અમદાવાદ શહેર, ડાંગ અને ભાવનગર જિલ્લાની શ્રેષ્ઠ કામગીરી; રાજ્ય પોલીસ વડા રાવ દ્વારા નોડલ અધિકારીઓનું સન્માન
ગુજરાતે 53,564 હેન્ડસેટ શોધીને મૂળ માલિકોને કર્યા પરત; ‘સંચાર સાથી’ પોર્ટલ અને CEIR મોડ્યુલનો અસરકારક ઉપયોગ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
ગુજરાત પોલીસે ટેલિકોમ ક્ષેત્રે સુરક્ષા અને ગુમ થયેલા કે ચોરાયેલા મોબાઈલ શોધી કાઢવામાં રાષ્ટ્રીય સ્તરે અભૂતપૂર્વ સફળતા મેળવી છે. ટેલિકોમ વિભાગ (ઉજ્ઞઝ) અને ગુજરાત પોલીસના સંયુક્ત પ્રયાસોથી રાજ્યે મોબાઈલ હેન્ડસેટ રિકવરીમાં દેશના મોટા રાજ્યોની યાદીમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કરીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ભારત સરકારના ’સંચાર સાથી’ પોર્ટલ અને ઈઊઈંછ (ઈયક્ષિફિંહ ઊિીશાળયક્ષિં ઈંમયક્ષશિિુંં છયલશતયિિં) મોડ્યુલના અસરકારક અમલીકરણને કારણે આ સિદ્ધિ શક્ય બની છે. સમગ્ર ભારતમાં અત્યાર સુધીમાં 50,48,516 મોબાઈલ બ્લોક કરવામાં આવ્યા છે, જેની સામે ગુજરાતમાં કુલ 1,83,985 હેન્ડસેટ બ્લોક કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સૌથી નોંધપાત્ર બાબત એ છે કે જ્યાં રાષ્ટ્રીય કક્ષાએ મોબાઈલ રિકવરીનો સરેરાશ દર 32.6 ટકા છે, ત્યાં ગુજરાત પોલીસે 46.71 ટકાના ઊંચા રિકવરી રેટ સાથે કુલ 53,564 હેન્ડસેટ સફળતાપૂર્વક શોધીને તેમના મૂળ માલિકોને પરત કર્યા છે. આ પ્રભાવશાળી દેખાવને કારણે મોટા રાજ્યોની શ્રેણીમાં ગુજરાત રાષ્ટ્રીય ફલક પર નોંધપાત્ર સ્થાન ધરાવે છે.
વર્ષ 2025-26ના ઈઊઈંછ રેન્કિંગ ડેટા મુજબ, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અમદાવાદ શહેર, ડાંગ અને ભાવનગર જિલ્લાએ રિકવરીની પ્રક્રિયામાં સૌથી શ્રેષ્ઠ દેખાવ કર્યો છે.
અમદાવાદ શહેરે કુલ 25,500 બ્લોક વિનંતીઓ સામે 4,935 હેન્ડસેટ રિકવર કર્યા છે અને વોલ્યુમ સ્કોરમાં 100 માંથી 100 ગુણ મેળવી 56.70 ના ફાઈનલ સ્કોર સાથે રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ડાંગ જિલ્લો માત્ર 328 બ્લોક વિનંતીઓ હોવા છતાં 77.33 ટકાના અત્યંત ઊંચા એક્યુરસી સ્કોર અને 54.89 પોઈન્ટ્સ મેળવીને બીજા ક્રમે રહ્યો છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લાએ 634 બ્લોક વિનંતીઓ સામે 273 મોબાઈલ રિકવર કરી 53.44 ના સ્કોર સાથે રાજ્યમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે.
ગુજરાત કજઅ દ્વારા અમલમાં મૂકાયેલા ‘ઈઊઈંછ રેન્કિંગ ફ્રેમવર્ક’ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર આ ત્રણેય જિલ્લાના નોડલ અધિકારીઓને રાજ્ય પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવ દ્વારા વિશેષ રીતે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અધિકારીઓને તેમની અનન્ય સેવા અને મહેનત બદલ શીલ્ડ તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર મોબાઈલ શોધવાનો જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષામાં વધારો કરવાનો, ચોરાયેલા હેન્ડસેટનો ગુનાહિત પ્રવૃત્તિઓમાં દુરુપયોગ રોકવાનો અને ટેલિકોમ સંબંધિત નાણાકીય છેતરપિંડીઓ પર અંકુશ મેળવવાનો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસે આ ક્ષેત્રે દેશમાં એક નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
જિલ્લાવાર શ્રેષ્ઠ કામગીરી અને રેન્કિંગ
- Advertisement -
વર્ષ 2025-26ના ઈઊઈંછ રેન્કિંગ ડેટા મુજબ, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અમદાવાદ શહેર, ડાંગ અને ભાવનગર જિલ્લાએ રિકવરીની પ્રક્રિયામાં સૌથી શ્રેષ્ઠ દેખાવ કર્યો છે:
અમદાવાદ શહેર: કુલ 25,500 બ્લોક વિનંતીઓ સામે 4,935 હેન્ડસેટ રિકવર કર્યા છે. અમદાવાદ શહેરે વોલ્યુમ સ્કોરમાં 100 માંથી 100 ગુણ મેળવી 56.70 ના ફાઈનલ સ્કોર સાથે રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
ડાંગ જિલ્લોેે: માત્ર 328 બ્લોક વિનંતીઓ હોવા છતાં, 77.33 ટકાના અત્યંત ઊંચા એક્યુરસી સ્કોર અને 54.89 પોઈન્ટ્સ મેળવીને રાજ્યમાં બીજા ક્રમે રહ્યો છે.
ભાવનગર જિલ્લોે: 634 બ્લોક વિનંતીઓ સામે 273 મોબાઈલ રિકવર કરી 53.44 ના સ્કોર સાથે રાજ્યમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે.



