આજે સૌરાષ્ટ્ર કચ્છમાં PGVCLની મેગા ડ્રાઈવ
PGVCLની 2,700 ટીમ મેદાનમાં 12 સર્કલમાં ₹650 કરોડનું લેણું બાકી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ સ્થિત ઙૠટઈક દ્વારા આજે(25 ફેબ્રુઆરી) સૌરાષ્ટ્ર-કચ્છમાં બાકીદારો પર તવાઈ બોલાવતા મેગા ડ્રાઇવ કરવામાં આવી છે. જેમાં છેલ્લા છ માસથી વીજ બિલ ન ભરતા 28.68 લાખ ગ્રાહકોના ઘરનું વિજ કનેક્શન કાપી નાખવામાં આવશે. પશ્ર્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ દ્વારા આ દિવસને ડીસકનેક્શન ડે તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. માર્ચ માસ નજીક આવતા જ ઙૠટઈક દ્વારા રેસીડેન્સીયલ, ઇન્ડસ્ટ્રીયલ અને ખેતીવાડી વિસ્તારમાં જેઓને વીજ કનેક્શન આપવામાં આવ્યું છે અને વીજ બિલ ભર્યુ નથી તેમનું લિસ્ટ બનાવવામાં આવ્યુ છે. જેઓની પાસેથી રૂ.652.99 કરોડની વસૂલાત બાકી હોવાનું સામે આવ્યું છે.
પશ્ર્ચિમ ગુજરાત વિજ લિમિટેડ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છના 12 સર્કલમાં રૂ.650 કરોડ જેટલું લેણું બાકી છે. જેમાં 28.68 લાખ વીજ ગ્રાહકો છે. જેમનું 2થી 6 માસ સુધીનું વિજ બિલ બાકી છે. માર્ચ માસ નજીક આવતા મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવે છે. પાલિકાઓનું ઘણા સમયથી વીજ બિલ બાકી છે, પરંતુ તે આવશ્યક સેવાઓમાં આવતી હોવાથી આ ડ્રાઈવમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો નથી. રાજકોટના મોરબી રોડ સબ ડિવિઝનના ડેપ્યુટી એન્જિનિયર ડી.એન. પટેલે જણાવ્યુ હતું કે, 25મી ફેબ્રુઆરીએ ઙૠટઈક ડીસકનેક્શન ડે ઉજવી રહ્યું છે. જેનો મતલબ એ થયો કે આ દિવસે જે લોકોએ વીજ બિલ ભર્યુ નથી તેમની પાસેથી પૈસા નથી લેવાના, પરંતુ વીજ કનેક્શન કાપીને જ આવવાનું રહેશે. રેસીડેન્સીયલ, ઇન્ડસ્ટ્રીયલ અને ખેતીવાડીના વીજ ગ્રાહકો કે જેઓએ વીજ બિલ ભર્યા નથી તેમનું વીજ કનેક્શન કાપવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, અહીં ટોપ 3000 ગ્રાહકોનું લિસ્ટ બનાવવામાં આવ્યુ છે. જેઓને ત્યાં દરોડા પાડી વીજ કનેક્શન કાપવામાં આવશે. જે બાદ તેઓ નાણાં ભરશે પછી જ ફરી વીજ કનેક્શન આપવામાં આવશે. સામાન્ય રીતે વીજ બિલ ન ભર્યું હોય ત્યાં ઙૠટઈકની ટીમ જ્યારે વીજ કનેક્શન કાપવા માટે જાય ત્યારે સમજાવટ બાદ ગ્રાહકો દ્વારા નાણા ભરપાઈ કરવામાં આવે છે.
આજે ઙૠટઈકની 2700 જેટલી ટીમ અલગ-અલગ વિસ્તારોમાં ત્રાટકી છે અને વીજ બિલ ભરવાનું બાકી હોય તે ગ્રાહકોના વીજ કનેક્શન કાપી રહ્યું છે. જેમાં હાલ કોઈ જગ્યાએ પોલીસની જરૂર નથી, પરંતુ કોઈ વિસ્તારમાં આ પ્રકારની જરૂરિયાત પડશે તો પોલીસ તંત્રની મદદ પણ લેવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.



