By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    18 hours ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    19 hours ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    4 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    6 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કેરળમાં ભૂસ્ખલન-પૂરથી 5નાં મોત
    18 hours ago
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    3 days ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    4 days ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    4 days ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    4 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    6 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 week ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    19 hours ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શાંતિ મંત્રણા સફળ થશે? જે.ડી. વેન્સ પાકિસ્તાન જવા રવાના, ઈરાને કહ્યું- ‘વિદેશ મંત્રી-સંસદ અધ્યક્ષ હાલ તેહરાનમાં’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > શાંતિ મંત્રણા સફળ થશે? જે.ડી. વેન્સ પાકિસ્તાન જવા રવાના, ઈરાને કહ્યું- ‘વિદેશ મંત્રી-સંસદ અધ્યક્ષ હાલ તેહરાનમાં’
આંતરરાષ્ટ્રીય

શાંતિ મંત્રણા સફળ થશે? જે.ડી. વેન્સ પાકિસ્તાન જવા રવાના, ઈરાને કહ્યું- ‘વિદેશ મંત્રી-સંસદ અધ્યક્ષ હાલ તેહરાનમાં’

Khaskhabar Editor
Last updated: 2026/04/10 at 2:38 PM
Khaskhabar Editor 5 months ago
Share
7 Min Read
SHARE

અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધોમાં ઉતાર-ચઢાવ ચાલુ છે. હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં આવ્યા બાદ હવે ફી વસૂલવાના મુદ્દે નવો વિવાદ છેડાયો છે. વાંચો આજની પળેપળની અપડેટ… 

Iran vs Israel-USA War Updates Live : 

- Advertisement -

જેડી વેન્સ પાકિસ્તાન જવા રવાના

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ખતમ કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ વ્યૂહાત્મક પ્રયાસ હેઠળ અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ શુક્રવારે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ માટે રવાના થયા. અહીં તેઓ ઈરાન સાથે શાંતિ વાર્તાનું નેતૃત્વ કરશે. આ વાર્તા એવા સમયે થઈ રહી છે જ્યારે બંને દેશો વચ્ચે જાહેર થયેલું અસ્થાયી યુદ્ધવિરામ ખૂબ જ નબળી સ્થિતિમાં પહોંચી ચૂક્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર, બેઠક શનિવારે થવાની છે.

ટ્રમ્પે વેન્સને આ જવાબદારી સોંપી છે, જ્યારે તેની સાથે વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર પણ આ મિશનમાં સામેલ છે. આ નિર્ણય એવા સમયે લેવાયો છે જ્યારે યુદ્ધને લઈને રાજનીતિક અને આર્થિક દબાણ સતત વધી રહ્યું છે.

- Advertisement -

ઈરાને કહ્યું- બંને નેતા હજુ પણ તેહરાનમાં 

ઇસ્લામાબાદમાં વાતચીત શરૂ થતા પહેલા જ અનિશ્ચિતતા બનેલી છે. ઈરાને તે આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સને ફગાવી દીધા છે, જેમાં દાવો કરાયો હતો કે વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી અને સંસદ અધ્યક્ષ ગલીબાફ અમેરિકા સાથે વાતચીત માટે પાકિસ્તાન પહોંચ્યા છે. ઈરાનની સત્તાવાર સમાચાર એજન્સીઓ અને સરકારી મીડિયાએ સ્પષ્ટ કર્યું છે કે, આ તમામ દાવા સંપૂર્ણ રીતે ખોટા અને ભ્રામક છે.

તસ્નીમ સમાચાર એજન્સીએ જણાવ્યું છે કે, ન તો વિદેશ મંત્રી અને ન તો સંસદ અધ્યક્ષ દેશની બહાર ગયા છે. બંને નેતાઓ હજુ તેહરાનમાં હાજર છે અને રાષ્ટ્રીય કાર્યોમાં સક્રીય રીતે સામેલ છે. કેટલાક રિપોર્ટ્સના અનુસાર, લેબેનોનમાં ચાલી રહેલા સૈન્ય તણાવના કારણે ઈરાની પ્રતિનિધિમંડળની યાત્રામાં તેહરાનમાં હાજર છે અને રાષ્ટ્રીય કામગીરીમાં સક્રિય રીતે સામેલ છે.

લેબેનોનમાં ઈઝરાયલે ફરી એર સ્ટ્રાઈક કરી 

ઇઝરાયલ અને લેબનોન વચ્ચે વધી રહેલા તણાવની વચ્ચે ઇઝરાયેલી વાયુસેનાએ આજે વહેલી સવારથી દક્ષિણ લેબનોનના અનેક વિસ્તારોમાં ભીષણ હવાઈ હુમલા કર્યા છે. લેબનોનની નેશનલ ન્યૂઝ એજન્સી (NNA) ના અહેવાલ મુજબ, ઇઝરાયલ દ્વારા સારાફંડ શહેરને નિશાન બનાવીને બે એર સ્ટ્રાઈક કરવામાં આવી છે, જ્યારે અલ-બાયસરિયાહના બહારના વિસ્તારમાં આવેલા ખિરબત અલ-દુવૈર ક્ષેત્ર પર પણ મિસાઈલ મારો ચલાવવામાં આવ્યો છે. સતત વધી રહેલા આ હુમલાઓને કારણે સરહદી વિસ્તારોમાં દહેશતનો માહોલ છે અને પ્રાદેશિક સુરક્ષા સ્થિતિ વધુ ગંભીર બની છે.

શાંતિ મંત્રણા માટે પાકિસ્તાને વીઝા ઓન અરાઈવલ જાહેર કર્યું 

ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધવિરામ અંગે ઇસ્લામાબાદમાં યોજાનારી મહત્ત્વની વાટાઘાટો પૂર્વે પાકિસ્તાને એક મોટો નિર્ણય લેતા તમામ પ્રતિનિધિઓ અને પત્રકારો માટે ‘વીઝા ઓન અરાઈવલ’ની જાહેરાત કરી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું કે, ‘ઇસ્લામાબાદ ટોક્સ 2026’ માં ભાગ લેવા આવતા તમામ દેશોના ડેલીગેટ્સ અને મીડિયાકર્મીઓને પાકિસ્તાન પહોંચવા પર જ વીઝા આપી દેવામાં આવશે. આ સુવિધાને પગલે તમામ એરલાઇન્સને પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ વીઝા વગર જ આવા વ્યક્તિઓને બોર્ડિંગની મંજૂરી આપે. પાકિસ્તાન આ પગલા દ્વારા આંતરરાષ્ટ્રીય વાટાઘાટો માટે સાનુકૂળ વાતાવરણ ઊભું કરવા અને પ્રક્રિયાને ઝડપી બનાવવા પ્રયાસ કરી રહ્યું છે.

પાકિસ્તાનના દાવાઓ ‘જૂઠા’ સાબિત થયા

ઈરાને તે તમામ અહેવાલોને સદંતર ફગાવી દીધા છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ઈરાની પ્રતિનિધિમંડળ વાતચીત માટે પાકિસ્તાન પહોંચ્યું છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી લેબેનોનમાં યુદ્ધવિરામ (સીઝફાયર) લાગુ નહીં થાય, ત્યાં સુધી તે અમેરિકા કે ઈઝરાયલ સાથે કોઈ પણ પ્રકારની શાંતિ વાટાઘાટોમાં સામેલ થશે નહીં. આ નિવેદન સાથે ઈરાને પાકિસ્તાનના દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા છે.

કુવૈત પર હુમલાના આરોપોને ઈરાને નકાર્યા

કુવૈત દ્વારા કરવામાં આવેલા હુમલાના દાવા પર ઈરાની સૈન્ય (IRGC) એ આકરો જવાબ આપ્યો છે. કુવૈતનો આરોપ હતો કે ઈરાન અને તેના સમર્થિત જૂથોએ તેમના પર હુમલો કર્યો છે, પરંતુ ઈરાને આ અહેવાલોને જૂઠા ગણાવ્યા છે. ઈરાની સેનાએ વળતો પ્રહાર કરતા કહ્યું છે કે, જો મીડિયામાં પ્રકાશિત આ અહેવાલો સાચા હોય, તો તેમાં કોઈ શંકા નથી કે આ કૃત્ય ‘યહૂદી દુશ્મન’ (ઈઝરાયલ) અને અમેરિકાનું જ ષડયંત્ર છે. કુવૈતે આ હુમલા પાછળ ઈરાન અને તેના સમર્થક લડાકૂઓને જવાબદાર ઠેરવ્યા છે. બીજી બાજુ સાઉદી અરબે પણ તેની ઈસ્ટ વેસ્ટ પાઈપ લાઈનને નુકસાન થયાની પુષ્ટી કરી છે. જેના કારણે લગભગ 7 લાખ પ્રતિ દિવસ બેરલ ઓઈલનો સપ્લાય ઠપ થઇ ગયો છે.

ઈરાન ફી વસૂલવાનું બંધ કરે: ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માંથી પસાર થતા તેલના ટેન્કરો પાસેથી ઈરાન ફી વસૂલી રહ્યું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, “આવું ન થવું જોઈએ, અને જો ઈરાન આવું કરી રહ્યું હોય તો તેણે તાત્કાલિક અસરથી આ ટેક્સ વસૂલાત બંધ કરવી જોઈએ.”

LIVE: શાંતિ મંત્રણા સફળ થશે? જે.ડી. વેન્સ પાકિસ્તાન જવા રવાના, ઈરાને કહ્યું- 'વિદેશ મંત્રી-સંસદ અધ્યક્ષ હાલ તેહરાનમાં' 2 - image

પાકિસ્તાન પંજાબ વિધાનસભામાં ‘નોબેલ’ ની માંગ

પાકિસ્તાનના પંજાબ વિધાનસભામાં એક અજીબોગરીબ પ્રસ્તાવ રજૂ થયો છે. PML-N ના નેતા રાણા મોહમ્મદ અરશદે વડાપ્રધાન શહેબાઝ શરીફ, સેના પ્રમુખ આસિમ મુનીર અને વિદેશ મંત્રી ઈશાક ડારને ‘નોબેલ શાંતિ પુરસ્કાર’ આપવાની ભલામણ કરી છે. તેમના મતે આ નેતાઓએ વૈશ્વિક શાંતિ સ્થાપવામાં મોટી ભૂમિકા ભજવી છે.

યુએસ સેન્ટ્રલ કમાન્ડનું શક્તિ પ્રદર્શન

અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ દ્વારા સોશિયલ મીડિયા પર C-17 ગ્લોબમાસ્ટર III વિમાનની ખાસિયતો જણાવી હિલચાલ તેજ કરી છે. આ વિમાન 1.70 લાખ પાઉન્ડથી વધુ વજનના કાર્ગો સાથે માત્ર 3500 ફૂટના ટૂંકા રનવે પર ઉતરી શકે છે, જે મધ્ય-પૂર્વમાં અમેરિકાની મજબૂત લશ્કરી પકડ દર્શાવે છે.

ઇસ્લામાબાદમાં સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત

11 એપ્રિલે ઈરાન અને અમેરિકાના પ્રતિનિધિમંડળ વચ્ચે પાકિસ્તાનમાં બેઠક યોજાવાની છે. આ બેઠકની સુરક્ષાની સમીક્ષા કરવા અમેરિકાથી 30 સભ્યોની એડવાન્સ ટીમ ઇસ્લામાબાદ પહોંચી છે. પાકિસ્તાન આ ઐતિહાસિક શાંતિ વાટાઘાટો માટે કોઈ કચાસ છોડવા માંગતું નથી.

લેબેનોન પર હુમલા

ઇઝરાયેલની સેનાએ લેબનોનમાં હિઝબુલ્લાહના લોન્ચ સાઈટ્સ પર હવાઈ હુમલા શરૂ કર્યા હોવાની પુષ્ટિ કરી છે.

નાટો (NATO) પર દબાણ

નાટોના સેક્રેટરી જનરલ માર્ક રુટે જણાવ્યું કે, ટ્રમ્પ ઈચ્છે છે કે યુરોપિયન દેશો હોર્મુઝની સુરક્ષા માટે ઠોસ પ્રતિબદ્ધતા આપે.

માનવીય સંવેદના

લેબનોનમાં વધી રહેલી હિંસા પર જાણીતી હસ્તી મિયા ખલીફાએ સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કર્યું છે.

You Might Also Like

ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની

પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર

Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું

પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું

100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ફેક વર્ક ટ્રેન્ડ: કોર્પોરેટ ઓફિસમાં દેખાડો કે સ્માર્ટ સર્વાઇવલ સ્ટ્રેટેજી?
Next Article સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપે જાહેર કરી પંચમહાલ, પાટણ અને ગાંધીનગરના ઉમેદવારોની યાદી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ફુલના વેપારીઓને રામનાથપરાથી હટાવતા મહાપાલિકા કચેરી પરિસરમાં ફૂલ ઠાલવી વિરોધ
કેરળમાં ભૂસ્ખલન-પૂરથી 5નાં મોત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘વિજ્ઞાન યાત્રાનો પ્રારંભ : દેશભરના અનેક અગ્રણી વિજ્ઞાનીઓ આપશે ઓનલાઇન માર્ગદર્શન
પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
આંતરરાષ્ટ્રીય

Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?