કોમર્શિયલ સિલિન્ડર મોંઘા થતા 57% રેસ્ટોરન્ટ્સે ભાવ વધાર્યા: પેટ્રોલ-ડીઝલની માંગમાં ઉછાળો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.18
- Advertisement -
પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિ અને ’ઓપરેશન એપિક ફ્યુરી’ની અસર હવે ભારતીય રસોડા અને ખિસ્સા પર સીધી રીતે દેખાઈ રહી છે. માર્ચના પ્રથમ અઠવાડિયામાં દેશમાં લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (કઙૠ) ના વપરાશમાં 17% નો મોટો ઘટાડો નોંધાયો છે જે ગત વર્ષના 1.387 મિલિયન ટનની સરખામણીએ આ વર્ષે ઘટીને 1.147 મિલિયન ટન રહ્યો છે. આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ હોર્મુઝની ખાડીમાં સર્જાયેલો તણાવ છે જ્યાંથી ભારત તેની જરૂરિયાતનો 80 થી 85% ગેસ આયાત કરે છે. બીજી તરફ આર્થિક પ્રવૃત્તિઓ ચાલુ રહેતા પેટ્રોલના વેચાણમાં 13.2% અને ડીઝલમાં 8.2% નો વધારો જોવા મળ્યો છે જે દર્શાવે છે કે ઇંધણની માંગ હજુ પણ મજબૂત છે પરંતુ ગેસના પુરવઠા સાંકળમાં અવરોધો ઉભા થયા છે.
કોમર્શિયલ ગેસની અછત અને વધતા ભાવને કારણે સામાન્ય જનતા માટે બહાર જમવું હવે ઘણું મોંઘું બન્યું છે કારણ કે લોકલસર્કલ્સના સર્વે મુજબ 57% રેસ્ટોરન્ટ્સ અને 54% સ્ટ્રીટ વેન્ડર્સે છેલ્લા એક અઠવાડિયામાં ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં 10 થી 25% સુધીનો વધારો ઝીંક્યો છે. કેન્દ્ર સરકારે ઘરેલું કઙૠ નો પુરવઠો સામાન્ય રાખવા માટે દેશભરમાં 12,000 થી વધુ દરોડા પાડીને 15,000 થી વધુ સિલિન્ડરો જપ્ત કર્યા છે જેથી કાળાબજાર રોકી શકાય. રાહતના સમાચાર એ છે કે ભારતનું ’નંદા દેવી’ જહાજ 46,500 મેટ્રિક ટન ગેસ લઈને ગુજરાતના વાડીનાર પોર્ટ પહોંચ્યું છે અને ’શિવાલિક’ જહાજ પણ મુંદ્રા પોર્ટ પર માલ ઉતારી ચૂક્યું છે જે લાખો પરિવારોની ગેસની જરૂરિયાત પૂરી કરવામાં મદદરૂપ થશે.
યુદ્ધની અસર અને ભારતનું આયાત ગણિત
ભારત વિશ્વનો બીજો સૌથી મોટો કઙૠ આયાતકાર દેશ છે અને તેની 60% થી વધુ જરૂરિયાત વિદેશી આયાત પર નિર્ભર છે. ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના હુમલા બાદ શરૂ થયેલા ’ઓપરેશન એપિક ફ્યુરી’ને કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં માલવાહક જહાજોની અવરજવર જોખમી બની છે. અત્યારે પણ ભારતીય ધ્વજ ધરાવતા 22 જહાજો અને 611 નાવિકો આ તણાવગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા છે જેના કારણે આવનારા દિવસોમાં પુરવઠો જાળવી રાખવો સરકાર માટે મોટો પડકાર બની રહેશે.
- Advertisement -
રેસ્ટોરન્ટ્સ અને સામાન્ય બજેટ પર ભાર
કોમર્શિયલ ગેસના ભાવમાં થયેલા અચાનક ઉછાળાને કારણે નાના લારી-ગલ્લાવાળાઓથી લઈને મોટી હોટલોએ પોતાનો ખર્ચ ગ્રાહકો પર નાખવાની શરૂઆત કરી દીધી છે. લોકલસર્કલ્સના સર્વેમાં 309 જિલ્લાના 38,000 ગ્રાહકોએ પુષ્ટિ કરી છે કે પૌષ્ટિક આહાર અને બહારના ભોજનના ભાવમાં 25% સુધીનો વધારો થતા મધ્યમ વર્ગના પરિવારનું માસિક બજેટ ખોરવાઈ ગયું છે. સરકાર હવે સ્થિતિને નિયંત્રિત કરવા માટે વધુને વધુ વેપારીઓને પાઈપ્ડ નેચરલ ગેસ (ઙગૠ) તરફ વળવા પ્રોત્સાહિત કરી રહી છે.



