લોકશાહીનો ઉત્સવ અને વેપારને વેગ: ગુજરાતની ફેક્ટરીઓમાં થઈ રહ્યું છે ચૂંટણીનું સાહિત્ય
સુરત-અમદાવાદ બન્યું ઈલેક્શન ફેશન હબ: પ્રચાર સાહિત્યની માંગમાં જબરદસ્ત ઉછાળો
- Advertisement -
બેનર, પોસ્ટર, કટઆઉટ, ટોપી, ઝંડા, ખેસ, મફલર, ચેઇન અને મંગળસૂત્ર જેવી વિવિધ સામગ્રીનું યુદ્ધના ધોરણે ઉત્પાદન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ સાથે ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે સુરત હવે દેશના ‘ઈલેક્શન ફેશન હબ’ તરીકે ઉભરી આવ્યું છે. દેશભરમાં જ્યાં પણ ચૂંટણી યોજાય છે ત્યાં પ્રચાર સાહિત્યનો મોટો હિસ્સો સુરતમાંથી જ સપ્લાય થાય છે, પરંતુ હવે ગુજરાતમાં જ ચૂંટણીનો માહોલ હોવાથી સ્થાનિક ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. સુરતમાં હાલ બેનર, પોસ્ટર, કટઆઉટ ઉપરાંત ટોપી, ઝંડા, ખેસ, મફલર, ચેઇન અને મંગળસૂત્ર જેવી વિવિધ સામગ્રીનું ઉત્પાદન યુદ્ધના ધોરણે થઈ રહ્યું છે જ્યારે અમદાવાદનું નારોલ વિસ્તાર પ્રચાર સાહિત્યના ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. અહીંની ફેક્ટરીઓમાં દિવસ-રાત કામ ચાલી રહ્યું છે. ખાસ કરીને ડિજિટલ પ્રિન્ટિંગ ટેકનોલોજીનો ઉપયોગ વધતા નેતાઓના ચહેરા હવે વધુ સ્પષ્ટ અને આકર્ષક રીતે પ્રિન્ટ કરવામાં આવી રહ્યા છે. યુવા મતદારોને આકર્ષવા માટે ડિઝાઈનર મફલર અને ‘મોદી માસ્ક’ની ભારે માગ છે. ઉત્પાદકોના જણાવ્યા અનુસાર, આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરવાળા ખેસ સૌથી વધુ લોકપ્રિય બન્યા છે. બીજી તરફ, અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી ફેક્ટરીઓ પણ ધમધમી રહી છે. અહીં રાજકીય પક્ષોના ઝંડા, બિલ્લા, ડાયરી અને પેન સહિતના પ્રચાર સામાનનું મોટા પાયે ઉત્પાદન થઈ રહ્યું છે. આંકડાકીય વિગતો મુજબ, એક-એક ફેક્ટરીમાંથી રોજના આશરે 25 હજાર જેટલા ઝંડા તૈયાર કરવામાં આવી રહ્યા છે.
ઉનાળાની સીઝનને ધ્યાનમાં રાખીને આ વખતે ચૂંટણી પ્રચારમાં છત્રીઓ, ટી-શર્ટ અને ટોપીની માગમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. બજારના ટ્રેન્ડ મુજબ, કોઈ મોટા નેતા જે વસ્તુ કે સ્ટાઈલનો ઉપયોગ કરે છે, તેની માગ તુરંત વધી જાય છે. હાલમાં ભાજપના નવા ડિઝાઇનના ખેસ અને કઊઉ લાઈટવાળા પાર્ટી ચિન્હની માગ સૌથી વધુ જોવા મળી રહી છે.
- Advertisement -
ડિજિટલ પ્રિન્ટિંગ અને યુવા ફેક્ટર: વડાપ્રધાન મોદીની તસવીરવાળા ખેસ સૌથી વધુ લોકપ્રિય
ચૂંટણી પ્રચારમાં ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ જોવા મળી રહ્યો છે. ડિજિટલ પ્રિન્ટીંગે પ્રચારને વધુ આકર્ષક બનાવ્યો છે. અગાઉ જે ચહેરાઓ ઝાંખા દેખાતા હતા, તે હવે હાઈ-ડેફિનેશન પ્રિન્ટિંગને કારણે અત્યંત સ્પષ્ટ અને જીવંત લાગે છે. આંકડાકીય વિગતો મુજબ, અમદાવાદના નારોલમાં રોજના આશરે 25,000 જેટલા ઝંડાનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. વળી, હાલમાં ઉનાળાની આકરી સીઝન શરૂ થઈ હોવાથી પ્રચારમાં પણ તેનું પ્રતિબિંબ જોવા મળે છે. રાજકીય રેલીઓ અને સભાઓ માટે ઉનાળાની સીઝન વચ્ચે છત્રી, ટી-શર્ટ અને ખાસ પ્રકારની ટોપીની ડિમાન્ડમાં મોટો ઉછાળો આવ્યો છે.



