ગ્રાઉન્ડમાં ઉભા રહેતા ચકરડીવાળાઓને હાંકી કઢાય છે અને રોડ પર ખડકાઈ જતાં ફૂડ ટ્રકને દબાણ કરવાની છૂટ અપાઈ છે!
રાત પડેને રિંગરોડની એક તરફનો રસ્તો બની જાય છે ફૂડ સ્ટ્રીટ, ઉઇં કોલેજ પાસે સમસ્યા બનેલી ફૂડ સ્ટ્રીટ હટાવી તો અહીં શું વાંધો છે?
- Advertisement -
રિંગરોડ પર ફૂડ ટ્રકનું ન્યૂસન્સ
રાજકોટ શહેરની શાન ગણાતાં રોડને શર્મનાક બનાવતાં લારી-ગલ્લા, રેસકોર્ષમાં હરવું-ફરવું-બેસવું હરામ બન્યું
કિસાનપરા ચોકથી લઈ જૂનાં એરપોર્ટ ફાટક સુધી ફાસ્ટફૂડના લારીગલ્લાને કારણે ટ્રાફિક, ગંદકી, ઘોંઘાટ, અકસ્માત સહિતની સમસ્યાઓમાં વધારો
- Advertisement -
એસ્ટેટ શાખાના આંખ આડા કાન અને અધિકારીઓની હપ્તાખોરીના કારણે મેયર બંગલા સામે જ રાત પડેને ઉભું થાય છે શહેરનું સૌથી મોટું દબાણ
વેપારીઓની રોજીરોટી પણ ન છીનવાય અને રિંગ રોડનું ન્યૂસન્સ પણ દૂર થાય તે માટે નવા ચૂંટાયેલા નગરસેવકો આગળ આવવું જોઈએ



