ખૂની હુમલો, ધમકી, હથિયાર સહિત 16 ગુનાઓમાં હતી સંડોવણી
ભક્તિનગર અને ઙઈઇ પોલીસે અમદાવાદ-વડોદરા જેલમાં ધકેલી દીધા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.8
રાજકોટ કોર્પોરેશનની ચૂંટણી પૂર્વે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે શહેરમાં ખૂની હુમલો, ધમકી, હથિયાર સહિતના 16 ગુનાઓમાં પકડાયેલા 3 ગુનેગારો સામે પોલીસ કમિશનરે પાસાનું વોરંટ ઇસ્યુ કરતા ભક્તિનગર પોલીસે બે આરોપીને અને પીસીબીની ટીમે એક આરોપીને પકડી પાસા તળે જેલભેગા કરી દીધા છે.
રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ ઝા, એડિશનલ સીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી હેતલ પટેલ, એસીપી બી વી જાધવ દ્વારા ચૂંટણી પૂર્વે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા આપેલી સૂચના અન્વયે ભક્તિનગર પોલીસ દ્વારા દામજી મેપા પ્લોટમાં રહેતા અને ખૂની હુમલો, દારૂ, ધમકી સહિતના 9 ગુનાઓમાં પકડાયેલા જયેશ ઉર્ફે ગટીયો મહેશભાઈ દવે સામે અને કેવડાવાડીમાં રહેતા અને ખૂની હુમલો સહિતના 3 ગુનાઓમાં પકડાયેલા મંથન મનીષભાઈ મુંધવા સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી તેની ઉપર સીપીએ મંજૂરીની મહોર મારી દેતા નવનિયુક્ત પીઆઇ જયદીપસિંહ પરમાર, એએસઆઈ નિલેશભાઈ મકવાણા સહિતના સ્ટાફે બંને આરોપીની ધરપકડ કરી જયેશ અને મંથનને અમદાવાદ જેલમાં ધકેલી દીધા છે આ ઉપરાંત ગેરકાયદે હથિયારના ગુનામાં પકડાયેલા મૂળ એમપીના હાલ વાંકાનેર રહેતા સામા આડીયાભાઈ ખરાડી સામે પાસા વોરંટ ઇસ્યુ કરતા પીસીબી પીઆઇ એમ આર ગોંડલીયા અને ટીમે આરોપીની ધરપકડ કરી વડોદરા જેલમાં ધકેલી દીધો છે.



