કોર્પોરેટ ઓફિસમાં કામ કરીએ છીએ એવા ઘણાં વ્યક્તિઓ કોલર ઊંચો કરીને કહેતાં હોય છે. જોકે આ જ વાઇટ કોલર નોકરી હોવાનું કહેનાર પણ ઘણાં લોકો કામચોર હોય છે. ઘણી કોર્પોરેટ ઓફિસમાં એકાદ વ્યક્તિ તો એવી હોય જ છે, જે પોતાના કામ કરવા કરતાં દેખાડો વધુ કરે છે. આ એક ખૂબ જ કડવી હકીકત છે અને એક કર્મચારીએ સોશિયલ મીડિયાના માધ્યમથી એ વિશે લોકોને માહિતગાર પણ કર્યા છે. ઓફિસમાં આવતાં પ્રેશરની સામે કેવી રીતે કામ કરવું એ માટે તેણે એક ખૂબ જ હોશિયારી ભર્યો રસ્તો શોધી કાઢ્યો છે.
રેડિટ પર એક અજાણ્યા યુઝરની પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે. તેણે જણાવ્યું કે કેવી રીતે તેના ઓફિસનો માહોલ તેને વધુ કામ કરી રહ્યો હોય એવો દેખાડો કરવા માટે મજબૂર કર્યો હતો. આ વ્યક્તિ અનુસાર તેની કંપનીમાં કેટલું કામ કરો છો એના કરતાં વધુ મહત્ત્વ ડેસ્ક પર કોણ કેટલો સમય વધુ બેઠા હોય તેને આપવામાં આવતું હતું.
- Advertisement -
શું છે ‘ફેક વર્ક’, જેણે લોકોને ચોંકાવી દીધા છે?
આ કર્મચારીએ ગેમ રમવાનો નિર્ણય કર્યો અને એક એવો નુસખો શોધી કાઢ્યો જેના પરથી લાગે કે તે ખૂબ જ મહત્ત્વનું કામ કરી રહ્યો છે. તેણે કહ્યું કે તેના બીજા મોનિટર પર તેણે એક ડમી પાયથન સ્ક્રિપ્ટ ચાલુ રાખી હતી. આ સ્ક્રિપ્ટ ધીમે-ધીમે ઘણી લાઇન્સ પ્રિન્ટ કરે છે. એ જોવામાં તો સર્વર લોગ જેવી જ દેખાય છે. જો કોઈ મેનેજર પાસેથી પસાર થાય અને તે શેર સ્ક્રીન જુએ, તો તેને લાગે છે કે તે ખૂબ જ મોટા ડેટા પાઇપલાઇન ડિપ્લોયમેન્ટને મોનિટર કરી રહ્યો છે. જોકે તે ત્યારે બુક વાંચી રહ્યો હોય છે અથવા તો વીકએન્ડનું પ્લાનિંગ કરી રહ્યો હોય છે.
વર્ક પ્રેશર કે સર્વાઇવલ?
- Advertisement -
આ પોસ્ટ પર હજારો લોકોનું ધ્યાન ખેંચાયું છે. તેમણે પણ એ વાત શેર કરી છે કે વધુ સમય માટે ઓફિસમાં બેસી રહેવાને જ મહેનત માનવામાં આવે છે. આ કર્મચારીનું કહેવું છે કે આ કરવાથી તેને દર શુક્રવારે ઓછામાં ઓછા 2 કલાક માટે શાંતિ મળે છે. આ ટેક્નિકને તે ‘એક્ટિંગ માય વે’ એટલે કે વ્યક્તિ પોતાની સેલરીના હિસાબે કામ કરવાનું પસંદ કરે છે.
ઇન્ટરનેટ પર આ વિશે એક ચર્ચા ચાલી રહી છે. કેટલાક લોકો આ ટેક્નિકને કામચોરી કહે છે, તો કેટલાક લોકો મેન્ટલ હેલ્થને બચાવવા માટેનો એકદમ ઉત્તમ ઉપાય માને છે. ઘણાં યુઝર્સ દ્વારા તેમણે પોતાના અનુભવના આધારે આ પ્રકારના સ્માર્ટ રસ્તાઓનો ઉપયોગ કર્યો છે.




