રાજકોટના કલ્યાણી હેર બ્યુટી સલૂન 40 મેકઅપ આર્ટિસ્ટની સમૂહલગ્નમાં સેવા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
- Advertisement -
રાજકોટના કલ્યાણી બ્યુટી હેર સલૂનના ઓનર પરેશભાઈ જોટંગિયા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના ઉપાસક છે તેમજ ત્યાં દીક્ષા લીધેલ છે. તાજેતરમાં બાગેશ્વરધામ ખાતે 301 દીકરીઓના સમૂહલગ્ન યોજાયા હતા. જેમાં 3 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે રાજકોટના કલ્યાણી હેર બ્યુટી સલૂનના 40થી વધુ મેકઅપ આર્ટિસ્ટએ સ્થળ પર જઈને દરેક દીકરીઓને વિનામૂલ્યે દુલ્હન તરીકે તૈયાર કરી સેવા આપી. જેમાં બહેનોની સાથે ઓનર આશાબેન જોટંગિયા પણ ગયા હતા. આ સ્થળે વિવિધ 4થી વધુ જગ્યાએ જલસેવા (પાણી વિતરણ) પણ કરાયું હતું. તેની પહેલા દિલ્હીથી વૃંદાવન પદયાત્રામાં દરેક યાત્રાળુઓને પણ જલસેવા પુરી પાડી હતી. કલ્યાણી હેર બ્યુટી સલૂનના મેકઅપ આર્ટિસ્ટ દ્વારા સમૂહલગ્નમાં સેવા આપી અન્ય માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.



