બજેટ યુવાનોને આત્મનિર્ભર અને કુશળ બનાવવાનો સ્પષ્ટ રોડમેપ છે: બાબુભાઈ બોખીરીયા
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને નાણા મંત્રી નિર્મલા સીતારામન દ્વારા રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટને જન-જન સુધી પહોંચાડવા પોરબંદર જિલ્લા યુવા ભાજપ દ્વારા સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયાએ જણાવ્યું હતું કે, આ બજેટ યુવાનોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવનારું છે. મુખ્ય વક્તા ઈઅ દિવ્યેશભાઈ સોઢાએ બજેટના આર્થિક પાસાઓ, સ્ટાર્ટઅપ અને રોજગાર સર્જન અંગે આંકડાકીય માર્ગદર્શન આપ્યું હતું. ભાનુપ્રકાશ સ્વામીએ આશીર્વચન પાઠવ્યા હતા અને જિલ્લા યુવા ભાજપ પ્રમુખ હર્ષ ગોહેલે સૌનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપના વિવિધ મોરચાના પ્રમુખો અને કાર્યકરો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.



