ખોદકામ કરી કોન્ટ્રાક્ટરો રફુચક્કર: નવી લાઈનમાં ભંગાણ સર્જાતા રોડ કીચડથી લથબથ, વાહનો ખૂંપી જવાની ઘટનાઓ વધી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.17
- Advertisement -
મોરબી મહાનગરપાલિકા પણ નગરપાલિકાની જેમ પ્રજાના કામો કરવામાં રીતસરની ડાંડાઇ કરે છે અને મનપા કદાચ કામ કરે તો પણ એમાં વેઠ જ ઉતારે છે. જેમાં નાની કેનાલ રોડથી શહેરના ક્ધયા છાત્રાલય રોડ ઉપર આવેલી ચંદ્રશનગર ઉપરની સારસ્વત સોસાયટી, રોયલ એપાર્ટમેન્ટથી ચિત્રકૂટ ચોક પર પટેલ ડેરી સુધીના રોડ ઉપર એકાદ માસ પહેલા પાણીની પાઇપલાઇન નાખવામાં આવી હતી. આ નવી પાણીની લાઇન નાખ્યા બાદ રોડનું યોગ્ય બુરાણ જ કરવામાં આવ્યું ન હતું. રોડને પેચવર્ક જ કર્યા વગર જેમનો તેમ છોડીને ગંભીર બેદરકારી દાખવીને મનપાના કોન્ટ્રાક્ટરોએ ચાલતી પકડી હતી.
એક તો રોડ ખોદેલો હોય એનું યોગ્ય બુરાણ ન થતા નાની કેનાલ રોડ અવધ ચોકડી ક્ધયા છાત્રાલય રોડ ઉપર વાહનો ખુંપી જતા હતા. તેવામાં નવી પાણીની લાઈનમાં લીકેજ એટલે ભંગાણ થયું છે. નીચે જમીનમાં બિછાવેલી પાણીની લિકેલ લાઈનમાંથી પાણી ઉપર આવીને વહેતુ હોય રોડ ગારા કીચડયુક્ત હોવાથી પાણીને કારણે આ રોડ કિચડથી લથબથ થઈ ગયો છે.
જેથી ત્યાં વાહનો ખુંપી જતા હોવાથી વાહનોની અવરજવર બંધ થઈ ગઈ છે. આ રીતે અહીંથી નીકળતું એક ટ્રેકટર ખુંપી ગયું હતું. જેથી એકબાજુનો રોડ બંધ થઈ ગયો છે અને સિંગલ સાઈડનો રોડ ચાલુ રહે એવી હાલ પરિસ્થિતિ છે. સૌથી વધુ સાંજે ખરાબ હાલત થઈ જાય છે. ક્ધયા છાત્રાલય રોડ ઉપર અનેક સ્કૂલો આવેલી હોવાથી સાંજે સ્કૂલો છૂટે ત્યારે વિદ્યાર્થીઓને અહીંથી નીકળવામાં ભારે હાડમારી ભોગવવી લડે છે. નાની કેનાલ રોડ અવધ ચોકડી પર રોજ બેહદ ટ્રાફિકજામ સર્જાઈ છે. આથી આ લેકેજ લાઈનનું યોગ્ય રીપેરીંગ કરી રોડનું વ્યવસ્થિત બુરાણ કરવા માટે સ્થાનિક રહીશ ભાવેશ વિડીજાએ લેખિત મૌખિક મનપાને રજુઆત કરી હોવા કોઈ કામગીરી ન કરતા ટ્રાફિકની મુશ્કેલી થતી હોવાથી સ્થાનિકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે.



