રાજકોટમાં 2026ને વધાવવા રાત્રે બારના ટકોરે શાનદાર ઉજવણી
DCP હેતલ પટેલની આગેવાનીમાં સોરઠિયાવાડી સર્કલ ખાતે ચેકિંગ કરાયું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં 2025ના વર્ષને બાય બાય કરવા અને 2026ને વેલકમ કરવા યુવા હૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે રાજકોટમાં ડીજે વિથ ડાઇનના અનેક પાર્ટી પ્લોટમાં આયોજનો કરવામાં આવ્યા છે રાત્રે બાર વાગ્યા સુધી ડાન્સની મજા માણ્યા બાદ રાઈટ બાર વાગ્યાના ટકોરે શાનદાર ઉજવણી કરવામાં આવશે લોકો શાંતિપૂર્ણ માહોલમાં નવા વર્ષને વેલકમ કરે તે માટે શહેર પોલીસ દ્વારા વિશેષ બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે શહેરમાં ઠેર ઠેર મહત્વના તમામ ચોકમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે નશો કરીને નીકળતા લોકોને પકડવા બ્રેથ એનેલાઇઝર તેમજ માદક પદાર્થનો નશો કરીને નીકળતા નબીરાઓ માટે ખાસ ટેસ્ટ કીટ રાખવામાં આવી છે ઉજવણીના ભાગરૂપે ગઈકાલે ડીસીપી હેતલ પટેલની આગેવાનીમાં ભક્તિનગર પીઆઇ એમ એમ સરવૈયા અને ટિમ દ્વારા સોરઠિયાવાડી સર્કલ ખાતે સઘન વાહન ચેકીંગ કરવામાં આવ્યું હતું.
રાજકોટમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે નશો કરનારાઓનો નશો ઉતારવાની પણ પોલીસે તૈયારી કરી લીધી છે શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા અને એડિશનલ સીપી મહેન્દ્ર બગડિયાની સૂચના અન્વયે તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થાનિક પોલીસ દ્વારા તમામ મુખ્ય રસ્તાઓ, મુખ્ય ચોક તેમજ થર્ટી ફર્સ્ટ પાર્ટીના આયોજન સ્થળે ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેમજ દારૂ ઢીંચી નીકળતા લોકોને પકડવા બ્રેથ એનેલાઈઝર દ્વારા ચકાસણી કરવામાં આવશે આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, એલસીબી સહિતની જુદી જુદી ટુકડીઓ પણ શહેરની ભાગોળે આવેલા પાર્ટી પ્લોટ તેમજ ફાર્મ હાઉસ ઉપર વિશેષ વોચ રાખશે અને રાઉન્ડ ધ ક્લોક મોડી રાત સુધી તમામ પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે યુવતીઓની સુરક્ષા માટે શી ટીમ સિવિલ ડ્રેસમાં ફરજ બજાવશે. રાત્રે વેલકમ 2026ને વેલકમ કર્યા બાદ મોડી રાત સુધી શહેરીજનો ફરવા નીકળતા હોય છે પરંતુ આ સાથે છાકટા બનીને રખડતા નબીરાઓ કોઈ ગુનાને અંજામ ન આપે તે માટે પોલીસ એકલ દોકલ રખડતા નબીરાઓને કાયદાનું ભાન કરાવશે.



