કોહલીએ બનાવ્યા 93 રન, ગિલની ફિફ્ટી અને શ્રેયસ અય્યરના 49 રન બનાવ્યા
ખાસ-ખબર ન્યૂઝ વડોદરા, તા.12
- Advertisement -
ટીમ ઈન્ડિયાએ વડોદરામાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી પહેલી ઘઉઈં મેચ 4 વિકેટથી જીતી લીધી. આ જીત સાથે ભારતીય ટીમ હવે 3 મેચની શ્રેણીમાં 1-0 થી આગળ છે. આ મેચ વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં રમાઈ હતી. જ્યાં ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા ભારતને 301 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. મહેમાન ટીમ માટે ડેરિલ મિશેલે 84 રનની ઇનિંગ રમી. જવાબમાં, ભારતીય ટીમે કોહલીના 93, ગિલના 56 અને શ્રેયસ અય્યરના 49 રનના આધારે લક્ષ્યનો પીછો કર્યો. નવા વર્ષમાં ભારતીય ક્રિકેટ ટીમનો આ પહેલી આંતરરાષ્ટ્રીય મેચ હતી. ગિલ બ્રિગેડે વર્ષની શરૂઆત જીત સાથે કરી છે. ઉપરાંત, આ મેચ કોટંબી સ્ટેડિયમ માટે ખાસ હતી કારણ કે આ મેદાન સૌપ્રથમ પુરુષોની આંતરરાષ્ટ્રીય મેચ નું આયોજન કરી રહ્યા હતા. ન્યૂઝીલેન્ડના 301 રનના જવાબમાં ભારતની શરૂઆત ખૂબ જ સારી રહી. રોહિત અને ગિલે સાવધાનીપૂર્વક શરૂઆત કરી. રોહિત પણ ફોર્મમાં દેખાઈ રહ્યો હતો. પરંતુ 9મી ઓવરમાં 39 રનના સ્કોર પર તેની વિકેટ પડી ગઈ. રોહિતે 26 રન બનાવ્યા. જેમાં 2 છગ્ગા અને 3 ચોગ્ગાનો સમાવેશ થાય છે. પણ આ પછી વિરાટ કોહલી અને શુભમન ગિલે કમાલ કરી. બંને વચ્ચે સદીની ભાગીદારી થઈ. કોહલીએ પોતાના 28000 આંતરરાષ્ટ્રીય રન પણ પૂરા કર્યા. તે જ સમયે ગિલે પણ અડધી સદી ફટકારી. પરંતુ ગિલે 27મી ઓવરમાં પોતાની વિકેટ ગુમાવી દીધી. ગિલે 56 રન બનાવ્યા.
ભગવાનનો આભારી છું: મેચ જીત્યા બાદ વિરાટ કોહલી ભાવુક થયો
વિરાટે સૌથી ફાસ્ટ 28 હજાર રન બનાવ્યા, રાહુલની સિક્સરે જીત અપાવી
- Advertisement -
વિરાટ કોહલીના 93 રનની મદદથી ભારતે પ્રથમ વનડેમાં ન્યૂઝીલેન્ડને ચાર વિકેટથી હરાવ્યું. રવિવારે વડોદરામાં ન્યૂઝીલેન્ડે 300 રન બનાવ્યા. આ 20મી વખત બન્યું જ્યારે ભારતે વનડેમાં 300+ રનનો ટારગેટ ચેજ કર્યો. કોહલીએ સૌથી ઝડપી 28,000 રન પૂરા કરવાનો રેકોર્ડ પણ કર્યો, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બીજા ક્રમનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો.કોહલીએ 93 રનની ઇનિંગ્સમાં 25મો રન બનાવતા જ પોતાના 28 હજાર ઇન્ટરનેશનલ રન પૂરા કર્યા. આ માટે તેણે માત્ર 624 ઇનિંગ્સ લીધી. તે સૌથી ઓછી ઇનિંગ્સમાં આ રેકોર્ડ સુધી પહોંચ્યા.



