ટ્રોલી બેગના બોક્સની આડમાં છુપાવી હતી 14 હજારથી વધુ બોટલો, રાજસ્થાનનો ચાલક જેલહવાલે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ ગ્રામ્ય એલસીબી (કઈઇ) ટીમે વીરપુરના પીઠડીયા ગામ પાસે નેશનલ હાઈવે પર વોચ ગોઠવી એક મોટા દારૂના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. રાજકોટ રેન્જ આઈ.જી. અશોક કુમાર અને ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરની સૂચના હેઠળ પોલીસે એક ક્ધટેનરને આંતરી તેમાંથી લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે.
ખાનગી બાતમીના આધારે પોલીસે નેશનલ હાઈવે પર ક્ધટેનર નંબર ગક-01-અઇ-5683 ને અટકાવ્યું હતું. તપાસ દરમિયાન ક્ધટેનરમાં ટ્રોલી બેગના બોક્સની પાછળ છુપાવેલી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી કુલ 14,184 નંગ જથ્થો મળી આવ્યો હતો. આ દારૂ રાજકોટથી જૂનાગઢ તરફ લઈ જવામાં આવી રહ્યો હતો.
પોલીસે આ દરોડા દરમિયાન ₹57,19,680 ની કિંમતનો દારૂ, ₹20 લાખની કિંમતનું ટાટા ક્ધટેનર ટ્રક, મોબાઈલ અને રોકડ રકમ સહિત કુલ ₹77,71,380 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે રાજસ્થાનના બાડમેરના રહેવાસી ચાલક ધોલારામ લુંભારામ બિશ્નોઈની ધરપકડ કરી છે.
આ સફળ કામગીરીમાં એલસીબી પી.આઈ. વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચ.સી. ગોહિલ અને ટીમ જોડાયેલી હતી. પોલીસે દારૂ મંગાવનાર અને મોકલનાર અન્ય બે શખ્સોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને વીરપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.



