વેલેન્ટાઇન્સ-ડે પર ગાયત્રી ઈવેન્ટનું ધમાકેદાર આયોજન
હેમુગઢવી હોલ બનશે સૂર અને તાલનો સંગમસ્થળ, કોલકાતા બેન્ડ સાથે લાઈવ પરફોર્મન્સ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
રાજકોટના સંગીતપ્રેમીઓ માટે 14મી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન્સ-ડેની સાંજ યાદગાર બનવા જઈ રહી છે. ગાયત્રી ઇવેન્ટ અને ફેમિલી ક્લબ દ્વારા રાજકોટમાં પ્રથમ વખત જાણીતા પ્લેબેક સિંગર અંકિતા ભટ્ટાચાર્યનો ભવ્ય લાઈવ ઇન કોન્સર્ટ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. હેમુગઢવી હોલ ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં બંગાળી ગાયિકા પોતાની સુમધુર વાણીથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે. અંકિતા ભટ્ટાચાર્ય સંગીત ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે નામના ધરાવે છે. તેઓ લોકપ્રિય રિયાલિટી શો ’દિલ હે હિન્દુસ્તાની’ ના રનરઅપ રહી ચુકયા છે તેમજ ’સારેગામાપા’ માં પણ પોતાની ગાયકીથી જજો અને જનતાના દિલ જીતી ચૂક્યા છે. સંગીત તેમને વારસામાં મળ્યું છે, તેમના માતા સરસ્વતી ભટ્ટાચાર્ય પણ જાણીતા ગાયિકા છે. વર્ષ 2017માં અંકિતા અને તેના માતા ’દિલ હે હિન્દુસ્તાની’ માં જોડી તરીકે રજૂ થયા હતા, જે પ્રેક્ષકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વેલેન્ટાઇન્સ-ડેના દિવસે હેમુગઢવી હોલ ખાતે રાત્રે 9.45 કલાકે આ કોન્સર્ટનો પ્રારંભ થશે. અંકિતા ભટ્ટાચાર્યની સાથે કોલકાતાનું જાણીતું બેન્ડ પણ પોતાના વાદ્યોના તાલે સૂર રેલાવશે. આ કાર્યક્રમનું એન્કરિંગ મેઘા બારડ દ્વારા કરવામાં આવશે. રાજકોટના લોકોમાં આ કોન્સર્ટને લઈને અત્યારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રાહ્યો છે. આ આખા કાર્યક્રમનું ઓનલાઈન બુકિંગ ‘બુક માંય શો’ (ઇજ્ઞજ્ઞસખુ જવજ્ઞૂ) એપ્લિકેશન પરથી કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ગાયત્રી ઇવેન્ટ અને ફેમિલી કલબના માધ્યમથી વિમલ ચાવડા (9664514200), જયેશ ભગદેવ (9374101755) અને જયેશ ઓઝા (9429045214) આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે. આયોજકોના જણાવ્યા મુજબ, રાજકોટના આંગણે આ કક્ષાનો લાઈવ કોન્સર્ટ પ્રથમવાર યોજાઈ રહ્યો છે, જે યુવા હૈયાઓ અને સંગીત પ્રેમીઓ માટે એક અમૂલ્ય ભેટ સમાન સાબિત થશે.



