રાજકોટ જિલ્લાના 8000 વિદ્યાર્થીને બે વખત પરીક્ષા આપવાનો મોકો મળશે
ધોરણ 10ની પરીક્ષા 11 માર્ચ સુધી ચાલશે. જ્યારે ધોરણ 12ની પરીક્ષા 10 એપ્રિલ સુધી ચાલશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દેશભરમાં આજે (17 ફેબ્રુઆરી) સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થયો છે, પ્રથમ દિવસે ધોરણ 10માં મેથ્સ વિષયનું, જ્યારે ધોરણ 12માં આંત્રપ્રિન્યોરશિપ વિષયનું પ્રશ્ર્નપત્ર છે. ત્યારે રાજકોટ જિલ્લામાં 8000થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે. આ વખતે પ્રથમ વખત ઈઇજઊ બોર્ડ દ્વારા 35 દિવસમાં પરિણામ જાહેર કરવાની જાહેરાત કરાઈ છે, જ્યારે ધોરણ 12ની ઉત્તરવહી ડિજિટલી તપાસવામાં આવશે. સાથે જ બોર્ડના વિદ્યાર્થીઓની બે વખત પરીક્ષા લેવામાં આવશે, જેમાં વિદ્યાર્થી પોતાની ઈચ્છા અનુસાર પેપરો આપી શકશે. આજે બોર્ડની પરીક્ષાના પ્રારંભે વિદ્યાર્થીઓનું કડક ચેકિંગ કરી એન્ટ્રી અપાઈ હતી, જેઓને હોલ ટિકિટની સાથે ટ્રાન્સપરન્ટ બોટલ અને પાઉચ લઈ જવાની છૂટ આપવામાં આવી હતી. આ સિવાયની કોઈપણ વસ્તુઓ લઈ જવાની મનાઈ હતી. પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. ધોરણ 10ની પરીક્ષા 11 માર્ચ સુધી ચાલશે. જ્યારે ધોરણ 12ની પરીક્ષા 10 એપ્રિલ સુધી ચાલશે.
ધો.10ના વિદ્યાર્થી માટે પહેલી બોર્ડ પરીક્ષા ફરજિયાત : ઈઇજઊ
- Advertisement -
સીબીએસઈ (ઈઇજઊ)ની ધો.10 અને ધો.12ની બોર્ડ પરીક્ષાઓ મંગળવારથી શરૂ થઈ રહી છે. દેશ-વિદેશમાંથી 46 લાખથી વધુ વિદ્યાર્થી આ પરીક્ષામાં ભાગ લેશે. આ વચ્ચે બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે ધો.10ના વિદ્યાર્થીઓ માટે પહેલી બોર્ડ પરીક્ષામાં હાજર રહેવું ફરજિયાત રહેશે. બોર્ડના નિર્ણય મુજબ, જો કોઈ વિદ્યાર્થી પહેલી પરીક્ષામાં ઓછામાં ઓછા ત્રણ વિષયની પરીક્ષા નહીં આપે તો તેને ’અનિવાર્ય રિપિટ’ કેટેગરીમાં મૂકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સીબીએસઈ આ વર્ષથી ધો.10 માટે બે બોર્ડ પરીક્ષા શરૂ કરી રહ્યું છે. કેટલાક વિદ્યાર્થીઓ પહેલી પરીક્ષામાં હાજર રહી શકતા ન હોય તેમને બીજી પરીક્ષામાં બેસવા દેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. આ મામલે બોર્ડે સ્પષ્ટતા કરી છે. પરીક્ષા નિયામક સંયમ ભારદ્વાજે જણાવ્યું કે તમામ વિદ્યાર્થીઓએ પહેલી પરીક્ષા આપવી જ પડશે. પાસ અને લાયક વિદ્યાર્થીઓને વિજ્ઞાન, ગણિત, સોશિયલ સાયન્સ અને ભાષા વિષયોમાંથી કોઈપણ ત્રણ વિષયમાં પ્રદર્શન સુધારવાની તક મળશે. જો કોઈ વિદ્યાર્થી પહેલી પરીક્ષામાં ત્રણ કે તેથી વધુ વિષયમાં બેઠો નહીં હોય તો તેને બીજી પરીક્ષામાં બેસવાની મંજૂરી મળશે નહીં. આવા વિદ્યાર્થીઓને આવતા વર્ષે ફેબ્રુઆરીમાં મુખ્ય પરીક્ષા આપવી પડશે. પહેલી પરીક્ષામાં કમ્પાર્ટમેન્ટ આવેલા વિદ્યાર્થીઓ બીજી પરીક્ષા કમ્પાર્ટમેન્ટ કેટેગરી હેઠળ આપી શકશે.



