ખાસ-ખબર સંવાદદાતા
Acqua di Cristallo Tributo a Modigliani વિશ્વનું સૌથી મોંઘુ પાણી છે. તેની 750 મિલીની કિંમત 6000 એટલે કે લગભગ 43 લાખ રૂપિયા છે. આ પાણી ફિજી અને ફ્રાન્સના કુદરતી ઝરણામાંથી આવે છે. તેની બોટલ 24 કેરેટ સોનાની બનેલી છે. આ બોટલની પેકિંગ કિંમત જ સૌથી વધુ છે.
Kona Nigari Water હવાઈનું છે અને પ્લાસ્ટિકની બોટલોમાં વેચાય છે. આ પાણીનો ઉપયોગ વજન ઘટાડવા માટે કરવામાં આવે છે, તે માત્ર ઉર્જા જ નહીં પણ ત્વચાને ચમકદાર બનાવે છે. આ પાણી હવાઇયન ટાપુઓમાંથી આવે છે. આ પાણી અન્ય પાણીની તુલનામાં ખૂબ જ ઝડપથી હાઇડ્રેટ કરે છે. તેની 750mlની કિંમત 29306 રૂપિયા છે.
ફિલિકો જ્વેલ વોટર : આ એક જાપાનીઝ વોટર બ્રાન્ડ છે અને તે સ્વારોવસ્કી ક્રિસ્ટલથી સજવામાં આવ્યું છે જે આઇડિયલ ભેટ છે. બજારમાં આ બોટલની મર્યાદિત આવૃત્તિઓ છે. આ બોટલ સોનેરી તાજથી પણ ઢંકાયેલી છે. આ પાણી ઓસાકા નજીક રોકો પર્વતમાંથી આવે છે. આ પાણી ગ્રેનાઈટ દ્વારા ફિલ્ટર કરવામાં આવે છે અને તેમાં ઓક્સિજન ઘણી માત્રામાં હોય છે. આ પાણીની 750ML બોટલની કિંમત 15 હજાર રૂપિયાથી વધુ છે.
Bling H20 પાણી અમેરિકાથી આવે છે. શુદ્ધિકરણ પ્રક્રિયા 9 સ્ટેપ્સમાં કરવામાં આવે છે. તેની 750mlની કિંમત લગભગ 3000 રૂપિયા છે.
- Advertisement -



