછા કર્યા છે. આરબીએલ બેંકએ 42 નવી શાખાઓ ખોલી પરંતુ 949 કર્મચારીઓમાં ઘટાડો નોંધાવ્યો છે. બીજી તરફ, યશ બેંક એકમાત્ર એવી બેંક રહી છે જ્યાં કર્મચારીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. 2024-25માં 28,687 કર્મચારીઓથી વધીને 2025-26માં આ સંખ્યા 29,573 થઈ છે. આ પરિસ્થિતિ એ દર્શાવે છે કે નવી શાખાઓ હવે લાઇટ-સ્ટાફ મોડલ પર ચાલી રહી છે, જ્યાં વધુ કામ ડિજિટલ સિસ્ટમ અને એઆઇ દ્વારા સંભાળવામાં આવે છે. જો કે યશ બેંકનો વધારો દર્શાવે છે કે કેટલીક સંસ્થાઓ હજુ પણ વિસ્તરણ સાથે માનવબળ વધારવાનું મોડલ અપનાવી રહી છે, પરંતુ મોટાભાગની બેંકો ઓટોમેશન તરફ આગળ વધી રહી છે.
બેંકો હવે અઈં આધારિત સિસ્ટમોનો ઉપયોગ કરી રહી છે. જેમાં કસ્ટમર સર્વિસ (ચેટબોટ્સ, વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ), લોન પ્રોસેસિંગ અને ક્રેડિટ સ્કોરિંગ, ફ્રોડ ડિટેક્શન અને રિસ્ક મેનેજમેન્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ડિજિટલ કેવાયસી પ્રક્રિયા આ તમામ ક્ષેત્રોમાં અઈં માનવ કરતાં વધુ ઝડપી, ચોક્કસ અને ખર્ચ-કાર્યક્ષમ સાબિત થઈ રહી છે. પરિણામે, એક જ શાખા હવે ઓછા સ્ટાફ સાથે વધુ કામ સંભાળી શકે છે. બેંકો દ્વારા એઆઇ, મશીન લર્નિંગ અને ડેટા એનાલિટિક્સમાં અબજો ડોલરનું રોકાણ કરવામાં આવી રહ્યું છે. તેનો મુખ્ય ઉદ્દેશ ઓપરેશનલ ખર્ચ ઘટાડવા, ગ્રાહક અનુભવ સુધારવા, કાર્યક્ષમતા વધારવા અને જોખમ નિયંત્રણ મજબૂત બનાવવાનો છે. બેંકિંગ ક્ષેત્ર હવે ડિજિટલ-ફર્સ્ટ મોડલ તરફ આગળ વધી રહ્યું છે, જ્યાં બ્રાન્ચ માત્ર સહાયક માધ્યમ બની રહી છે અને મુખ્ય સેવા ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા આપવામાં આવી રહી છે. બેંકિંગ ક્ષેત્ર હવે એવા મોડલ તરફ વધી રહ્યું છે જ્યાં શાખાઓની સંખ્યા તો વધશે, પરંતુ તે વધુ ટેક-ડ્રિવન અને ઓટોમેટેડ હશે.
- Advertisement -
અઈંના વધતા ઉપયોગથી પડકારો
પરંપરાગત નોકરીઓમાં ઘટાડો
નીચા કૌશલ્ય ધરાવતા કર્મચારીઓ માટે જોખમ
રીસ્કિલિંગની જરૂરિયાત AIના વધતા ઉપયોગથી તકો
ડેટા સાયન્સ, અઈં અને સાયબર સિક્યોરિટી જેવા ક્ષેત્રોમાં નવી નોકરીઓ
ડિજિટલ બેંકિંગ નિષ્ણાંતોની માંગ
ટેક-સ્કિલ ધરાવતા યુવાનો માટે વધુ અવસર
અઈં આધારિત બેંકિંગથી ગ્રાહકોને પણ મોટા ફેરફારો અનુભવાશે
24ડ્ઢ7 ઝડપી સેવા
ઓછો વેઇટિંગ સમય
પર્સનલાઇઝ્ડ ઓફર્સ
ડિજિટલ પ્લેટફોર્મ પર વધુ નિર્ભરતા



