ઇઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા 6 દિવસથી યુદ્ધ યથાવત છે. આ જંગની અસરને કારણે મધ્ય પૂર્વમાં સ્થિતિ તંગ બની ગઈ છે. જે કારણે યુરોપ અને એશિયાના દેશો માટે ખાડી દેશોથી આવતી ઉર્જાની સપ્લાઈ ખોરવાઇ ગઈ છે. ઈરાને હોમુર્ઝ જળમાર્ગ બંધ કરી દીધો છે, જ્યાં વૈશ્વિક સપ્લાઈના 20 ટકા તેલ, ગેસ અને એનર્જીની હેરફેર થાય છે.
ક્રૂડના ભાવ વધ્યા સોનાના ઘટ્યા
- Advertisement -
આ ઘટના બાદ કાચા તેલના ભાવમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. 85 ડોલર પ્રતિ બેરલ સુધી ભાવ પહોંચી ગયો છે અને આગળ પણ વધવાની આશંકા છે. પણ સુરક્ષિત રોકાણ તરીકે ઓળખતા સોના ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી માર્કેટ (MCX)માં સોના અને ચાંદીના ભાવ ઓછા થયા છે.
સોના ચાંદી કેટલું સસ્તું થયું?
ગુરવારે એપ્રિલના વાયદા માટે સોનાના ભાવ 1 હજાર રૂપિયા ઘટી 1 લાખ 60 હજાર પર આવી ગયા છે, જ્યારે 1 કિલો ચાંદીના ભાવ માર્ચના વાયદા માટે 7500 રૂપિયા ઘટી 2.58 લાખ પહોંચી ગયા છે. જો કે બાદમાં થોડી તેજી જોવા મળી રહી છે.
- Advertisement -
સોના ચાંદીના ભાવ કેમ ઘટયા?
ત્યારે સવાલ છે કે યુદ્ધ વચ્ચે સોના ચાંદીના ભાવમાં કેમ ઘટી રહ્યા છે, તેનો જવાબ છે કે સુરક્ષિત રોકાણ અને તેમાં નફાખોરી, હાલ યુદ્ધની સ્થિતિને જોતાં લોકો કેશ પોતાની પાસે રાખવા માગે છે જેના કારણે જ સોના ચાંદીની માગ ઘટી છે, માગ ઘટતા જ ભાવમાં પણ સારો એવો ઘટાડો નોંધાયો છે.
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં અસ્થિરતા
બીજી તરફ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોના ચાંદીમાં અસ્થિરતા છે. ચાંદીની સ્પોટ પ્રાઈઝ 85 ડોલર ઘટીને 83 ડોલર થઈ છે. 3 માર્ચના ઉછાળા બાદ તેમાં 15 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જો કે હાલ માર્કેટ રિકવરી મોડમાં છે. આ જ રીતે સોનાના ભાવ 5,626.8 ડોલરથી ઘટી 5,200 ડોલર પર કારોબાર કરી રહ્યા છે.
યુદ્ધ પહેલા સોના અને ચાંદીના ભાવમાં જોરદાર તેજી આવી હતી. MCX પર સોનાનો રેકોર્ડ હાઈ લેવલ 1.93 લાખ રૂપિયા હતો, જ્યારે જે ચાંદીનો હાઈ રેકોર્ડ 4.20 લાખ રૂપિયા હતો. તેવામાં હાલની સ્થિતિએ સોનામાં 33 હજાર તો ચાંદીમાં 1.62 લાખનો ઘટાડો જોવા મળ્યો છે.




